________________
સુવાબિંદુ
- અન્તર તરફ દષ્ટિ કેળવીને યથેચિત બાહ્ય જીવન જીવે, એ અરાત્મ દશામાં છે.
નિજ ગુણ પરિપૂર્ણપણે પ્રાપ્ત કરે એ પરમાત્મા દશામાં છે. ૧૦૭. મહાપુરુષ ચાલ્યા ગયા અને તેમની પાછળ તેમને પરિવાર અનુયાયી વર્ગ વિશાળ મૂકતા ગયા.
મહાપુરુષ ઉપયોગમાં લેતા હતા તે સ્થળ અને વસ્તુઓ પરિવારમાં વહેંચાઈ ગઈ. જેને જેને જે જે વરતુ મળી, તેનું તે તે ગૌરવ લેવા લાગ્યા.
પરિવાર કેઈએ ન સાચવ્યો, ન રાખે તેમને આત્મા. એ સિવાયની તેમની તે તે ચીજો વાપરનારને
શોભાવતી ન હતી. ૧૦૮. આત્મા શિકારી છે, પણ તેને કેને શિકાર કરવાને
છે એ સાચી સમજ લેવાની આવશ્યકતા છે. જંગલમાં તેને માગ રેકીને ભયાનક જંગલી પશુઓ ઊભા છે, તેને તેને શિકાર કરવાનું છે. એ પશુઓ ખૂબ જ ચાલાક ને ચપળ છે. જરી પણ સાવધતા ન રાખવામાં આવે તે તે હાથમાંથી છટકી જાય, એટલું જ નહિ પણ પાછળથી એ હુમલે કરે કે જે શિકારીને ભારે પડી જાય.
શિકાર કરવા જતાં પિતે શિકારને ભેગ બની જાય. ઘણી વખત તે જેને શિકાર કરવાને નથી હેતે તેને પણ શિકાર થઈ જાય છે, એટલે શિકાર