Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 7
________________ નિરીક્ષણ સુશ્રાવક વરજીવનદાસભાઈને કોઈ શુભ ઘડીએ વિચાર પ્રગટ્યો કે વિશ્વમાનવના જીવનવૃક્ષને સારામાં સારું સંસ્કારોનું સિંચન કરવા માટે લોકભોગ્ય પ્રાચીન કથાસાહિત્યની ખૂબ આવશ્યકતા છે. શુભસ્ય શીઘમ એ રીતે તેઓ તરત જ જૈન કથાસાહિત્યની શોધમાં બેસી ગયા. ઉપદેશ પ્રાસાદ-ઉપદેશમાલા તથા અનેક પ્રાચીન નાની-મોટી સજઝાયો વગેરેનું વિસ્તારથી પરિશીલન કરીને તેઓએ ૧૦૮ કથાઓનું ચયન કર્યું. એ જ પૂર્વકાલીન મહાપુરુષોના કથા ગ્રન્યોના આધારે તેઓએ કથાઓનું સુંદર આલેખન કરવા માંડ્યું. પરિણામ આજે બધાની સામે શોભી રહ્યું છે. કથાઓના આલેખનમાં ભવભીર હરજીવનદાસભાઈએ ખાસ એક ઈષ્ટિ અ૫નાવી છે કે ક્યાંય પોતાના તરફથી કલ્પના દ્વારા કશું ઉમેરવું નહીં કે ક્યાંય કોઈ દ્વિધામાં પડે એવા સંશયો ઊભા થાય એવું કરવું નહીં. તેથી પ્રાચીન મહાપુરુષોના અનેક ગ્રન્થોમાંથી જ તેઓએ નવનીતની જેમ આ કથાઓની વિગતોનો સંચય કરીને આલેખન કર્યું છે. એ રીતે આ એક સારા સંસ્કારી રસથાળનું નજરાણું ભદ્રસમાજને ભેટ મળશે. વરજીવનદાસભાઈએ પોતાના આ કથાસંગ્રહને વધુ ને વધુ પ્રામાણિક બનાવવા માટે પૂજ્ય પાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરિ મહારાજનાં ચરણોમાં તપાસી આપવા માટે અરજ કરેલી. અને પૂજ્ય શ્રીના આદેશથી તે કામ મારા ફાળે આવ્યું. એટલે જ્યાં કંઈક જૈન શાસનને અનુરૂપ સુધારા-વધારા કરવા જેવું લાગ્યું તેનો સરળ સ્વભાવી લેખકે સ્વીકાર કર્યો છે તે આનંદની વાત છે. ખાસ ધ્યાનમાં રહે કે બાળકોને નજર સમક્ષ રાખીને આ કથાઓનું આલેખન થયું હોવાથી કથામાં આવતી અવાનાર ઘટનાઓના વિસ્તારને અને ગ્રહણ કરી શકાયો નથી. જે જે મુમુક્ષુ જીવો આ કથાઓનું રસપાન કરીને સર્બોધ ગ્રહણ કરશે તેમને લાભ થવા સાથે લેખકની પણ મહેનત સાર્થક થશે એવી અંતરની મંગલ કામના. ભાદરવા સુદિ ૧૫, ર૦૪૮. લિ. જ્યસુંદર વિજ્ય સુરત

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 356