Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249566/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા षड्दर्शन जिन अंग भणी जे, न्यास षडंग जो साधेरे, नमि जिनवरना चरणोपासक, षड्दर्शन आराधेरे; जन जिनेश्वर वर उत्तम अंग, अंतरंग बहिरंगेरे, अक्षर न्यासधर। आराधक, आराधे धरी संगेरे. -શ્રી મદ્ આનંદઘનજી ૧ દ્રવ્યાનુયોગ આત્માનંદ પ્રકાશ પુસ્તક આમાના નવીન વર્ષના દ્વિતીય અંકથી આપની સમક્ષ જૈન દર્શનને વિષય રજૂ થાય છે. મુખપૃષ્ઠ ઉપર ટકેલા કાવ્ય દયથી સામાન્ય રીતે જણાશે કે દુનિયામાં મુખ્યત્વે કરીને પ્રવર્તતા વદર્શને જિનેશ્વર પ્રભુરૂ૫ પુરુષના માત્ર અંગે પાંગે છે. તેમાં જૈન દર્શન એ તેનું ઉત્તમાંગ (મસ્તક) છે. અને બીજું દર્શને અન્ય અંગ છે, જે આગળ ઉપર ફુટ થશે. જૈન દર્શનનું જ્ઞાન અગાધ અને નિરતિશય છે, જેનું વિવેચન મહા સમર્થ તત્વવેત્તાઓ મુખદ્વારા સંપૂર્ણપણે કરી શકવાને સમર્થ નથી. માત્ર કેવળજ્ઞાનીઓને જ અનુભવગમ્ય છે. જેમ કેવળજ્ઞાન અનંત છે તેમ જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ પણ અનંત છે. સર્વનનું સંપૂર્ણ રીતે જ્ઞાન આપનાર Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા જૈન દર્શન છે. જ્યારે અમુક નું અપૂર્ણ રીતે જ્ઞાન આપનાર અન્ય દર્શને અને તેની શાખાઓ છે. જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ અનંત છે, તેથી વચનદ્વારા અથવા શાસ્ત્રદ્વારા જે કાંઈ ઉચ્ચારાય અથવા લખવામાં આવે તે માત્ર અનંત વિભાગમાંથી દેહનરૂપે એકાદ સંખ્યાવાળો વિભાગ છે. જૈન દર્શનનું સ્વરૂપ અત્યંત ગહન છે. સામાન્ય બુદ્ધિથી સમજી શકાય તેવું નથી. અનેક નય-નિક્ષેપરૂપ ખડકેમાંથી પસાર થવું પડે છે. તે દરમિયાન અનાદિકાળથી ઉન્માર્ગ પ્રતિ ખેંચાતી આત્મવૃત્તિઓને બહુ જ સાવધાન રહેવું પડે છે. તેમ ન થાય તો તે ખડકાથી મનનીક હજાર કકડાઓમાં વહેંચાઈ જાય છે, અને પિતાના ઉપર આરૂઢ થયેલા આત્માને ભવસમુદ્રમાં નિરાધાર કરી મૂકે છે. જૈન દર્શનમાં શીલ સમીને દિવસે વાસી અન્ન આરોગવાનો ઉપદેશ નથી. અન્ય શાસ્ત્રની જેમ ઢંગધડા વગરની હકીકતો તેમાં દર્શાવાયેલી નથી; તેમ જ ચૈતન્યની અન્ય વ્યક્તિથી ઉત્પત્તિ ભાની ચૈતન્યનું પરાધીનપણું જેના દર્શન બતાવતું નથી, પરંતુ આત્માની પરાધીન અવસ્થા કેવી રીતે સ્વાધીન થઈ શકે, વાસ્તવિક હિંસા અને અહિંસાનું સ્વરૂપ શું છે ? આત્માને ઉત્ક્રાંતિક્રમ કેવી રીતે હેઈ શકે? જ્ઞાન અને વિરતિનું શું કાર્ય છે? વગેરે અત્યંત સૂક્ષ્મ હકીકતનું તેમાં દિગદશન છે. જૈન દર્શન એ સ્વર્ગાપવર્ગની મજબૂત નિસરણી છે, પદર્શનરૂપ પશુઓને ચરવાની વાટિકા છે, ભવસમુદ્ર તરવાને ઉત્તમ પ્રવાહણ છે, મુક્તિપુરી પ્રાપ્ત કરવાનું મૂળસ્થાન–રાજમાર્ગ છે. નિશ્ચય વ્યવહાર૩૫ બે ચક્ર અને અઢાર હજાર શિલાંગરૂપ આરાવાળો રથ છે, આમિક સુખને કરે છે. અને જ્ઞાનાદિ રનોથી પરિપૂર્ણ મહાસાગર છે. જૈન દર્શનને આ સર્વ ઉપમાઓ ઘટી શકે છે અને તે યોગ્ય છે એ ત્યારે જ જણાશે કે જ્યારે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે. સ્વાભાવિક રીતે મિક્ષ કે જે ઉચ્ચતમ સ્થિતિ છે, તે પ્રાપ્ત કરાવનાર સાધન પણ ઉચ્ચતમ હોવું જ જોઈએ. કેમકે “જેવું કારણ સંગીન તેવું કાર્ય સંગીન ” એ ઉત્તમ ન્યાયનીતિ જગતમાં પ્રચલિત Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ છે, તેથી જૈન દર્શનના ઉત્તમ સ્વરૂપને જાણ્યા વગર અને તે મુજબ વર્તન કર્યા વગર મેક્ષરૂપ કાર્ય સંપન્ન થવાય નહિ. આ સમયે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે કે અન્ય દર્શનેનું પાલન કરતાં અનેક આત્માએને સિદ્ધિ પદ પ્રાપ્ત થયેલું છે, જેમકે વલ્કલચીરી; પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ તપાસતાં જણાશે કે સિદ્ધના દેશમાં અન્યલિગ સિદ્ધ છે, પરંતુ અન્ય તત્ત્વસિદ્ધ નથી. આ રીતે જૈનદર્શનનુકૂળ તત્તવોની પાલના વગર મુક્તિસુખ નથી–એમ જ્ઞાની પુકારીને કહે છે, તે વિચારતાં સત્ય છે એમ જણાશે. જૈન દર્શન પર તેનું સ્વરૂપ જણાવતાં અત્યંત ખલના પામવાને ભય છે, કેમકે તેનું સ્વરૂપ સામાન્ય બુદ્ધિગોચર નથી. સૂક્ષ્મ સ્વરૂપ સમજવાને માટે બુદ્ધિને સૂમ અને તીક્ષણ કરવી જોઈએ. આમ હોઈને સૂક્ષ્મ સ્વરૂપને ગીતાર્થગમ્ય મૂકી શાસ્ત્રાનુસાર આપની સમક્ષ જૈન દર્શનનું સ્થૂલ સ્વરૂપે રજૂ કરું છું. દન” શબ્દના અર્થ:| દર્શન શબ્દના અનેક અર્થ છે. (૧) દર્શન એટલે દેખવું તે. ચક્ષુ બે પ્રકારની છે. ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુ. કેવળજ્ઞાન પામ્યા વગર માત્ર નેત્રંદ્રિયથી જે જે પદાર્થોનું ગ્રહણ થાય છે તે ચર્મચક્ષુગોચર કહેવાય છે, અને કેવલ્ય પામ્યા પછી જે દષ્ટિથી પદાર્થો દેખાય છે તે દિવ્ય ચક્ષુને વિષય છે. (૨) દર્શન એટલે સામાન્ય ઉપયોગ. આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર મુખ્ય છે. વસ્તુપદાર્થને વિશેષ ઉપગ તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ તે દર્શન. છક્વસ્થ પ્રાણીઓને પહેલાં સામાન્ય ઉપયોગ અને પછી વિશેષ ઉપયોગ થાય છે. જેમ એક અપરિચિત ઓરડામાં પેસનાર મનુષ્યને આ છબી જેવું કાંઈક છે એવું પહેલાં ભાન થાય છે, પરંતુ વિચારતાં પછીથી આ ગૌતમસ્વામીની છબી છે, તેઓ શ્રી વીર પરમાત્માના ગણધર હતા-વગેરે વગેરે તે છબીનું વિશેષ જ્ઞાન થાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [૪] જૈન દર્શન મીમાંસા કેવલજ્ઞાનીઓને પ્રથમ વિશેષ ઉપયોગ અને પછી સામાન્ય ઉપયોગ થાય છે. જેમ એક હાથની પાંચ આંગળીઓનું જુદું જુદું જ્ઞાન થવા પછી એક પિચાપે સમગ્ર જ્ઞાન થાય છે, તે પ્રમાણે કેવળજ્ઞાનીએને જગતના સ્વરૂપનું જુદું જુદું જ્ઞાન પહેલે સમયે થયા પછી બીજે સમયે સમગ્ર (Whole) સામુદાયિક સ્વરૂપે–તેમને સામાન્ય ઉપયોગ થાય છે. (૩) દર્શન એટલે સમ્યફ તરવાથબાને ચાટવ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ અડગ શ્રદ્ધા અને નિશ્ચયથી તોના જાણપણાથી ઉત્પન્ન થયેલી રુચિ–શુદ્ધ આત્મસ્વરૂપને તત્ત્વશ્રદ્ધાનરૂપે અનુભવ કરવો તે સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યકૂવને મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવાને બીજતુલ્ય ગણેલું છે. જેમ બીજના આરોપણ પછી તેને યોગ્ય રીતે સિચન કરવાથી કાળની પરિપકવતા પછી વૃક્ષ ઉત્પન્ન થઈ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યફવરૂપ બીજને જ્ઞાન અને વૈરાગ્યરૂપ પાણીથી સિંચન કરવાથી ચારિત્ર રૂપ વૃક્ષ ઊગી નીકળે છે, અને ઉદ્યમાદિ પાંચ કારણોની સાનુકૂળ સહાયથી મોક્ષરૂપ ફળ ઉત્પન્ન થાય છે. સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓને આત્મા વસ્તુતઃ શુદ્ધ અને નિર્મળ છે પરંતુ અષ્ટકરૂપ આઠ પડેથી તેનું સ્વરૂપ આચ્છાદિત થઈ ગયેલું છે. તે અષ્ટકર્મો પૈકી દર્શન મેહનીય કર્મના ક્ષય–ઉપશમ થવાથી આમાને પિતાની વસ્તુતઃ ઓળખાણ થાય છે. એટલે પછી સમ્યકૃત્વ ગુણને આત્મામાં આવિર્ભાવ થાય છે–તે દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ અને દર્શનમેહનીયમાં બહુ તફાવત છે. દર્શનવરણીય કર્મ પાંચ ઈદ્રિયથી પ્રાપ્ત થતા જાણપણામાં ખલેલ પહોંચાડે છે. જેમ એક મનુષ્ય અંધ છે તે દર્શનાવરણીય કર્મના ઉદયને અંગે છે, પરંતુ દર્શનમેહનીય કર્મ તે તત્વને કુતત્ત્વ અને શુદ્ધ ગુણને વિગુણ મનાવે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ ઇદ્રિયગોચર જ્ઞાનનું નિરાધક હોઈ જેટલા પૂરતે વિપાક ઉત્પન્ન કરે છે તે કરતાં અનેક ગુણો વધારે વિપાક દર્શનમોહનીય કર્મ કે જે ખૂદ આત્માના ગુણને આવરણ કરનાર છે તે ઉદ્ભવાવે છે. (૪) દર્શન એટલે ધર્મ એવો www Page #5 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૫] અર્થ પ્રચલિત છે. જૈન દર્શન સિવાયના દુનિયામાં મુખ્યત્વે કરીને પાંચ દર્શને છે. તેઓ ધર્મ એવા નામથી ઓળખાય છે. તેવી જ રીતે જૈનદર્શનને જૈનધર્મ તરીકે આપણે ઓળખીશું. ધર્મની વ્યાખ્યા :નીતિકાર કહે છે કે— आहारनिद्राभयमैथुनं च । सामान्यमेतत्पशुभिर्नराणाम ।। ધ હિ તેષામધો વિશેષ: !. धर्मेण हीनाः पशुभिः समाना: ॥ આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર વસ્તુઓ પશુઓ અને મનુષ્ય બંનેને હોય છે, છતાં મનુષ્યોને પશુઓ કરતાં “ધર્મ' નામની વસ્તુ વધારે પ્રાપ્ત થયેલી છે. ધર્મ વગરના મનુષ્યમાં અને પશમાં અભેદભાવ છે. આ ઉપરથી સ્વતઃ સિદ્ધ છે કે ધર્મ વગરને મનુષ્ય શીંગડા અને પૂછડા વગરને પશુ જ છે. આ મનુષ્ય પંકિયની પરિપૂર્ણતાયુક્ત અને પશું કરતાં બુદ્ધિબળ વધારે હોવા છતાં ધર્મરહિત હોઈને આત્માનું કોઈ પણ સાર્થક નહીં કરતાં “અજાગલસ્તન જન્મની પેઠે મનુષ્યજન્મને નિરર્થક ગુમાવી દે છે. ચિંતામણિ રત્નના ગુમાવનારની પેઠે તે મનુષ્યજન્મ પુનઃ પ્રાપ્ત કરવાની ઘણું જ દુર્લભતા હોવાથી પશ્ચાત્તાપનું પાત્ર થઈ પડે છે. મનુષ્ય જન્મની દુર્લભતા માટે નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે. यः प्राप्य दुःप्राप्यमिदं नरत्वं । धर्म न यत्नेन करोति मूढः ॥ कलेशप्रबंधेन सलब्धमब्धौ । વિતાન િવાતથતિ પ્રમાદાત (સિદર પ્રકર) Page #6 -------------------------------------------------------------------------- ________________ [૬] જૈન દર્શન મીમાંસા - દરેક મનુષ્યને ધર્મની જરૂર છે, એ આ ઉપરથી સ્વત: સિદ્ધ છે. તે ધર્મને શબ્દાર્થ શું છે, ફલિતાર્થ શું છે, ધર્મથી આત્માની ઉત્ક્રાંતિને કેવી અસર થાય છે, ધર્મને નામે ધર્માભાસો પ્રચલિત હોવાથી શુદ્ધ ધર્મનાં તની ઓળખાણ કરતાં પ્રાણુઓને કેવી ગુંચવણ આવી પડે છે, શુદ્ધ ધર્મનું બાહ્ય અને આંતરરૂપ કેવું હોય છે, તે સ્વરૂપના જ્ઞાનથી આભા પિતાને કેવી સુંદર રીતે ઓળખી શકે છે અને ત્યારપછી તદનુકૂળ આચરણ કરવાથી કેવી રીતે સહજમાં ભવભ્રમણ ટળી જાય છે-વગેરે હકીકત હવે પછી આપની રામક્ષ રજૂ થશે. યોગશાસ્ત્રકાર શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી કહે છે કે : दुर्गतिं च प्रपत्प्राणिधारणाद्धर्म उच्यते । દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખે (ઉચ્ચ ગતિમાં લઈ જવા પ્રયત્ન કરે) તે ધર્મ કહેવાય છે. દુનિયામાં પ્રચલિત થયેલા પાંચ દર્શને એમ જ કહે છે કે એમએ સ્વીકારેલાં તો, સિદ્ધાંત અને ક્રિયાકાંડેને અમે ધર્મ કહીએ છીએ. અમે જે જે ફરમાનેનું પાલન કરીએ છીએ તે તે શુદ્ધ ધર્મથી ઉભવેલાં છે અને અમારી માન્યતા પ્રમાણે તે તો અને ક્રિયાકાંડ અમારા આત્માની મુક્તિને માટે થશે, જ્યારે છઠું જૈન દર્શન પણ તેમ જ કહે છે પાંચ દર્શનનાં નામ આ પ્રમાણે છે– (૧) બૌદ્ધ (૨) સાંખ્ય, (૩) વૈયાયિક, (૪) મીમાંસક, (૫) ચાર્વાક. આ પાંચ દર્શનેની સરખામણી જૈન દર્શન સાથે કરવાને મુખ્ય ઉદ્દેશ આ લેખનો નથી પરંતુ મુખ્યત્વે કરીને જૈનદર્શનનાં તો સંક્ષિપ્ત રીતે દર્શાવવાનો હેતુ છે. તે પણ આ પ્રસંગે એટલું કહેવું જરૂરનું છે કે પૂર્વોકત નામથી પ્રચલિત દર્શને એ જિનેશ્વર પ્રભુ રૂ૫ પુરુષનાં અંગે છે અથવા જિનેશ્વરરૂપ હરતીને પગ, સુંઢાદિ અવયવો Page #7 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [ 9 ] છે. પાંચ દના પૈકી દરેકે અધહસ્તી ન્યાયાનુસાર સ્વનને, અવયવ હેવા છતાં આખા શરીર તરીકે ગણના કરેલી છે. આ પાંચ દ'નામાંથી અજ્ઞાનવાદી, ક્રિયાવાદી અક્રિયાવાદી, વિનયવાદી, સ્વતાનિત્ય, પરત નિત્ય-વગેરે વગેરે અવયવાને પુષ્કળ સંખ્યામાં પ્રાદુર્ભાવ થયેલે છે. * આ સ જૈનેતર દર્શના અને તેના અંશના વસ્તુને અમુક અંશ સત્યપણે સ્વીકારે છે અને સાથે જ અન્ય અશાતા અસ્વીકાર કરે છે. અમુક અમુક નયનું અવલંબન કરી અન્ય નયાને દૂર મૂકે છે. આમ હોવાથી જેટલા વચનના વિભાગા પડે છે તેટલા નય થઈ શકે છે અને જેટલા નય થઈ શકે તેટલા દર્શનનું અસ્તિત્વ હોઇ શકે. અજ્ઞાનવાદી વગેરેના વિસ્તારપૂર્વક ત્રણસે વેસડ ભેદ થાય છે, આથી આગળ વધીને અસ ંખ્ય ભેદો થાય છે. આ રીતે અનેક ભેદોથી ભરપૂર જુદાં જુદાં દર્શોને છે, પરંતુ મુખ્યત્વે કરીને પાંચ દનામાં જૈનેતર દર્શીનાના સમાવેશ કરવામાં આવેલા છે. જૈનદન જિનેશ્વર પ્રભુના મસ્તકને સ્થાને છે. તે હોય તે જ વિચારશ્રેણુ ઉત્પન્ન થઈ અન્ય અવયવેાનુ નિયામક બની તેમને જીવન આપે છે અને તેમને ચેાગ્ય ગતિમાં વહન કરાવે છે. જૈનદનનું જેમને સંપૂર્ણ જ્ઞાન છે તે અન્ય દાના સ્વરૂપને બરાબર છણી શકે છે. જૈનદનરૂપ પર્યંતના ભવ્ય શિખર ઉપર ચડેલા પ્રાણી અધ:સ્થિત અન્યદર્શીનેાનું બારીકીથી અવલોકન કરી શકે છે. જૈનદર્શનરૂપ હાજમાંથી અન્ય નલિકાઓને પાણી મળી શકે છે પરંતુ તેથી નલિકાને હાજના ઉપનામથી અંકિત કરી શકાય નહિ. હેાજમાં પાણીને જથ્થા અનલ છે ત્યારે નલિકામાં તેણે જે પ્રાપ્ત કરેલા હોય તેટલા જ પ્રમાણમાં છે આમ હેને આપણે પણ જૈન દર્શનના ' દ્રવ્યાનુયોગ 'તું સ્થૂલ સ્વરૂપ નિરૂપણુ કરી જૈન દર્શનનું અન્ય દનાનાં મુખ્ય મુખ્ય તત્ત્વ સાથે કેટલા પૂરતું ભિન્ન ભિન્નપણું છે તે ઉપર જરા પર્યાલાચના કરીશું. પ્રસ્તુત રીતે જૈન દર્શીનની હકીકત રજૂ કરવામાં આવે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૮] જૈન દર્શન મીમાંસા જૈન દર્શન અનાદિ છે! જૈન દર્શનના પ્રેરક પોતે સર્વજ્ઞ હોવાથી અને રાગદ્વેષરૂપ મહાદૂષણ રહિત હોવાથી તેમનું ગુંથન કરેલું તત્વજ્ઞાન, કષ, છેદ અને તાપથી સુવર્ણની જેમ શુદ્ધ હોય છે. જીવ અને અજીવના સ્વરૂપની સૂક્ષ્મતા એટલા બધા પ્રમાણમાં અને બારીક અવલેકનપૂર્વક દર્શાવેલી છે કે તેને માટે માત્ર અનુમાનથી જ આપણે જોઈ શકીએ છીએ કે સર્વજ્ઞ અથવા અનંત જ્ઞાનવાન સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિનો આવા પ્રકારની સૂક્ષ્મતમ હકીક્તનું ખ્યાન દર્શાવવાનો વિષય નથી. હવે બતાવાશે તેવું વિશ્વાંતર્ગત ગૂઢ સ્વરૂપ અન્ય દર્શનેનાં શાસ્ત્રોમાં તપાસ કરતાં ઉંડામાં ઊંડા તળિયા સુધી પણ દષ્ટિગોચર થતું નથી. જૈનદર્શન કયાંથી શરૂ થયો એવી તેની આદિ છે જ નહિ, તે અનાદિ છે. વિશ્વમાં રહેલી વસ્તુ માત્ર અનાદિ છે, માત્ર રૂપાતંર પામ્યા કરે છે, તો જૈનદર્શન પણ અનાદિ હોય તેમાં અસંભવિત જેવું કાંઈ નથી. જગતના વિદ્યમાન પણની સાથે તદંતર્ગત સર્વ પ્રાણી પદાર્થોનું વિદ્યમાનપણું હોવું જ જોઈએ. જગતનું આદિપણું માનવાથી જગતકર્તા તરીકેની કોઈની કલ્પના કરવી પડશે. અને તે જગતકર્તાને પણ કોઈ બનાવનાર હોવો જોઈએ, જગકર્તા શરીરધારી હોવો જોઈએ. કેમકે આ દશ્યમાન જગત રૂપી દેખાય છે તે શરીરધારી (રૂપધારી) વ્યક્તિથી જ જગત અસ્તિત્વમાં આવી શકે. જગતની ઉત્પત્તિના ઉપાદાન કારણરૂપ સાધને ક્યાંથી આવ્યાં અને કઈ રીતે પ્રયોગમાં મુકાણાં, કર્તાને જગતની ઉત્પત્તિ અને લયરૂપ પ્રજનથી લાભાલાભ શું છે-વગેરે વગેરે બાબતને ગંભીર વિચાર કરીએ છીએ ત્યારે અનેક અવ્યવસ્થિતપણુના દે આવી જાય છે, તો જગતર્તા તરીકે કઈ બનાવનારની કલ્પના ઊભી કરવા કરતાં અથવા જગતકર્તાને અનાદિસ્થિત માનવા કરતાં જગત અનાદિ છે–એ વિચાર શા માટે વાસ્તવિક નથી ? જગતના કોઈપણ પદાર્થની આદિ માનીએ તે માત્ર પર્યાયરૂપે (રૂપાંતર પણે) સાદિસાતપણું છે, આથી સર્વોએ Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૯] જગતનું અનાદિપણું અનંત જ્ઞાનરૂપ આદર્શમાં જોયેલું છે તે સત્ય અને નિર્વિવાદ છે. તદનુસાર જૈનદર્શન પણ અનાદિ છે, પરંતુ કાલક્રમે શા વિચ્છેદ જાય છે અને કાલક્રમે ફરીથી તીર્થકરે (વિચ્છેદ ગયેલા જૈનતોના ઉત્પાદક)ના ઉત્પન્ન થવા પછી શાસ્ત્રો પુનઃ પુનઃ પ્રચલિત થાય છે. તે અમુક કાળક્રમ સુધી અસ્તિ ધરાવે