________________
સુધાબિંદુ
૧૩
દૂર
૩૮. મુક્તિ નજીક છે કે એક જ્ઞાની સિવાય કાઇ જાણી શકતું નથી, પણ એની કલ્પના થઈ શકે છે. નકામી વસ્તુઓથી મુક્તિ મેળવનાર અને નકામી વૃત્તિઓથી મુક્તિ મેળવનાર આત્મા મુક્તિની નિકટ છે. નકામી વસ્તુઓને પકડી રાખનાર અને નકામી વૃત્તિઓને પકડી રાખનારની મુક્તિ દૂર છે, એમ. સાપેક્ષભાવે કહી શકાય.
૩૯. કેટલાંક કાર્યો કરવા પડતા હાય છે છતાં એ કાય કરતી વખતે ખિન્નતા ન રાખવી જરૂરી છે. કરવા ચેાગ્ય એ જૂદી વાત છે અને ખિન્નતાપૂર્વક કરવું. એ જુદી વાત છે.
૪૦. કોઇ સારૂં' ક્રાય કર્યાં પછી તેની કદર ચેાગ્ય આત્માએને હાથે થાય એ વ્યાજબી છે. એથી કાર્ય દ્વીપી ઉઠે છે. પણ કાર્ય કરનાર જો એવી આકાંક્ષા રાખે. તા તે એક ભૂલ છે, એમ સમજવુ જોઈએ. એવી ભૂલ થાય છે, થઈ જાય એ સ્વાભાવિક છે, પણ એ ભૂલ છે એટલું લક્ષ્યમાં રહે તે એકદર લાલ છે, નહિ તા સારૂ કર્યાં બાદ તેની કદર ન થાય તે કાર્ય કરનાર કાર્ય છેડી દે છે, એટલે એક ભૂલ કદર ન કરનારે કરી અને બીજી ભૂલ કાય કરનાર કરી. પછી તે ભૂલની પરંપરા વધતી જાય છે.. એટલે ગમે ત્યાં ભૂતને અટકાવવી એ સુજ્ઞની ફરજ છે.
!