________________
૪ .
- બાપા ! મને સાથે તેડી જશે? - ચાલ, તને પણ પૂજા કરતાં શીખવીશ.
બાપા ! ચાલે ત્યારે હું આવું છું. જો આ અરિહંત ભગવાન્ની પ્રતિમા છે. બાપા! તેમની પૂજા કેમ કરાય ? તે શીખવો.
પહેલાં ન્હાઈને ચોખાં લૂગડાં પહેરવાં, અને ભગવાનની આશાતના ન થાય, તે માટે મોઢાની આસપાસ લૂગડું બાંધવું, પછી પ્રતિમાજીને નવરાવવાં, પછી અંગ લુંટણા કરી નવ અંગે તિલક કરવાં, પછી ફૂલ ચડાવવાં, અને ધૂપ કરે, અને પછી પાટલા ઉપર ચેખાને સાથીઓ કરીને ઉપર ફળ અને નૈવેદ્ય મૂકવાં, અને નવકારવાળી ફેરવવી, તથા સ્તુતિ ભણવી. આ પ્રમાણે પ્રભુની પૂજા કરવી જોઈએ.
બાપા ! હવે મારા જાણવામાં આવ્યું તે પ્રમાણે હું ભગવાનની પૂજા અત્યારેજ કરું છું, અને હવે પછી હમેશાં સવારે એ રીતે પૂજા કરીને પછી જમીશ. . "
*:
સાબેધ આ પ્રમાણે અરિહંત ભગવાનની પૂજા કરવાની વિધિ જાણી - દરેક શ્રાવકના છોકરાએ હમેશાં પ્રભુની પૂજા કરવી જોઈએ.