છે. અને અનેક પ્રાણીઓ તેનું આલંબન કરી રાજમાર્ગને પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટ સ્થાનને શીધ્ર પ્રાપ્ત કરે છે. જગતમાં પ્રવર્તતું કાળચક્ર દસ કટાકેટિ સાગરોપમના પ્રમાણવાળા દરેક ઉત્સપિણી અને અવસર્પિણરૂપ કાલચક્ર અનુક્રમે કુવાના અરઘટ્ટની માફક ફર્યા કરે છે. તેમાં ઉત્સર્પિણીની શરૂઆતથી તે કાલમાં થતાં પ્રાણીઓના આયુષ્ય, સંધયણ, સ્મૃતિ અને કદ ક્રમશઃ કાલની ગતિ અનુસાર વધતા જાય છે અને અવસર્પિણીમાં પ્રથમ કરતાં ધીમે ધીમે તે સર્વ કાલક્રમે ઘટતા જાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણને રથના ચક્રની માફક છ છ આરાઓ હોય છે તે સર્વનું કાલમાન દસ કેટકેટિ સાગરોપમ થાય છે. આ બંને ઉત્સર્પિણ-અવસર્પિણમાં દરેકમાં ત્રેસઠ મહાપુરૂષ અવશ્ય ઉત્પન્ન થાય છે. તીર્થકર ૨૪, ચક્રવતી ૧૨, વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ ૯, બળદેવ ૯. તેઓ પૈકી તીર્થકર અવશ્ય કર્મોનો વિનાશ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે તે “જિન” કહેવાય છે. તેમણે બતાવે માર્ગ તે જૈન દર્શન છે. જેનાગમને ઉત્પત્તિ પર્યાય – - વર્તમાન અવસર્પિણના ચતુર્થ આરાને પ્રાંતે તેવીશ તીર્થકરે મુક્તિ પામ્યા પછી ચોવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર ઉત્પન્ન થયા. તેઓએ સ્વયમેવ પ્રત્રજ્યા અંગીકાર કરી. જ્ઞાન, ધ્યાન અને તપશ્ચરણ રૂપ પ્રચંડ શસ્ત્રોથી કર્મોને નિમૅલ કરી કૈવલ્ય ઉત્પન્ન કર્યું. ત્યારપછી પિતાના અગ્ર શિષ્ય ગણધર મહારાજ શ્રી ગૌતમસ્વામીને – Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] * જૈન દર્શન મીમાંસા ઉપર વા! વાર વા! પૂવેરૂ વા ! (રૂપાયશ્રૌથયુ 7) –આ ત્રણે પદ સંભળાવ્યા. તે સાથે ઉચ્ચ પ્રૌઢ સ્વરવડે નિવેદન કર્યું કે આ જગતમાં સર્વ પદાર્થોની પ્રથમ સમયે ઉત્પત્તિ છે, બીજે સમયે નાશ છે; પરંતુ એ બંને સમયમાં પદાર્થોને ઉત્પત્તિ અને નાશ દેખાવા છતાં વસ્તુતઃ સત્તાએ પદાર્થ બદલાતો નથી. આ ત્રણ પદે જગતના વ્યવહાર માત્રને અવકાશ આપનારા, તીર્થકરરૂપ બ્રહ્માના મુખમાંથી ઉતપન્ન થયેલા ત્રણે ભાવભુવન હોય એવું અંતમુખ વૃત્તિએ અવેલેકતાં ભાસે છે. ગણધર મહારાજાને આ ત્રણે પદો સાંભળતાં જ્ઞાનાવરણીય કર્મ ઘણે અંશે ક્ષય થયેલું હોવાથી જગતના સર્વ પદાર્થોનું વસ્તુતઃ જ્ઞાન (સંપૂર્ણ શ્રુતજ્ઞાન) પ્રકટ થયું, તે દ્વારા શાસ્ત્રરૂપે તત્ત્વજ્ઞાન અને તેના સાધનરૂપ ક્રિયાકાંડમય બાર અંગની સંકલના કરી. તે દ્વાદશાંગીના નામ નીચે પ્રમાણે ૧ આચારાંગ. ૨ સૂત્રકૃતાંગ. ૩ સ્થાનાંગ. ૪ સમવાયાંગ. ૫ ભગવતી. ૬ જ્ઞાતાધર્મકથાંગ. ૭ ઉપાસકદશાંગ. ૮ અંતઃકૃતદશાંગ. ૯ અનુત્તરપપાતિક. ૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર. ૧૧ વિપાકસૂત્ર. અને ૧૨ દષ્ટિવાદ આ બાર અંગેનું જ્ઞાન તેમના પછીના શિષ્યને મુખપાઠ કંઠસ્થ હતું. ધીમે ધીમે કાલ શાત સ્મૃતિવંસ થવા માંડ્યો, તેવું જોઈને વોરાત નવસે એંશી વર્ષ પછી શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે અગીઆર અંગ અને બારમા અંગને અમુક વિભાગ પુસ્તકારૂઢ કર્યો ચૌદ પૂર્વ કે જેને લખવાને માટે કલ્પના કરતાં સોળ હજાર ત્રણ ત્યાસી હાથીના પ્રમાણે જેટલા ભારની રૂસનાઈ જોઈએ, તે માત્ર દષ્ટિવાદ બારમાં અંગનું એક પ્રકરણ હતું, પરંતુ તે કાલક્રમે વિચ્છેદ થયેલું છે તત્ત્વજ્ઞાનના આ અધાપતિ જમાનામાં દ્વાદશાંગીરૂપ મહાસાગર વિદ્યમાન Page #11 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [ ૧૧ ] નથી તે પણ જેટલા પ્રમાણમાં વિદ્યમાન છે તે તેનાં જ ઉદકબિંદુએ છે, તે બિંદુએ તે અમૃત મહાસાગરની છેોળામાંથી ઉદ્ભવેલા હોવાથી જે પ્રાણીએ તેનુ આચમન કરે છે, તેમને નિ:સ ંશય અમરત્વ ( દેવત્વ એટલું” જ નહિ પણ આગળ વધીને સિદ્ધત્વ) પ્રાપ્ત કરાવે છે. દ્વાદશાંગીમાં ચાર અનુયાગનું સ્વરૂપ, આપેક્ષિક શૈલીએ, સાતસા નયાનું સ્વરૂપ, સપ્તભંગી, નિક્ષેપ, પ્રમાણા, દ્રવ્ય, ગુણ, પર્યાયાનુ સ્વરૂપ, પાંચ જનક કારણા અને વિશ્વનું સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. આ દ્વાદશાંગીમાં રહેલી હકીકતા સમજવાને માટે ચાર દ્વારા છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ ૩ કથાનુયોગ, ૪ ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં પદ્ધવ્યાનુ સ્વરૂપ અને તેના ગુણપર્યાયા દ્રવ્યાનુ નિયાનિત્યપણું, જ્ઞાન, દર્શન અને તેના પર્યાયે-આ સનું યથા નિરીક્ષણ થાય છે. ગણિતાનુયાગમાં અખિલ ન્યોતિષશાસ્ત્ર, દેવલાક નરકના યેાજનેાનું પ્રમાણ, ભરતક્ષેત્ર, ઐરવત અને મહાવિદેહ વગેરે ક્ષેત્રાનુ આંતરમાપ, નદી, પતા તીર્થા અને દ્રહાની સંખ્યા વગેરે ઘણી જ સવિસ્તર હકીકત છે. કથાનુયોગમાં જૈનદર્શનાનુસાર ક્રિયાકાંડથી કાણુ કાણ પ્રાણીઓએ સ્વર્ગાપવ મેળવ્યા તેમ જ તેથી વિરૂદ્ધ અશુભાચરણથી પ્રાણી નરક તિર્યંચગતિના કેવી રીતે ભાગ થઈ પડ્યા અને પડશે તે સનુ દ્રષ્ટાંતાના સમર્થનપૂર્વક રાશન છે, અને ચરણકરગાનુયોગમાં ગૃહસ્થે પેાતાની યોગ્યતા માટે મોક્ષાર્થે શુ શુ ક્રિયા કરવી; સાધુજનેએ કેવી રીતે પિરસહા સહન કરવા, યતિધર્મનું કખ રીતે