________________
દિવ્યાનુગ
[૫૧] ખોરાક ખૂટી જવાથી કંઠગત પ્રાણ થયા. તેવા કટોકટીના વખતમાં સામેથી એક ગાય ચાલી આવે છે, તેને જોઈને વિચાર કર્યો કે જે ગૃહસ્થને ત્યાં મને ચાર આંચળવાળી મૂર્તિનું જ્ઞાન થયું હતું તેવા જ પ્રકારનું આ પ્રાણી છે; માટે તૃષા છીપાવવાને માટે આ ગાયને દોહી, દૂધ પી પ્રાણનું રક્ષણ કરું. એમ વિચાર કરીને તુરત જ તેણે તે આંચળો દોહીને દૂધ બહાર કાઢયું. તે પીને તૃપ્ત થયો, અને પોતાના વહાલા પ્રાણને બચાવ્યા. આ દષ્ટાંતને ફલિતાર્થ એ છે કે જિન પ્રતિમા જે કે સામાન્ય દષ્ટિએ જડ દેખાય છે તે પણ તે ભાવજિનની સ્થાપના હોવાથી મિથ્યાત્વવાસિત આત્મામાં પણ વસ્તુ સ્વરૂપનું આરોપણ કરે છે. જિદ્ર પ્રભુ સાક્ષાત કેવા હોય છે તેનું સંપૂર્ણ ભાન કરાવતાં શીખવે છે. પ્રતિમાદ્વારા આત્મામાં પાડેલા શુદ્ધ સંસ્કારે વડે આ સંસાર વમળમાં પણ સાક્ષાત જિનેશ્વર પ્રભુ કઈ ભવમાં જેવામાં આવે તે પૂર્વ સંસ્કારજનિત તેમના ઉપર રુચિ થાય છે અને તેમનું સ્વરૂપ તુરત લક્ષ્યમાં આવી શકે છે. ઘણું પ્રાણીઓને સાક્ષાત જિનેશ્વર પ્રભુના વિદ્યમાનપણમાં પણ રુચિ થયેલી નથી એવું શાસ્ત્રોમાં અનુભવેલું જે આપણે જોયું છે તેનું કારણ પૂર્વજન્મમાં જિતેંદ્ર પ્રતિમા કાં તો તેવાઓએ જોઈ નથી અથવા જે હશે તો તેની અવજ્ઞા કરવાથી તેને સ્વરૂપના સંસ્કારે નિવિડ થયા નથી. દરેકે દરેક સ્થિતિ તપાસતાં દુનિયામાં રૂપી પદાર્થના નિમિત્ત વગર અરૂપી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જે આગમ અથવા શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તેના અક્ષરે રૂસનાઈના પરમાણુવાળા હોવાથી રૂપી છે, પરંતુ અક્ષરેમાં ભાવ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોવાથી દ્રવ્ય, ગુણાદિનું અરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જડ અક્ષરોમાં આવી ઉત્તમ શક્તિ રહેલી છે તો જે પાસે રહેલી આત્મામાં સાક્ષાત (અનંત) અરૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવવાની શકિતવાળી મૂર્તિ કે જે વડે અરૂપી ગુણવાળા જ્ઞાનને સંસ્કાર ઘણું કાળ સુધી ટકી રહે છે તે આત્માનું ઉત્તમત્તમ હિત કરનાર છે, એમ સમજી શકતા નથી તેમને માટે જ્ઞાનાવરણીય કર્મનું પ્રબળ આવરણરૂપ નિમિત્ત છે. એટલું જ કહી આ નિક્ષેપ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org