________________
સુધાબિંદુ
૮૬. પ્રાથમિક જીવનમાં જાતે અનુભવ લઈને આગળ વધવાને માર્ગ જોખમી છે.
જ્યારે અનુભવીઓની દેરવણ પ્રમાણે આગળ વધી શકાય છે અને જોખમ રહેતું નથી. ફક્ત તેમાં
જરૂરી છે સમર્પણભાવ અને સહનશીલતા. -૮૭. જ્યારે મેહ હોય છે ત્યારે કુટેલી હાંડલી માટે મરી
જાય છે અને મેહ ઉતરી ગયા પછી મોટા રાજ્યને ત્યાગ કરતાં ક્ષણને પણ વિલંબ થતું નથી.
વસ્તુ વસ્તુરૂપે જુદી છે અને વસ્તુ ઉપરને મેહ
એ જુદી વસ્તુ છે. ૮૮. અકળાયેલું મન કેટલીક વખત કાંઈનું કાંઈ કરી
નાખવા ઈચ્છે છે, પણ કાંઈપણ કરી નાખતા પહેલાં મનની અકળામણ દૂર થવા જેટલી રાહ જોવી જરૂરી છે–ખાસ જરૂરી છે. મનની અકળાયેલી સ્થિતિમાં પગલાંનાં પરિણામે કદાચ સારાં હોય તે પણ તે એકંદર આવકારવા એગ્ય નથી, કારણકે અકળાએલી સ્થિતિમાં લેવાતાં પગલાંના પરિણામે મોટે ભાગે સારાં હોતાં નથી. સારું પરિણામ કેઈ વખત આવી જાય છે તે તે એક અકસ્માત છે. અકસ્માત કેઈક વખત બને છે. જ્યારે માઠાં પરિણમે ઘણી વખત ભેગવવા પડે છે. સ્થિર અને શાંત ચિત્તે વિચાર કરીને ભરેલું પગલું, કદાચ પરિણામ આપણી તરફેણમાં ન લાવે તે પણ ઈચ્છનીય સમજવું.