પાલન કરવું, તપદ્મરણ કરી કર્માંની કેવી રીતે નિરા કરવી વગેરે હકીકતને સમાવેશ થાય છે. આ ચારે અનુયાગામાં દ્રવ્યાનુયોગ અત્રપદ ધરાવે છે, જેનુ કિંચિત્ સ્વરૂપ રજૂ કરૂં છું. કયાનુયાગ:—— .. શ્રીમદ્ યાવિજયજી મહારાજ કહે છે કે ‘વિના દ્રવ્ય અનુયાગ વિચાર ચરણકરના નહિ કા સાર. ' દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજ્યા વગર ચારિત્ર અને તદનુકૂળ ક્રિયા સારભૂત થઇ શકતી નથી. વળી દ્રવ્યાનુ Page #12 -------------------------------------------------------------------------- ________________ [૧૨] જૈન દર્શન મીમાંસા ગને વિષય ઘણો જ સૂક્ષ્મ અને પ્રાકૃત પ્રાણીઓથી દીર્ઘકાલિક ક્ષેપશમવડે સમજાય તેવો છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ગુખ શ્રયં --- ગુણને આશ્રય આપનાર તે દ્રવ્ય–જેમકે પુષ્પ અને તેની સુગંધ, સાકર અને મીઠાશ, અગ્નિ અને ઉષ્ણુતા, કાળી માટી અને શ્યામતા વચ્ચે દ્રવ્યત્વ અને ગુણવ સંબંધ રહે છે. અહીં દ્રવ્ય શબ્દને અર્થ વસ્તુ અથવા આંતર સ્વરૂપની બાહ્ય સ્થાપના રૂપ અર્થ નથી. પરંતુ ગુણવાળે હરેક કઈ પદાર્થ. જૈન દર્શનાનુસાર વિશ્વમાં છ દ્રવ્ય છે. તેમનાં નામ – ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ જીવાસ્તિકાય. આ જગત પદ્રવ્યમય છે તે ઉપરાંત કોઈ પણ પદાર્થ છે નહિં. આ પદ્ધોમાં જીવાસ્તિકાય સચેતન છે, બાકીના પાંચ દ્રવ્ય અચેતન (જડ) છે. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. જીવ અને પુદ્ગલેના પ્રદેશ સમૂહોને બાકીના ચાર દ્રવ્ય અનુગ્રહ-ઉપઘાત નિરંતર કર્યું જાય છે. આકાશાસ્તિકાય રૂપ ક્ષેત્રમાં પાંચ દ્રવ્યો રહેલા છે સર્વજ્ઞો આ પદ્ધોને યથાર્થ રીતે સર્જાશે જોઈ શકે છે. જીવાસ્તિકાય દ્રવ્ય અરૂપી (ચર્મ ચક્ષુ અગોચર) છે, છતાં શરીરને સંબધમાં ચૈતન્ય લક્ષણથી આપણે ઓળખી શકીએ છીએ. પુગલાસ્તિકાયને અનંત પરમાણુઓને સ્કંધ બન્યા પછી આપણે તેને પુગળ રૂપે ઓળખી શકીએ છીએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય જીવો અને પુદ્ગલસ્ક ઉપર કારણ તરીકે અસર કરીને કાર્યો નીપજાવે છે. જેમ પાણીની અંદર રહેલા માછલાને ગતિ કરવાનું સામર્થ્ય છે પરંતુ જળરૂપ કારણ ન મળેલું હોય તે તેની ગતિ કુંઠિત થઈ જાય છે. તેમ આભદ્રવ્યમાં ગતિ કરવાની શક્તિ છે, પરંતુ ધર્માસ્તિકાયરૂપ કારણથી ગતિ પ્રયોગમાં આવી શકે છે. • જેમ એક વટેમાર્ગુ ઘણુ મજલે કાપ્યા પછી વિશ્રાંતિ લેવા આતુર થયેલ હોય છે તેવામાં એક ઘટાદાર વૃક્ષને દેખવાથી તુરત જ Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૧૩] ત્યાં વિશ્રાંતિ લે છે તેમ આત્માને સ્વભાવિક રીતે ગતિ સ્વભાવ છે, પરંતુ અધર્માસ્તિકાય રૂપ કારણથી ગતિને રેધ થઈ સ્થિતિ થાય છે. દૂધને કટારે સંપૂર્ણ ભરેલું હોય છતાં તેમાં સાકર નાંખીએ તે દરેક ઠેકાણે સાકર સમાઈ જાય છે. સાકર રૂપે જુદે પદાર્થ દેખાતો નથી તેથી સિદ્ધ થાય છે કે દરેક જગાએ આકાશ એટલે પદાર્થોને સમાવેશ થવા માટે પિલાણ-અવકાશ (Space) રહેલે છે. પશ્ચિમાય લેકો કે જેઓ પ્રત્યક્ષ પ્રમાણ માત્રને જ માનનારાઓ છે તેઓ પણ આ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ સ્વીકારવા લાગ્યા છે. પરંતુ આકાશ દ્રવ્યનું વસ્તુતઃ શું સ્વરૂપ છે તે તેઓ સમજવાને શક્તિશાળી થયા નથી. પ્રથમ કહેવામાં આવ્યું છે તેમ કેવલજ્ઞાન ગોચર થયેલા પદાર્થો પૂળ દષ્ટિથી પણ સમજી શકાતા નથી તે અનુભવગમ્ય ક્યાંથી જ થઈ શકે? વાસ્તવિક રીતે આકાશમાં જુદા પ્રકાર નથી પરંતુ અપેક્ષાએ બે ભેદ છે. કાકાશ અને અલોકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય લેકાલેકમાં છે, જ્યારે બીજા પાંચ દ્રવ્ય માત્ર ચૌદ રાજલકમાં રહેલા છે. અસ્તિકાય એટલે એક નાનો ટુકડે નહિ પરંતુ વિશાળ સમૂહ રૂપે–એવા અર્થમાં છે. પાંચ દ્રવ્ય પ્રદેશના સમૂહવાળા છે પરંતુ કાવ્ય પ્રદેશથી રહિત હોવાને લીધે “કાલાસ્તિકાય” એવું નામ કહેવામાં આવતું નથી, પણ “કાલવ્ય' કહેવામાં આવે છે. વસ્તુતઃ કાલ વિદ્યમાન દ્રવ્ય નથી પરંતુ એક કલ્પિત દ્રવ્ય છે. એક કહીએ તે ખોટું નથી. પુગળ પરમાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશની મર્યાદા જણાવી દેવા માટે ઉપચાર કરેલું કાલ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના બંધ દેશ પ્રદેશ તરીકે નવ ભેદ કલ્પી શકાય છે. તેમ જ પગલાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ અને પરમાણુઓ એ ચાર ભેદ છે. આદ્ય ત્રણ દ્રવ્ય અરૂપી હોવાથી તેના વિભાગ કદાપિ પડી શકતા નથી, પરંતુ અન્ય દ્રવ્યના આલંબનથી માત્ર અમુક વિભાગની કલ્પના થાય છે. પુદગલાસ્તિકાય રૂપી હોવાથી પ્રવડે તેને વિભાગ થઈ શકે છે જે Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૪] જન દર્શન મીમાંસા આપણે ચર્મચક્ષુવડે બંધ દેશ રૂપે જોઈ શકીએ છીએ. અનંત પરમાણુઓ અસંખ્ય આકાશ પ્રદેશ ઉપર સમૂહરૂપે રહેલા હોય ત્યારે આપણી ચર્મચક્ષુથી દેખી શકાય છે. અનંત પરમાણુઓથી ઓછા પરમાણુઓને બનેલે કંધ માત્ર અવધિજ્ઞાનીઓ અને કેવલજ્ઞાનીઓ દેખી શકે છે. પુદ્ગલેને અને છેવોને ધર્માસ્તિકાયને ગુણ ગતિ સહાયક, અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ સહાયક, આકાશાસ્તિકાયને ગુણ અવકાશદાયકપણે હોવાથી–આ રીતે ગુણેનું આશ્રયસ્થાન હોવાથી તેમનું “દ્રવ્ય” નામ યથાર્થ છે. પુલાસ્તિકાયને ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે છે. જીવાસ્તિકાયનો ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે છે. આવાસ્તિકાય એટલે અસંખ્ય પ્રદેશવાળો આત્મા જે ચૈતન્ય લક્ષણ છે, તે અરૂપી છે. પ્રત્યેક પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે દરેક પ્રાણીએ તે પ્રત્યેક પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કરવું જોઈએ. કોઈ પણ પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કર્યા પછી તે પદાર્થ સર્જાશે જાણી શકાય છે. આમ હોવાથી તે પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન ટિમાં છે તેમ સમજી શકાય છે. આવા જ આશયથી શાસ્ત્રમાં કહેવું છે કે – एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा: एको भावः सर्वथा तेन दृष्टः ।। એક જ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાને માટે તેનાથી અન્ય વિધી પદાર્થોની ઓળખાણ કરવાની જરૂર ઉભી થાય છે અને તે ઓળખાણ થયા પછી મૂળ પદાર્થનું સ્વરૂપ સર્વીશે સમજી શકાય છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી અજીવના સ્વરૂપને બરાબર જાણ્યા વગર જીવ શું વસ્તુ છે તે ખબર પડી શકતી નથી અને જ્યારે અજીવ પદાર્થને બરાબર ઓળખી ન શકીએ તો જીવને અજીવ અને અજીવને જીવ કહી દેવાના ભુલાવામાં પડીએ. જેને અજીવ માની લેવાથી જીવોની હિસાઓ થાય, જીવોને દુઃખ થાય તેનું ભાન રહે નહિ; તેથી જીવાસ્તિકાય શું છે તે સમજવાની જરૂર સૌથી પ્રથમ ઉભી થાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૧૫] જીવન શરીરે – મનુષ્ય જેમ જુનાં વસ્ત્રોને તજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ જેવો સ્વકર્માનુસાર નીચે જણાવેલા શરીરમાં પ્રવેશ-નિર્ગમન ૩૫ વ્યાપાર કરવા માંડે છે, તેનાં નામે – | (સૂક્ષ્મ અને બાદર) પૃથ્વીકાય, અપકાય, તેજસુકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય, ઠીંદિય, ત્રીદિય, ચતુરિંદ્રિય તથા (ચેંદ્રિય) નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા. ચૌદ રાજલકમાં સાત વર્ગણાઓ (પુગલ પરમાણુઓના સાત વર્ગ) ચર્મચક્ષુથી અગોચરપણે રહેલી છે તે આ પ્રમાણે– દારિક, વૈક્રિય આહારક, શ્વાસે શ્વાસ, તેજસ, મન, ભાષા અને કાશ્મણ કાર્મણ વર્ગણ સર્વ કરતાં અત્યંત સૂક્ષ્મ છે. કર્મ પરમાણુઓને સમૂહ એ તેનું અર્થાન્તર છે. આત્મા પોતાના શુભ અથવા અશુભ અધ્યવસાયથી કામણ વર્ગણાને પોતાના તરફ આકર્ષે છે. તે દ્વારા ઔદારિક, વૈક્રિય વગેરે વર્ગણાઓનું આકર્ષણ થતાં ઓદારિક અને વૈક્રિય શરીરધારી બને છે. તે પ્રાપ્ત શરીરથી ફરીથી કામણ પરમાણુઓને સંચય કરે છે. અરસપરસ આ રીતે કર્મ પરમાણુઓ ક્ષીરનીર સંબંધ પ્રમાણે આત્મા સાથે મિશ્રિત થાય છે. આમા પોતે સ્વરૂપત શુદ્ધ હોવા છતાં પ્રાપ્ત કર્મોની વિચિત્ર પ્રકારની સત્તાથી દારિક વગેરે સાત વર્ગણના પરમાણુઓને યોગ્યતા પ્રમાણે પિતાના અધ્યવસાય અનુસાર મેળવે છે અને તેથી ઉપજતાં સુખદુખનો અનુભવ કરવો પડે છે. દેવતા અને નારકી જીવન વૈક્રિય, તેજસ અને કાર્પણ શરીર પિતાના ભાવમાં હોય છે. તિર્યંચને ઔદારિક વૈક્રિય, તેજમ્ અને કામણ અને મનુષ્યને પાંચે શરીરે પોતાના ભાવમાં હોઈ શકે છે. આ શરીર આત્માને એક બંદીખાનું છે એમ કહીએ તેમાં ખોટું નથી. આત્મા પોતે શુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રમય હોવા છતાં કર્મોનાં Page #16 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- -- - [૧૬] જૈન દર્શન મીમાંસા આવરણોથી વીંટળાયેલું હોવાથી કર્મોના સ્વભાવની વિચિત્રતાને તાબે થવું પડે છે. તે કર્મો જેવાં કાર્યો તેની પાસે કરાવવા ઈચ્છે છે તેવાં જ કાર્યો આત્માને તત્કાળ કરવાં પડે છે. એક નાટકનું પાત્ર વ્યક્તિરૂપે એક જ હોવા છતાં અમુક મર્યાદાવાળા સમય સુધી રાજારૂપમાં, ગીરૂપમાં, ભિક્ષુકરૂપમાં, વેશ્યારૂપમાં અને દાસીરૂપમાં વગેરે ભિન્નભિલ્લ રૂપમાં જુદા જુદા વેશો તેને મેનેજરની મરજી મુજબ ભજવવા પડે છે; તેમ આમા કર્મને આધીન થયેલે થવાથી એકેંદ્રિયથી માંડીને પંચૅટ્રિયના ભવો સુધીમાં જુદા જુદા આકારોથી વેશ ભજવી બતાવે છે. આ સ્થિતિનું દિગદર્શન ઉપમિતિ ભવપ્રપંચા થામાં કર્મ પરિણામ રાજાની પત્ની કાલપરિણતિથી થતા હુકમોને પ્રાણીઓ કેવી વરાથી આધીન થઈ આજ્ઞાપાલક બને છે તે કાલપરિણતિના મુખના ઉદ્દગારો દ્વારા કથાકારે નાટકવડે રૂપક આપેલા પુરૂષ અને સ્ત્રી પાત્રોમાં નીચે મુજબ દષ્ટિગોચર થાય છે. કાલ પરિણતિના હુકમ : કાકાશદરા નામની રંગભૂમિકા ઉપર રહેલા હે સર્વ જીવ પાત્રો ! તમારે નાટક કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાગાભિલાષ નામના નાંદીએ પ્રથમ ભગળાચરણ કર્યું છે. મહામહ નામે સૂત્રધારે પિતાનું કાર્ય બજાવી ભવનાટકની યોગ્યતા સિદ્ધ કરી અનુસંધાન કરેલું છે. માટે હવે તમે મનુષ્યનિરૂપ ડ્રોપસીનની પાછળ રહેલા પાત્રો ! હું