Book Title: Jain Darshan Mimansa Author(s): Anandghan Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 9
________________ દ્રવ્યાનુયોગ [૯] જગતનું અનાદિપણું અનંત જ્ઞાનરૂપ આદર્શમાં જોયેલું છે તે સત્ય અને નિર્વિવાદ છે. તદનુસાર જૈનદર્શન પણ અનાદિ છે, પરંતુ કાલક્રમે શા વિચ્છેદ જાય છે અને કાલક્રમે ફરીથી તીર્થકરે (વિચ્છેદ ગયેલા જૈનતોના ઉત્પાદક)ના ઉત્પન્ન થવા પછી શાસ્ત્રો પુનઃ પુનઃ પ્રચલિત થાય છે. તે અમુક કાળક્રમ સુધી અસ્તિ ધરાવે છે. અને અનેક પ્રાણીઓ તેનું આલંબન કરી રાજમાર્ગને પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટ સ્થાનને શીધ્ર પ્રાપ્ત કરે છે. જગતમાં પ્રવર્તતું કાળચક્ર દસ કટાકેટિ સાગરોપમના પ્રમાણવાળા દરેક ઉત્સપિણી અને અવસર્પિણરૂપ કાલચક્ર અનુક્રમે કુવાના અરઘટ્ટની માફક ફર્યા કરે છે. તેમાં ઉત્સર્પિણીની શરૂઆતથી તે કાલમાં થતાં પ્રાણીઓના આયુષ્ય, સંધયણ, સ્મૃતિ અને કદ ક્રમશઃ કાલની ગતિ અનુસાર વધતા જાય છે અને અવસર્પિણીમાં પ્રથમ કરતાં ધીમે ધીમે તે સર્વ કાલક્રમે ઘટતા જાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણને રથના ચક્રની માફક છ છ આરાઓ હોય છે તે સર્વનું કાલમાન દસ કેટકેટિ સાગરોપમ થાય છે. આ બંને ઉત્સર્પિણ-અવસર્પિણમાં દરેકમાં ત્રેસઠ મહાપુરૂષ અવશ્ય ઉત્પન્ન થાય છે. તીર્થકર ૨૪, ચક્રવતી ૧૨, વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ ૯, બળદેવ ૯. તેઓ પૈકી તીર્થકર અવશ્ય કર્મોનો વિનાશ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે તે “જિન” કહેવાય છે. તેમણે બતાવે માર્ગ તે જૈન દર્શન છે. જેનાગમને ઉત્પત્તિ પર્યાય – - વર્તમાન અવસર્પિણના ચતુર્થ આરાને પ્રાંતે તેવીશ તીર્થકરે મુક્તિ પામ્યા પછી ચોવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર ઉત્પન્ન થયા. તેઓએ સ્વયમેવ પ્રત્રજ્યા અંગીકાર કરી. જ્ઞાન, ધ્યાન અને તપશ્ચરણ રૂપ પ્રચંડ શસ્ત્રોથી કર્મોને નિમૅલ કરી કૈવલ્ય ઉત્પન્ન કર્યું. ત્યારપછી પિતાના અગ્ર શિષ્ય ગણધર મહારાજ શ્રી ગૌતમસ્વામીને – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91