Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 80
________________ [ ૮૦ ]. જૈન દર્શન મીમાંસા વિનય. ગ્લાન પ્રાણીઓની સારવાર કરવી તે વૈયાવચ્ચ, અને જ્ઞાનનું શ્રવણ મનન, અને નિદિધ્યાસન એ સ્વાધ્યાય. આર્ત અને રૌદ્ર ધ્યાનથી રહિત થઈ ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનમાં રમણતા કરવી તે ધ્યાન તપ કહેવાય છે. ધ્યાનને ચાર પ્રકારે આ રીતે છે. આ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન. આ ધ્યાનના ચાર પ્રકાર (1) ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ, રોગ ચિંતા, અને અશોચ (ભાવિભવમાં મને અમુક ઈષ્ટ વસ્તુ મળો એવુ નિયાણું કરવું તે) રોક ધ્યાનના ચાર પ્રકાર (૧) હિસાનુબંધિ (૨) મૃષાનુબંધિ (૩) તેયાનુબંધિ અને (૪) સંરક્ષણનુબંધિ (માલમિલકત સ્ત્રી પુત્રાદિના સંરક્ષણ સંબંધી). ધર્મ ધ્યાન ચાર પ્રકારે (૧) આજ્ઞા વિચય (જિનાજ્ઞાના સ્વરૂપનું ચિંતવન) (૨) અપાય વિચય (કર્મો વડે પ્રાણીઓને થતી પીડાનું ચિતન) (૩) વિપાક વિચય (સુખ દુઃખાદિને કર્મફળ જાણી શક નહીં કરવા સંબંધી વિચારણા) અને (૪) સંસ્થાન વિચય (ચૌદ રાજલે ના સ્વરૂપનું મનન). શુકલ ધ્યાન ચાર પ્રકારે (૧) પૃથર્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ (૪) વ્યસન્નક્રિયા અનિવૃત્તિ. પહેલા બે ભેદ ઉચ્ચ ભૂમિકા ઉપર ચડતા પ્રાણીને આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. તેમાં જગતમાં રહેલા પદાર્થોને ગુણ પર્યા. યનું ચિંતવન છે. બારમે ગુણસ્થાને પ્રસ્તુત ધ્યાનને બીજે ભેદ પૂર્ણ થાય છે. તે પૂર્ણ થયા પછી ધ્યાતા વિશ્રાંતિ પામે છે. ત્યાર પછી તુરત જ અખિલ પ્રાણી પદાર્થોને હસ્તામલકત જણાવનાર કેવળજ્ઞાન થાય છે. અહીંથી ત્રીજે પ્રકાર શરૂ થાય છે. અને આયુષ્યમર્યાદાપૂર્ણ થવાની તૈયારી વખતે સૂમ મન, વચન, અને કાયવ્યાપારને રેપ કરતી વેળાએ ત્રીજો પ્રકાર પૂર્ણ થઈ ચતુર્થ પ્રકાર શરૂ થાય છે. પૂર્ણ કર્યા પછી રૂટુ–પંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલા સમયમાં નિર્વાણપદ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91