________________
સંપાદકીય
(ગુજરાતી આવૃત્તિ) જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના ભાગ-૧,૨ અને ૪નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. પ્રસ્તુત ભાગ ૬ “જૈન કાવ્ય સાહિત્ય”નો અનુવાદ ડૉ. નગીન શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખક ડો. ગુલાબચંદ્ર ચૌધરી હતા. આ મહાનુભાવનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.
આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન * સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે.
આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
અમદાવાદ તા. ૧૫-૬-૨૦૦૬
નગીન શાહ
રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org