________________
દ્રવ્યાનુ યોગ
[૩૩] સૂત્રમાં કહ્યું છે કે ન ાહો ત ોો ઢાષ્ટ્રદો ઘaz–“જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લેભને ભ રહેતો નથી, જ્યાં સુધી આત્મામાં સંતોષવૃત્તિનો પ્રાદુર્ભાવ થયેલ નથી ત્યાં સુધી પંદર રૂપિઆના પગારવાળો માણસ સો રૂપીઆની નોકરીના પગારની ઈચ્છા ધરાવતો હોય છે, સો રૂપિઆની મુડીવાળા મનુષ્ય દસ હજારની મુડી એકઠી કરવા પ્રત્નશીલ હોય છે, દશ હજારની મુડીથી અતૃપ્ત પ્રાણી એક લક્ષ પ્રાપ્ત કરવાને, લક્ષાધિપતિ કરોડપતિ થવાને, કરોડપતિ રાજ્યસન પામવાને, રાજા ચક્રવર્તિ બનવાને, અને ચક્રવર્તિ ઈંદ્રવ મેળવવાને–અસંતુષ્ટપણે અભિલાષાઓ નિરંતર કરે છે. ધન પ્રાપ્તિને માટે ઈચ્છાઓ પ્રબળપણે ઉત્પન્ન થતી જાય છે. ગમે તે રીતે ધન પ્રાપ્ત કરવું એજ સાધ્યબિંદુ હોવાથી અનેકશઃ સમુદ્રયાત્રા કરે છે, કૃપણ સ્વામીની પણ આ અર્થાભિલાષિઓ ગુલામી કરે છે, અને છેવટે લેભ રૂપ મહાસાગરમાં ઝબળાઈ મૃત્યુને આધીન બને છે. ઈચ્છાની લગામ જ્યારે છૂટી જાય છે ત્યારે તે આકાશના છેડાની જેમ અંત વગરની બનતી જાય છે. જેમ સરાવલું નીચેથી અડધા ઇંચનું માત્ર હોય છે તે ઉપર જતાં વધતું જાય છે અને બે ઇંચ ઉપર દષ્ટિ કરીએ ત્યાં તે સાત આઠ ઈંચ જેટલું વધી જાય છે, તેમ ઈચ્છા શરૂઆતમાં ઘણી જ પડી હોય છે, પણ તેને જરા પ્રસાર મળતા તે બેવડી ચેવડી આઠગણી કૂદકે ને ભૂસકે વધી જાય છે.
ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાય મોહનીય કે જે આત્માની સાથેના સંબંધમાં નિરંતર શત્રુપણાનું કામ કરી રહેલા છે તેમના સામે મુમુક્ષુ પ્રાણીએ ક્ષમા. મૃદુતા, આર્જવ અને સંતોષવૃત્તિ રૂપ ચાર પડવાળું બખ્તર પહેરી સજ્જ રહેવું જોઈએ. આ કાર્ય માટે ખરેખરા આત્મબળની આવશ્યકતા છે.
હાસ્યાદિ નવ નેકષાય આ ચારે કપાયને સહચારી છે. અર્થાત, કપાયને ઉત્પન્ન થવાના કારણ તરીકે રહેલાં છે. હવે મિથ્યાત્વ મેહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org