Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 39
________________ કવ્યાનુગ [૩૯] વેદનીયકર્મ: આ કર્મ બે પ્રકારે છે. માતા અને અસાતા. સાતાવડે પ્રાણીઓને પૌલિક સુખોને ઉપભોગ પ્રાપ્ત થાય છે. વ્યાધિ, ચિંતા, ઈષ્ટવિયેગ અને અનિષ્ટ સંયોગ, એ અસાતા વેદનીય ઉદય છે. સાતવેદનીયના સુખમાં મગ્ન થઈ પ્રાણીઓ આત્મભાન ભૂલી જાય છે, તેવું ઘણે દરજે બને છે. પરંતુ તેઓ વિચારતા નથી કે તે વાસ્તવિક સુખ નથી, માત્ર આરેપિત સુખ છે. પાછળ અસાતા રહેલી જ છે. સાતાવેદનીય પ્રાપ્ત થયા પછી પૌલિક સુખમાં નિમગ્ન નહિ થતાં આત્મનિરીક્ષણ સદા કરતા રહેવું એ કર્મની મુક્તિને સરલ ઉપાય છે. આ કર્મ તરવારની ધાર ઉપર રહેલા મધ સરખું છે. આયુષ્યકર્મ: આ કર્મ એક બેડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. કર્મને વશ થયેલા જીવરૂપ ગુન્હેગારને નારકી અને તિર્યંચનું આયુષ્ય લેહથી ઘડેલી બેડી તુલ્ય છે અને મનુષ્ય અને દેવતાનું આવ્યુય સુવર્ણથી ઘડેલી બેડી સદશ છે. જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર થયેલા કેદીને તે મુદત પૂરી થયા સિવાય મુક્ત થવાતું નથી તેમ આયુષ્યની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં સંક્રમણ કરી શકતો નથી. દેખવામાં આવે છે કે ઘણા પ્રાણીઓ કે જેઓ વ્યાધિ, ઈષ્ટવિયોગ અને અનિષ્ટ ગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હોવાથી આ સંસારમાં પિતાનું મૃત્યુ જલ્દી થાય એમ ઈરછે છે. પરંતુ તેઓ જલ્દી મરી જતાં નથી. કેમકે આયુષ્યની મર્યાદા તેમની દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હસ્ત થતી નથી, - જ્યારે અનેક પૌલિક સુખમાં એશઆરામ કરનારા પ્રાણીઓ પૂર્વપુણ્ય ગે અખૂટ ધનપ્રાપ્તિ, વહાલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ, આદિ અનેક આરેપિત સુખી સંજોગો પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પિોતે લાંબા આયુષ્યવડે દીર્ધકાલીન સુખ ભોગવે તેવું ઈચ્છે છે. છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91