________________
૨૮
• ૮૨.
સુધાબિદુ અણસમજુ છે એમ માનવું એ પણ ધ્યાજબી નથી. ફક્ત ઉપયોગ કરનારને બીજી બાજુને ખ્યાલ છે કે નહિ એ જાણવું જોઈએ, અને જે ખ્યાલ ને હોય તે વસ્તુને બીજી બાજુ છે એમ સમજાવવું જોઈએ. સારું કાર્ય સારું માનવું અને નબળું કાર્ય નબળું માનવું. પિતાનું છે માટે સારું અને પરનું છે માટે નબળું એવી વિચારણું દેષભરી છે. એથી વિવેક દષ્ટિ ઘટે છે અને પરિણામે સારાં કાર્યથી
સદા માટે દૂર ને દૂર રહેવું પડે છે. -૮૩. દુષ્ટ પ્રત્યે નફરત થઈ જાય છે. થઈ જાય છે માટે
થવી જોઈએ, થાય છે એ વ્યાજબી છે એમ નહિ દુષ્ટ ખરાબ હોય છે એ એક રીતે સત્ય છે, પણ દુષ્ટની ખરાબી દુષ્ટતામાં સમાયેલી છે. એટલે નફરત દુષ્ટ પ્રત્યે ન રાખતાં તેનામાં રહેલી દુષ્ટતા પ્રત્યે રાખવી. દુષ્ટને નાશ કરવા કરતાં તેનામાં રહેલી દુષ્ટતાને નાશ કરવા પ્રયત્ન કરે. દુષ્ટને શિક્ષા કરવા કરતાં તેનામાં પડેલી દુષ્ટતાને શિક્ષા મળે એ રીતે શિક્ષા કરવી. દુષ્ટતા દૂર કરવા માટે તે કયાંથી અને શાથી આવે છે, તેનાં કારણે બરાબર તપાસવાં, અને એ કારણે દૂર થાય એવા પ્રયત્ન કરવા. એથી દુષ્ટતા દૂર થાય છે અને પરિણામ ઘણું જ સુંદર અવે છે. એ પરિણામ લાવવા માટે