Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 82
________________ * * * * * * * * * * = = * * * * * * * * * [ ૮૨ ] જૈન દર્શન મીમાંસા કષાય અને ઈદ્રિયથી જીતાયેલે આત્મા તે જ સંસાર છે અને તેમને આત્મા છે ત્યારે પંડિતે તેને મેક્ષ કહે છે.” અત્ર એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સિદ્ધના જીવોને, આ સંસારમાં સુંદર સ્ત્રીઓ સાથે રમણ કરવાથી ઉત્પન્ન થતો આનંદ તેમ જ સ્વાદિષ્ટ અને ઉત્તમ ભેજન આરોગવાથી ઉદ્ભવતા આનંદ નથી જ; તો મુકિત નિવાસ કરતાં અહિં સુખ લાગે છે. ત્યાં ભોગવટા વગરની શૂન્ય અવસ્થા છે. પરંતુ પુગલાનંદી પ્રાણીઓને આ અજ્ઞાનમૂલક પ્રશ્ન છે– એમ કહેવા સાથે સમાધાન કરવામાં આવે છે કે એક પ્રાણુ કટોરામાં રહેલે દુધપાક ગળા સુધી ખાય છે, હવે શું તે વધારે ખાવાની ઈચ્છા કરે તે ખાઈ શકે ખરે કે ? સ્ત્રી સંગને સુખને અંતે વિષય કેવો કટુ લાગે છે ! આ પ્રકારે આ સંસારી પ્રાણીઓને પૂર્વ સંસ્કાર જાનિત અનેક પ્રકારે ખરજ ઉત્પન્ન થાય છે, અને તેને યોગ્ય વા અગ્ય પ્રકારે દૂર કરવાની કોશીશ કરે છે. જે જે પ્રકારની ખરજ ઉદ્દભવે છે તેની શાંતિ પછી તે ખરજને શાંત કરનારી વસ્તુને વ્યાપાર ઝેર જેવો લાગે છે. શરીર ઉપર ખુજલી થાય છે તે વખતે ખરજ પ્રકટે છે; પછી તે ખરજને શાંત કરવાને ખણવાથી કેલ્લાએ ઉપસે છે જેથી તે ખણવાના સુખ કરતાં અનેકગણું દુઃખ ઉત્પન્ન થાય છે. પુદ્ગલિક પદાર્થોથી થતાં સુખની આ સ્થિતિ છે. જે સુખને પરિણામે દુઃખ રહેલું છે તેને શાસ્ત્રકાર “સુખ જ” કહેતા નથી. સિદ્ધના જીવોને સુધા તથા વિષયાદિ ખરજની ઉત્પત્તિનું બીજ દગ્ધ થયેલ હોવાથી તે ખરજની શાંતિના ઉપાય જવાની તેમને જરૂર હોતી નથી. તેઓ ખરેખર સુખમાં રહેલા છે. જ્ઞાનાનંદમાં મગ્ન થઈ એક સમયમાં જગતના સૈકાલિક ભાવોને સામાન્ય-વિશેષ ઉપયોગ પણે જાણ્યા કરે છે. ઉપાધિ રહિત જીવન હેઈ નિરાબાધપણામાં સ્થિત છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ પદાર્થ સંકલના એમનાથી ગુપ્ત નથી. શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે તેથી ઉલટું આ સિદ્ધ જીવોને પુનઃ અવતાર લેવાને અભાવ સ્થાપિત થયેલ છે. કેમકે શ્રી કૃષ્ણ કહે છે કે – , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91