________________
સુધાબિંદુ મહને પુષ્ટિ મળતી હોય તે કેટલું વિચિત્ર કહેવાય? ભલે પ્રારંભિક અવસ્થામાં એ ક્ષન્તવ્ય ગણાતું હોય પણ સદાને માટે એને ક્ષન્તવ્ય ગણી
લેવું શ્રેયસ્કર નથી. ૭૭. ઘણી વખત ઘણાં કાર્યો તમે વ્યાજબી જ માનીને
આરંભ્યા હોય છે, અને ખરેખર એ કાર્યો વ્યાજબીજ હોય છે. એથી તમને કાંઈ પણ ગેરલાભ હેતે નથી, છતાં તમે એકાદ બે જણાના કહેવાથી મૂકી ઘો છે. કહેનારામાં કેટલાક એવા હોય છે કે જેઓને તમે એ કાર્ય મૂકી દેવાનું કહે છે તેમાં લાભ હોય છે, જ્યારે કેટલાકને લાભ કાંઈ પણ નથી હોતે. પણ તમે જે કાર્ય કરે છે તેમાં તેઓ લાભ જોઈ શકતા નથી અને તેઓ તમને વારંવાર કહેતા હોય છે કે આવું લાભ વગરનું કાર્ય શું કરે છે ! આવું વારંવાર સાંભળવાથી તમારા ઉપર અસર થાય છે અને તે કાર્યને પડતું મૂકે છે. જેમ પેલા બ્રાહ્મણે બકરૂં-કૂતરૂં સમજીને
પડતું મૂક્યું હતું તેમ. ૭૮. “હવે એ વાત જવા દે,” એવું કે એવા ભાવનું
ઘણી વખત ઘણું કહે છે, ત્યારે તેમાં ચાલતી વાત એવું કહેનારાના લાભની હોતી નથી એ વાત સ્પષ્ટ છે. પછી ભલે એ વાત ગમે તેવી હોય, અને ગેરલાભ પણ ગમે તે હોય, પણ આવું બેલનાર