________________
સુધબિંદુ
એટલે એ ભાવો સ્પષ્ટપણે કહેવાથી સ્વપરનું હિત થાય છે.
૪૩. તાળાં ઘણાં છે અને બધાં બંધ છે. તે દરેકની ચા
વીઓ પણ પાસે જ પડી છે. પણ જ્યા તાળાની કઈ ચાવી છે એ ગૂંચવણ છે. એ ગુંચવણ બે રીતે દૂર થઈ શકે છે. એક તે અનુભવથી એટલે કે ચાવીઓ લાગુ કરતા કરતા જે ચાવી લાગુ પડી જાય તે ચાવીને બરાબર વ્યવસ્થિત કરી લેવાથી, અને બીજું એવાં તાળાઓ જેણે ઉઘાડયાં છે એવા જ્ઞાનીનાં
વચનથી, જ્ઞાની બતાવે એ પ્રમાણે કરવાથી. ૪૪. જ્યારે પ્રસંગ આવે છે, ત્યારે છૂપાએલી શક્તિ
બહાર આવે છે, પણ તમે એવા પ્રસંગે નિરુત્સાહી ન રહેતા. તમારા નિરુત્સાહથી તમારી બહાર આવતી શક્તિ શરમાઈ જશે-કરમાઈ જશે અને એ રીતે તમારું ઉત્થાન દૂર ચાલ્યું જશે.
૪૫. ઘણી વખત સારી વૃત્તિઓ આવે છે પણ એ લાંબે
વખત ટકતી નથી, જ્યારે ખરાબ વૃત્તિઓ દૂર કરવાને પ્રયત્ન કરવા છતાં દૂર થતી નથી. પણ એ અદ્ભુત નથી. ખરાબ વૃત્તિઓને સંસર્ગ ઘણા લાંબા કાળને ચાલુ છે, અને સારી વૃત્તિઓને પરિચય નવે નવો છે. એટલે જે સારી વૃત્તિઓ સ્થિર કરવાની ભાવના હોય તે વારંવાર તેને પરિચય સાધ્યા