Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 54
________________ સુધાબિંદુ પ્રમાદવશ બનીને કરણીય કરતાં નથી. કરણીય ન કરવું એ મહાદેષ છે. વ્યવહારમાં જોઈએ તે જણાશે કે કરણીય ન કરવામાં આવે તે કેટલાય વ્યવહાર અટકી પડે, ચૂંથાઈ જાય. માટે કરણીય કરવામાં પ્રમાદને દૂર કરે. ૧૪૭. જીવનમાં અમુક અસરે દ્રવ્યજનિત હોય છે, અમુક અસરે ક્ષેત્રજનિત હોય છે, અમુક અસરે કાળ જનિત હોય છે, અમુક અસરે ભાવજનિત હાય છે, અમુક અસરો સગિક હોય છે. આ સર્વ અસરનું પૃથક્કરણ યથાશક્ય કરવું આવશ્યક છે. અનુરૂપ અસરે રાખવી હોય, વધારવી હોય તે તે અસરે જેથી જન્મી હેય તેની રક્ષા અને વૃદ્ધિ આવશ્યક છે. અને અનુરૂપ અસરે દૂર કરવી હોય, ઓછી કરવી હોય તે તે અસરે જેથી જન્મતી હોય તેને દૂર કરવાની અથવા ઓછા કરવાની આવશ્યકતા છે. જો એમ ન કરવામાં આવે કે એમ ન થાય તે અસરમાં ફેરફાર પણ ન થાય, એ સ્વાભાવિક છે. પછીથી અસરોમાં ફેર કેમ નથી પડતો એ પ્રમાણે વિફલ વિચાર કરવાથી શું? કારણાધીન કાર્ય છે. ૧૪૮. ઘણી વખત ઘણુ માણસો ઉતાવળા થઈ જાય છે. ડી પણ ધીરજ ધારણ કરી શકતા નથી. ઉતાવળનું પરિણામ મેટે ભાગે વિપરીત આવતું હોય છે.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66