________________
[ ૯૦ ]
જૈન દર્શન સીમાંસા
કથાનુયાગ વાંચવા અને સાંભળવામાં જૈનને મેટ ભાગ ઉદ્યમી રહેલે છે. કથાએ એ ઘણી જ સરળતાથી ગ્રાહ્ય હાવાથી અને શ્રેતાએના હૃદયમાં રસપૂર્ણ ચિત્રો આલેખન કરતી હોવાથી પ્રાકૃતજને ધણા જ રસથી વાંચે છે. પરંતુ આ કથાઓ વડે ઉત્તમ ચારિત્ર બંધાય છે—એ ઘણા જ થાડા વિરલ મનુષ્યો સમજે છે. કથામાં આનંદ માની તે સાંભળી બેસી રહેવાનું નથી, પરંતુ તેના ગુણદોષની પરીક્ષા કરી આત્માની સાથે તેાલન કરવાની આવશ્યકતા છે
*
ચકરણાનુયાગ એ પૂર્વના ત્રણ અનુયાગેનું રહસ્ય છે. ત્રણ અનુયોગરૂપ ત્રિપુટીમાંથી આને જન્મ થાય છે—અર્થાત્ દ્રવ્યાનુયોગ વગેરેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ત્યારે જ સાર્થક છે કે જ્યારે પ્રાણીને તે ચરણકરણાનુયોગમાં પ્રવૃત્તિશીલ કરે. કેટલાક કહેવાતા અધ્યાત્મી ગૃહસ્થલિંગમાં આરંભ સમારભમાં પ્રવૃત્ત હાવા છતાં પેાતાને જ્ઞાનગરિષ્ટ માની ગૃહસ્થને ચાગ્ય આચારથી પણ શિથિલ થઈ અલક્ષ્ય ભક્ષણ કરતાં અચકાતા નથી, તેમ જ નિશ્ચય નય ૫ શાસ્ત્રવચાને પેાતાની માન્યતા મુજબ એકાંતપણે અંગીકાર કરી જનસમૂહમાં પેાતાને સમાન્ય કહેવરાવે છે. અન્ય દર્શનસ્થિત મનુષ્યો જેમ એકાંતવાદી હોવાથી શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, તેમ જૈન દર્શનસ્થિત આ મનુષ્યો પણ એકાંતગ્રાહી હોવાથી શુદ્ધ સ્વરૂપથી વેગળા જ છે—એમ શાસ્ત્ર પુરવાર કરી આપે છે. ચરણકરણાનુયોગના વિષયને અંગે કહેવામાં આવેલુ છે કે આ અનુયોગ એ જૈન દર્શનનું હૃદય છે. આ હૃદય વગર પુરૂષાર્થહીન જીવનની પેઠે, દ્રવ્યાનુયોગ કે જેમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનને ખજાને છે તે વન્ધ્યા સુત શેખર તુલ્ય છે. કાઈપણ સંપ્રદાયની નિંદા કરવી એ પેાતાના આત્માને કમ્ભાર વડે ભરવા તુલ્ય છે, પરંતુ પેાતાનાથી બને તેટલી શક્તિ વડે અન્ય સિદ્ધાંતાની તુલના જૈન સિદ્ધાંતા સાથે કરી ગુણદોષરૂપ ત્રાજવા વડે તાળી ઉપાદેય વૃત્તિ પ્રાપ્ત કરવી જોઇએ; જેથી સ્વસ્થિતિથી ચુત નહીં થતાં પરને માટે આશાજનક ઉપકાર ઉદ્ભવે છે. મતહિષ્ણુતા આ જમાનામાં રાખવાની અનિવાર્ય આવ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International