________________
સુધા બિંદુ
પરિણામ વિપરીત પણ આવે. એટલે ચાલુ પ્રયત્નને નિર્બળ-અસફળ–નકામા માનીને છોડી દેવાને કાંઈ અર્થ નથી. વિપરીત તને દૂર કરીને જે આજ પ્રયત્ન થેડે અંશે આચરવામાં આવે તો તેનું પરિણામ તુરત જ જણાય. આ વાત માત્ર નથી, એ રીતે શતશઃ બન્યું છે. તે તરફ લક્ષ્ય રાખીને
પ્રયત્નને, સારા પ્રયત્નને સફળ બનાવવા. * ૧૨૯. અલ્પ શક્તિવાળા આત્માઓએ પિતાની સ્થિતિને
સતત વિચાર કરવો જરૂરી છે. તે જે પોતાની શક્તિને વિચાર કરીને પ્રવૃત્તિ કરે તે તેને લાભ કે નુકશાન તે સહન કરી શકે એવા મળે. બાકી જે તે પિતાની શક્તિને વિચાર કર્યા વગર વિશેષ શક્તિવાળાનું અનુકરણ કરીને પ્રવૃત્તિ કરે તે એવા લાભ કે નુકશાન થાય કે જે પચાવવા તેને ભારે પડી જાય. શક્તિ અનુસાર ધીરે ધીરે આગળ વધતાં જરૂર તે
પણ એક વખત મહાન બની શકે છે... ૧૩૦. તારે ચમકે છે, પણ તે સૂર્ય જેવું તેજ પાથરી
શકતે નથી, એટલે તારો એ તારે છે ને સૂર્ય એ સૂર્ય છે. સૂર્યના પ્રકાશ પાસે તારાએ પિતાનું વ્યક્તિત્વ બતાવવા પ્રયત્ન કરવો એ વિફલ છે. કેવળજ્ઞાની અને છઘસ્થ એ બન્નેમાં સૂર્ય અને તારા જેટલું અંતર છે. છદ્મસ્થ ગમે તેટલે આગળ વધે એમાં કાંઈ બાધ નથી, પણ કેવળજ્ઞાની