________________
I
સુધાબિંદુ લે છે તે સફળ થાય છે, એટલું જ નહિ પણ બીજાઓ ન ધારતા હોય તેવી સફળતા તેમને સાંપડે છે.
જ્યારે અને માટે એ કાર્ય અશક્ય નહિ તે દુર શક્ય જરૂર હોય છે. સામે કેટલાક આત્માએ એવા ભાગ્યના ભારે હોય છે કે સહેલું અને સાદું કાર્ય પણ એમના હાથમાં ગયા પછી ભારે થઈ જાય છે. એવું તે ભારે થઈ જાય છે કે એ જ કાર્ય પછીથી બીજાને કરવું હોય તે પણ મુશ્કેલ થઈ પડે છે. એટલે આવી સ્થિતિમાં સમજુ માણસેએ પોતાના કર્મના ઉદયને વિચારીને કાર્ય કરવા પ્રયત્ન કરે. ભાગ્યબળ ઓછું હોય એવા આત્માઓએ કાર્યથી અલિપ્ત રહેવું અને ભાગ્યશાળી આત્માઓએ કાર્યમાં રસપૂર્વક જોડાવું કે જેથી શ્રેયઃ સાંપડે. - જે રસ્તે જવાનું છે તે રસ્તે કે છે, તેનું યથા શક્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. રસ્તામાં ઝાડો કેવા આવે છે, પણ આદિની અનુકૂળતા કેવી છે વગેરે સગવડને વિચાર, અને ખાડાટેકરા, કાંટા, વેરાન વગેરે અગવડોને વિચાર, અન્ય પણ ભય રથાને ને. વિચાર કરે. પૂરતા વિચાર પછી આરંભેલા પ્રયાસમાં બહુ બાધાઓ નડતી નથી. વિચાર ન કી હોય ત્યારે એકાએક આવી પડતી આપત્તિઓ અકળાવી મૂકે છે. તેને દૂર કરવાની દિશા સૂજતી નથી. આ તે અમુક આપત્તિઓ છે તેને ખ્યાલ હાય એટલે તેને દૂર કરવા માટે પણ સાવધ રહેવાય છે.