________________
૧૪
સુધાબિંદુ
૪૧. તેલ, વાટ અને તિથી પ્રકટતે દીપક પ્રકાશ
પાથરે છે. તેમાં જતિ કિંમતી છે એ યથાર્થ છે, પણ તેથી તેલ-વાટની તદ્દન સાધારણ કિંમત છે. એમ ન સમજવું જોઈએ. પાણીમાં વાટ મૂકીને જ્યતિ કરવામાં આવે તે પ્રયત્ન નિષ્ફળ જશે, એ પ્રમાણે તેલમાં કાષ્ટ કે લેતું મુકીને સળગાવવાથી કાંઈ વળશે નહિ. તેલ અને વાટ એમને એમ દિવસ સુધી પડ્યા રહે તે પણ તેને કાંઈ અર્થ નથી,
તિને સંગ થવાથી એ જળહળી ઉઠે છે. સૌ પોતપોતાનાં ક્ષેત્રમાં ઉપયોગી છે અને એ પ્રમાણે તે તે વસ્તુની ઉપગિતામાં તેનું મહત્વ છે.
૪૨. છદ્મસ્થ જીવને વિકાસ હમેશાને માટે અપૂર્ણ હોય,
છે. એક વિષયને તે પરિપૂર્ણ સમજી-જાણી શકો નથી. એટલે એવા છએ કેઈપણ વાતમાં આ મારે અભિપ્રાય છેવટને છે એવો નિર્ણય રાખવે કે કહેવો એ ડહાપણ નથી. પિતે જેમાં શ્રમ કર્યો હાય, અનુભવ મેળવ્યો હોય તેમાં પણ ફેર પડી જાય છે, તે જેમાં એને શ્રમ કે અનુભવ નથી તેમાં તેની સમજણ સાચી કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. છતાં જીવને એવો વિચિત્ર સ્વભાવ છે કે એવા અનેક વિષયમાં આગ્રહપૂર્વક માથું માર્યા કરે છે અને આગ્રહ વધાર્યા કરે છે. સર્વજ્ઞકથિત ભાવે નિરાગ્રહ ભાવે કહેવામાં કઈ આપત્તિ રહેતી નથી.