હુકમ કરું છું કે હવે તમે બહાર પ્રેક્ષકોની નજર આગળ આવો. આવીને તુરત જ આન કરવું ચાલુ રાખે, ત્યાર પછી અનુક્રમે માતૃસ્તનને આહારની અભિલાષાથી ગ્રહણ કરે, ગોઠણભેર ભાંખડીઓ ચાલે, મૂત્ર અને મળથી પગલે પગલે શરીરને રગદોળો, આટલે વેશ ભજવ્યા પછી હવે બાળભાવ તજીને કુમાર બને, અનુક્રમે નિશાળે જાઓ, કલાઓને અભ્યાસ કરે અને સુંદર રાગથી કવિતાઓના આલાપ કરે, હવે પછી તરુણ થાઓ, અનુક્રમે સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના ચેષ્ટિતોથી ક્રીડા કરે, રતિસુખ અનુભ, સ્ત્રીલુબ્ધ થવા Page #17 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [ ૧૭ ] પછી પાલ્ય માતપિતાઓની અવગણના કરે, પરસ્ત્રી લંપટ બને, દ્રવ્ય પાર્જન માટે ચોરી, અપ્રમાણિકપણું વગેરે કાર્યોમાં પ્રવૃત્તિશીલ બને, યૌવન ખંભિની ગુટિકાઓનું પાન કરે; અમુક જીવ પાત્રો ! તમે અમુક ભકિતમાં ધર્મ માને, તદનુકૂળ આચરણ કરે, સન્મિત્રોની સાથે ધર્મચર્ચાના આલાપ કરે, હવે પછી વૃદ્ધત્વ અંગીકાર કરે ! હાથમાં લાકડી રાખીને જર્જરિત થઈ કંપતા મસ્તકે ચાલે, અનેક યુવાનને સલાહ આપવા તત્પર થાઓ; ત્યાર પછી શબરૂપ થાઓ; અને ફરીથી ગર્ભાગારરૂપ પડદામાં દાખલ થાઓ ! હવે તે નિ પડદાની બહાર નીકળી જુદે જ રૂપે તિર્યંચ તરીકે દેખાવ અપિ, તે વખતે સિંહ, અશ્વ, હરિણ, સર્પ વગેરે અનેક રૂપ ધારણ કરે, તાડના, તર્જન અને શિકારના ભેગા થઈ પડે, અને શબરૂપ થઈ અન્ય અન્ય અનેક ચિત્રવિચિત્ર નિરૂપ પડદામાં જઈ આવી વેશ બદલી બદલીને પ્રેક્ષકાની નજર આગળ આવતા રહો.” સંસાર નાટની નેત્રી કાલપરિણતિના ઉદ્ગારો દ્વારા પ્રાણીઓની પરાધીનતાના સૂચવનને ફલિતાર્થ એ છે કે ચેતન્યમય આત્મા જડ કર્મોવડે આવૃત્ત થયેલ હોવાથી કર્મોના સ્વભાવનુસાર શુભાશુભ ફળ ભગવે છે, એટલું જ નહિ પરંતુ તે કર્મો ભોગવ્યા વગર છૂટકે થતો જ નથી. વાસ્તવિક રીતે જડ કર્મો કરતાં ચૈતન્યમય આત્મા ઉચ્ચ દરજજો ધરાવે છે, છતાં કર્મોની સત્તામાં સંસારી પ્રાણીઓનું ચૈતન્ય વેષ્ટિત થયેલું છે, તેથી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આત્મા નિર્વીર્ય સ્થિતિમાં છે પરંતુ જ્યારે જાગૃતિ પૂર્વક આભા અંતર્મુખ થાય છે ત્યારે વિવેકાદિ સાધને વડે કર્મ સામર્થ્યને પાતળું પાડે છે અને ક્રમશઃ કર્મોને છૂટા પાડી દઈ સ્થિતિમાં અનંત સામર્થધર બને છે. “આત્માને કર્મ જાળથી મુક્ત કરી નિર્વાણપદ પ્રાપ્ત કરાવવું” એ સમગ્ર જૈન દર્શનનું તત્વ દેહન છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃન સીમાંસા [ ૧૮ ] કર્માને આવવાના પ્રકાર :— મિથ્યાત્વ, અત્રત, કષાય અને યોગ-આ ચાર આત્માને કર્મબંધ થવાના કારણરૂપે છે. આ ચારનું સમગ્ર નામ જૈન પરિભાષાએ આશ્રવ કહેવાય છે. આશ્રવને એક ગરનાળાંની ઉપમા આપીએ તે કરૂપ મલિન પાણીને આવવાને મારૂપ આશ્રવ છે. આ મિલન પાણીવર્ડ આત્મારૂપ સ્ફટિક મલિનતાને પામ્યા છે. આત્માને અસલ્પ્ય પ્રદેશ છે તે મધ્યે આઠ રુચક પ્રદેશાને તેા કર્યાંનુ આવરણ કદાપિ થતું નથી એટલે તેઓ સદાને માટે નિર્મળ છે, તેવાજ છે હેતુથી આત્મા સર્વાંગે કર્માવરણથી આવૃત્ત થતા નથી અને તે હેતુથી જ આત્મા અજીવ ( અનાત્મા ) કદાપિ થઈ શકતા નથી. હવે કર્મના સ્વભાવાનુસાર આત્માને અનેક જન્મ ધારણ કરી જુદે જુદે નામે ભવસ્થિતિ કરવી પડે છે તેનું અવલાકન કરીએ. અને રહેશે; આ આત્માના સંસાર દૃષ્ટિએ અનેક પ્રકારે : તે ઇંદ્રિય યાગની અપેક્ષાએ આત્માના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય એઇંદ્રિય, તેઇંદ્રિય, ચતુરિદ્રિય અને પ ંચે દ્રિય એક દ્રિયના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અકાય, તેજમ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે સૂક્ષ્મ અને બાદર એ પ્રકારે છે. સૂક્ષ્મને કેવળજ્ઞાનીએ ફક્ત દેખી શકે છે, ચૌદ રાજલેાકમાં સત્ર વ્યાપ્ત છે. ખાદર પૃથ્વીકાય તે ખાણમાં રહેલું સાનું, રૂપું, વિગેરે ધાતુ, શસ્ત્ર નહીં લાગેલી માટીએ અને પાવણે છે. બાદર અકાય તે વરસાદનું તથા સરેવરનુ જળ વિગેરે. બાદર અગ્નિકાય વિજળી, અ ંગારા વિગેરે, અને બાદર વાયુકાય તે પવન છે. વનસ્પતિકાય એ પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ, સૂમ સાધારણુ વનસ્પતિકાય જે નિગેાદ કહેવામાં આવે છે આ નિગેાદ એ આત્માની જધન્યતમ અપક્રાંતિ છે. એક શ્વાસેાવાસ જેટલા સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરવું પડે છે. ભાદર સાધારણ વનસ્પતિકાયમાં એકજ શરીરમાં અનંત જીવા રહે છે. જેમકે સૂરણ, આદુ વિગેરે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૧૯ ] પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે છે જેમકે બીજ, પાંદડાં, ફળ વિગેરે. આ સવેને એક ઇંદ્રિય (સ્પર્શ'ને દ્રિય) હાય છે. ( પુરા, શંખ, કૃમિ વગેરેને પૂર્વની ઇન્દ્રિય સહિત રસનેન્દ્રિય વધારે હોય છે. કીડી, માંકડ, માંકાડા વગેરેને ધ્રાણેન્દ્રિય વધારે હાય છે તેથી તેમે તેન્દ્રિય છે. વીંછી, ભમરા, માખી, ડાંસ વગેરેને નેત્રે ન્દ્રયના વધારા સાથે કુલ ચાર ઇન્દ્રિયા છે. અને મનુષ્ય, દેવતા, નારકી અને પંચેન્દ્રિય તિહુઁચ ગાય, ધેડા