Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
.
સમારોહના પ્રમુખ શ્રી ભંવરલાલ નાહટાએ “જયતિહુઅણુ” સ્તોત્રના લેકના પઠનથી મંગળાચરણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે અભયદેવસૂરિ અને દેવચંદ્રસૂરિ મહારાજ ખંભાતમાં રહ્યા હતા તે ઐતિહાસિક ઘટનાને પણ યાદ કરી હતી. અભિવાદન
ખંભાતના નવ જેટલા જૈન સંઘ અને જુદી જુદી સંસ્થાના મહાનુભાવોએ સમારોહના પ્રમુખ શ્રી ભવરલાલ નાહટા, અતિથિવિશેષે, વિભાગીય બેઠકોના પ્રમુખો તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડિરેકટર શ્રી કાંતિલાલ ડી. કેરાનું પુષ્પહારથી અભિવાદન કર્યું હતું. “જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૧”નું પ્રકાશન
આ ઇટ્ટા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અગાઉના પાંચેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી ચૂંટેલા પ્રતિનિધિરૂપ નિબંધનું એક પુસ્તક “જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૧” તૈયાર કરાવ્યું હતું, જેનું પ્રકાશન શ્રી. ડાહ્યાભાઈ રાવે કર્યું હતું. આ પુસ્તકનું સંપાદન ડે, રમણલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું છે. તત્વજ્ઞાન વિભાગની બેઠક
શનિવાર, તા. ૧૫-૨-૧૯૮૫ના રોજ સવારના ૯-૦૦કલાકે ફાર્મસી કોલેજ, ખંભાતના સભાગૃહમાં પં. દલસુખભાઈ માલવણિયાના પ્રમુખ સ્થાને જૈન તત્વજ્ઞાનની વિભાગીય બેઠક લેવામાં આવી હતી. પ્રારંભમાં જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય શ્રી અમર જરીવાલાએ પં. દલસુખભાઈનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org