________________
પાઠ ૧૧ મે.
-
દેવ.
શિષ્યગુરૂજી ! દેવ કોને કહેવાય ?
ગુરૂ–જેનામાં રાગ અને દ્વેષ ન હોય, તે દેવ કહેવાય છે. શિષ્ય–રાગ એટલે શું ?
ગુરૂ—કેઈ ઉપર પ્રીતિ રાખવી તે. શિષ્ય–ઠેષ એટલે શું?
ગુરૂ—કેઈ ઉપર ઇતરાજી રાખવી, તે દ્વેષ કહેવાય છે. દેવમાં કઈ જાતના દોષ હતાજ નથી, પણ તે ચાર અતિશયથી ચુક્ત હોય છે. પહેલા અતિશયથી તેમને કોઈ જાતના સંકટ– દુઃખનડતાં નથી, બીજા અતિશયથી તેમનામાં બધી જાતનું પૂરું જ્ઞાન હોય છે, ત્રીજા અતિશયથી તે ત્રણે જગને પૂજા કરવા યોગ્ય થાય છે, અને ચેથા અતિશયથી તેમનાં વચન બધી ભાષામાં સમજાય છે, અને તે સર્વને હિતકારક લાગે છે.
શિષ્ય–ગુરૂજી ! હવે હું દેવના સ્વરૂપને સમજે, અને તેવા દેવ તે શ્રી અરિહંત દેવજ છે, એમ મને ખાત્રી થઈ.
સારધ. શ્રાવકના દરેક છોકરાએ પિતાના સાચા દેવને ઓળખી તેમની ભક્તિ કરવી જોઈએ.