________________
સુધાબિંદુ
૨૯કેઈને પણ મૂળ કારણમાં દુષ્ટ માનવો નહિ એ
પ્રથમ આવશ્યકતા છે. ૪. જેને માટે ઘણું ઘણું કરવામાં આવે છે, તે વસ્તુ :
ઘણું ઘણું કરવાથી મળવાની નથી. હું પણ રીતથી કરવાથી મળે, એટલે રીત જાણવાની જરૂર છે.
સુખ મેળવવા માટે રીત જાણવી જોઈએ. રીત વગર સુખ મેળવવાની પ્રક્રિયા દુઃખદાયક બને છે. સ્વાદિષ્ટ ભજન સુખ આપે છે, પણ તે હદ બહાર કરવામાં આવે તે દુઃખદાયક બની જાય છે. આ પ્રમાણે સર્વમાં સમજવું. માટે બાહ્ય સુખ પણ મેળવવા માટે તેની રીત જાણવી જોઈએ.
આંતર-સુખપ્રાપ્તિ માટે તે વિશેષ આવશ્યકતા. છે સમજની. ૮૫. પ્રસન્નતા એ સાધ્ય છે. સાધનસામગ્રી ઘણી એકઠી
કરી હેય, એ એકઠી કરવામાં ખૂબ જહેમત ઉઠાવી હાય, સાચવવા માટે પારાવાર પ્રયત્ન કર્યા હોય અને એમાં ને એમાં જીવનની ક્ષણે વ્યતીત થતી હોય તે લાભ શે? એ સર્વ કરવામાં પ્રસન્નતા રહેતી હોય તો કાંઈક લાભ ખરે, પણ એમ ન હોય અને પછીથી પ્રસન્નતા મેળવવાની હોય તે તે કયારે મેળવવાની છે? મળવાની છે કે નહિ? કેવી રીતે મળવાની છે? એ જરીક વિચારવા જેવું છે. એ વિચાર આવશે તો સમજાશે કે પિતાની ભૂલ કયાં છે?