Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
છઠ્ઠો જૈન સાહિત્ય સમારેહ
વિકસી છે ત્યારે આવા સમારાહ દ્વારા સાહિત્યનું સર્જન, સૌંરક્ષણુ, સવર્ધન અને પરિશીલન નિયમિત થાય એ જરૂરી છે. અ‘ગ્રેજીમાં સાહિત્ય તૈયાર કરાવવાનું સૂચન
અતિથિવિશેષ શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ જણાવ્યુ' હતુ, કે જૈન સાહિત્ય વ્યાપક અને માઁભયુ છે. આમ છતાં જૈન સાહિ ત્યના ક્ષેત્રે વમાનમાં અપેક્ષિત કાર્ય થયુ' નથી. તેમણે વિશેષમાં ઉમેયુ' હતું કે વિદેશમાં પણ જૈન સાહિત્ય અંગે જિજ્ઞાસા પ્રગટી છે. પરંતુ ભાષાની મુશ્કેલીના કારણે જૈન સાહિત્ય વિદેશી જિજ્ઞાસુ આ સુધી પહેાંચતું નથી એ ખાખતા રંજ વ્યક્ત કરી એમણે અંગ્રેજીમાં જૈન સાહિત્ય તૈયાર કરાવવાનું સૂચન કર્યું " હતું.
સ્વાગત
આધુનિક ખંભાતના ઘડવૈયા શ્રી રણજિતરામ શાસ્ત્રીએ શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ૨૫ વર્ષના વિકાસની ઝાંખી કરાવી હતી. ૮૪ એકર જમીનમાં વિસ્તરેલા આ વિદ્યાસકુલમાં ૧૧ હજાર વિદ્યાથી એ અભ્યાસ કરે છે એમ જણાવી ખંભાતમાં મહાદેવનાં ૧૧૯ મદિરા, માતાનાં ૧૩૧ મદિરા, ૬૮ જિનાલયો અને ૬૭ મસ્જિદ આવેલ છે, એમ એમણે ઉમેર્યુ હતું. આ રીતે ખંભાતના મહિમા દર્શાગ્યા બાદ એમણે સૌનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પરીખે નાગાર્જુન અને નવાંગી ટીકાકાર અભયદેવસૂરિને યાદ કરી ખંભાતને સાહિત્ય અને વિદ્યાના ધામ તરીકે ઓળખાવ્યુ· હતુ.... ઉજવણી સમિતિના મંત્રી શ્રી ભદ્રિકભાઈ કાપડિયાએ આ પ્રસગને ગૌરવભર્યાં લેખાવ્ય હતા. ખભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી બાખુભાઈ શાહે પ્રાસંગિક -વક્તવ્ય રજૂ કર્યુ હતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org