Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 78
________________ [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા वय समणधम्म संजम वेयावच्चेच बंभगुत्तिसु । नाणाइतियं तवकाह निग्गहाइइ चरणमेयं ।। पिंड विसोही समिइ भावण पडिमाय इंदियनिरोहो । पडिलहेणगुत्ति अभिग्गहंचेव कहणंतु ।। ૫ મહાવ્રત, ૧૦ શ્રમણ ધર્મ, ૧૭ સંયમ પ્રકારે, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય, ૩ જ્ઞાનાદિત્રિક, ૧૨ તપ અને ધાદિ ૪ કપાયને નિગ્રહ તથા, ૪ પિંડ વિશુધ્ધિ, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઈદ્રિય નિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ. આ રીતે અનુક્રમે સીત્તેર સીર પ્રકારે છે. આ સર્વને વિસ્તાર અસંખ્ય પ્રકારે શાસ્ત્રોમાં વર્ણન કરાયેલે છે. કાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં ચરણકરણાનુ રૂપ સંયમના સ્થાનકે છે. આત્માના અધ્યવસાયને આશ્રીને તરતમતાએ આ અસંખ્ય ભેદો હોઈ શકે છે. એક જૈન ગૃહસ્થ જે તે પિતાના અધિકારને આશ્રીને ગ્રહણ કરેલા દ્વાદશત્રતનું પાલન કરતો હોય છે, તે દુરાચરણથી ભય પામતા હોવાને લીધે તેમ જ સદાચારમાં ક્ષણમાત્ર પણ અપ્રમાદી હોવાને અંગે તે કદી કોઈના ગુનાહમાં આવી શકતો નથી, તે પંચમહાવ્રતને ધારણ કરનાર સગુરૂઓની તે તેવી સ્થિતિ કયાંથી હોય? જૈન દર્શનના ચારિત્રનું બંધારણ એવું સુદ્રઢ અને બળવત્તર છે કે ચિરસંસ્કારી પ્રાણીઓ જ તેમાં રહી શકે. સાધુજનને પ્રાણાતિપાતાદિ પંચ અવ્રતોથી સર્વ પ્રકારે વિરમવાનું છે. વ્રત લીધા વગર અજ્ઞાનપણે પ્રાણુઓને તે તે પ્રકારના પાપમાર્ગો ખુલ્લા ઠારવાળા હોવાથી કર્મ પ્રવાહના પ્રવાહો આવતા અટકી શકતા નથી. તેથી શ્રીમદ્દ યશોવિજયજીએ કહ્યું છે કે – અવિરતિ લગે એકૅક્રિયા રે, પાપ સ્થાન અઢાર; લાગે પાંચેહી ક્રિયારે, પંચમ અંગે વિચારે છે. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91