વિગેરેને શ્રોત્રેન્દ્રિય સહિત, પાંચ ઇન્દ્રિયા છે તેથી તે પંચેન્દ્રિય શબ્દોથી ઓળખાય છે. ભવાપગ્રાહી આમ સબંધ તે પ્રાણ :~ એકેન્દ્રિયાદિ લવેમાં આત્માને પાતપાતાના ભવે ને આશ્રીતે યાગ્યતા પ્રમાણે જન્મતાં જ પ્રાણ ઉત્પન્ન થાય છે, અને તેના વિનાશની સાથે જ તેનું મરણ થયું કહેવાય છે અર્થાત્ ભવાંતરમાં ગમન થાય છે. જન્મ અને મરણ એ કર્માંના અંધ ઉદયને વશવર્તી છે. વસ્તુતઃ આત્મા અમર છે-કદાપિ મરતા નથી. નાયં ટૂંતિ ન ઢચંતે-તે વાસ્તવિક છે. માત્ર કમ થી ઉત્પન્ન થયેલી પ્રાણ ધારણીય શક્તિના વિનાશ થવાથી તેનુ મરણ કહેવામાં આવે છે. તે પ્રાણા કુલ દસ છે. તેનાં નામ :– ૫ ઇન્દ્રિય ૧ મનોબળ, ૧ વચનબળ, ૧ કાયબળ, ૧ શ્વાસાચ્છવાસ, ૧ આયુષ્ય. યાગ્યતા પ્રમાણે પ્રાણા કેવી રીતે વહેંચાઈને રચાય છે તેનુ સ્પષ્ટીકરણ નીચેના વૃક્ષથી માલુમ પડશે. આત્મા( કયુક્ત )ના દસ પ્રાણ. સ્પર્શનેંદ્રિય રસનેંદ્રિય ધ્રાણે ંદ્રિય ચક્ષુરિદ્રિય વચનમ કાયમી શ્વાસેાવાસ આયુષ્ય એક દ્રિય ४ શ્રીક્રિય ૬ મનેાબળ ત્રીંદ્રિય ! ચતુરિ દ્રિય ચે દ્રિય . (સની) ૧૦ શ્રોત્ર દ્રિય અસની પંચે દ્રિય ૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ] જૈન દર્શન મીમાંસા આ પ્રકારે આત્માને મેગ્યતા પ્રમાણે ભવવ્યવહાર ચલાવવાને માટે પ્રાણોની ઉત્પત્તિ છે. નામકર્મના ઉદયથી આત્માને પર્યાપ્તિ ઉત્પન્ન થાય છે, તે જ પ્રકારે છે. પ્રાણને ટકાવી રાખનાર શક્તિ “પતિ : આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મેન. આહાર પર્યાપ્તિ એટલે આહારને રસ તથા શરીરાદિ રૂપે પરિણમવાની શક્તિ. આ પર્યાપ્તિ એટલે શક્તિ વગર પ્રાણીઓને પ્રાણ હોઈ શકતા નથી. અર્થાત પર્યાપ્તિ હોવાથી પ્રાણનું અસ્તિત્વ હોય છે. પર્યાપ્તિ દુર્બળ હોવાથી પ્રાણનો વિનાશ થાય છે અને તે જીવનું મરણ ગણાય છે. એક ઘડીઆળને ચાવી આપ્યા પછી જેમ તે પિતાની મુદત સુધી ગતિ કરે છે, તેમ શરીર યંત્રમાં પર્યાપ્તિ રૂપ ચાવી વડે પ્રાણનું સાંચાકામ પોતાની મુદત સુધી ગતિમાન રહે છે; ચાવી પુરી થયેથી સાંચાકામ ગતિશન્ય બને છે. શરીર કુલ મળી પાંચ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ. પ્રથમ અન્ય ગતિમાંથી જીવ પિતાની માતાના ઉદરમાં આવે છે કે તરત તત્રસ્થિત રસને તેજસ અને કાર્મણ શરીર વડે લઈને તે રસને સાત ધાતુ (માંસ, રૂધિર, અસ્થિ, રસ, ચરબી, મજજા, વીર્ય) પણે પરિણમન કરે છે. ત્યારથી તેને એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જીવ જે જે આહાર ગ્રહણ કરે તેની સાત ધાતુઓ બનવામાં ક્રિયાઓ ગતિમાન થાય છે. આહાર પર્યાપ્ત ઉતપન્ન કર્યા પછી તે રસને શરીરપણે પરિણુમાવે છે. અને એ રીતે ગર્ભમાં જ તે પર્યાપ્તિ ઉતપન્ન થવાને લીધે ધીમે ધીમે શરીરના અંગોપાંગે ગોઠવાય છે. ત્યાર પછી ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધે છે અને પિતાના ભવની ગ્યતા પ્રમાણે ઓછી વધતી ઇન્દ્રિયોને વ્યાપાર ચાલવા માંડે છે. ત્યારબાદ શ્વાસોશ્વાસ લેવા મુકવાની શકિત ઉત્પન્ન થાય છે તે વાસણવાસ પર્યાપ્તિ, તેમ જ મન અને વચન વર્ગણના પુદ્ગલે લેવા મુકવાની શક્તિ તે મન અને વચન પર્યાપ્તિ કહેવાય છે. આહાર પર્યાપ્તિ ઉત્પન્ન થયેલી છે છતાં શરીરને Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાડે છે, વિચારશીલ પ્રાણ તની કાંઇ દ્રવ્યાનુગ [૨૧] એગ્ય આહાર ન મળે તે તે પર્યાપ્તિ મંદ પડી જાય છે. આ રીતે આહાર પર્યાપ્તિ જે તેને આહાર મળે તે જ પોતાનું કામ બજાવવા માંડે છે, નહિ તો ગતિશન્ય થવાથી પ્રાણ અને જીવને જુદા કરી મૂકે છે. આ ઉપરથી વિચારશીલ પ્રાણુઓ લક્ષમાં લેશે કે ઈન્દ્રિય તથા સપ્ત ધાતુ વગેરે બનવામાં ઈશ્વરની કૃતિની કાંઈ પણ જરૂર રહેતી જ નથી; ઈશ્વર અથવા કઈ પણ કર્તા તેવું કાર્ય કરવાને માટે અવકાશવાળો નથી જ. કમને વશ હોઈને આત્મા વારંવાર તેવો અવકાશ મેળવે છે અને ઇન્દ્રિય વગેરે સર્વ સ્વત: બનાવે છે. એક ઘર ઉત્પન્ન કરવાની શકિતવાળો માણસ અનેક ઘર ઉપન્ન કરી શકે છે, તેમ પર્યાસિરૂપ શકિતથી આહારાદિની વ્ય ક્રિયાઓ નિરંતર ચાલ્યા કરે છે. દષ્ટાંત તરીકે, આહાર કર્યા પછી આપણી જાગૃત અવસ્થામાં અથવા સુષુપ્તિને વખતે પણ આપણે લીઘેલ આહારની ક્રિયા રસરૂપે રૂપાંતર થવા માંડે છે, તે રીતે ગર્ભમાં આવ્યા પછી ઉત્પન્ન કરેલી પર્યાપ્ત નામ કર્મના ઉદયજનિત પર્યાપ્તિ, (શક્તિ વિશેષ)નું કાર્ય છે. જીવની અવસ્થાને આશ્રીને પર્યાપ્તિના લબ્ધિ અને કરણદિ અનેક ભેદે છે, તે વિસ્તારપૂર્વક શાસ્ત્રમાં દર્શાવેલા છે. આહાર રસરૂપે રૂપાંતર પામ્યા પછી તે રસ શરીર પિષણ આપનાર અને અવયવોને ઉત્તેજન કરનાર બને છે, તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. પૂર્વે બાંધેલી ઈન્દ્રિય પર્યાપિવડે ઈન્દ્રિયોને વ્યાપાર આયુષ્યની સ્થિતિ પર્યત ચાલુ રહે છે. વાસોચ્છવાસને ગતિમાન રહેવાની ક્રિયાનું નિમિત્ત વાસોચ્છવાસ પર્યાપ્તિ છે. તેમજ ઉચ્ચારે કરવાની ક્રિયા અને મન વડે વિચાર કરવાની ક્રિયા-આ સર્વ ક્રિયાઓ જે અત્યારે પ્રાણુઓની યોગ્ય ઉમર પછી અખલિતપણે ગતિમાન રહે છે, તે સર્વ ભાષા અને મનઃ ૫ પ્તિ કે , જે ગર્ભમાં ઉત્પન્ન કરેલી હતી તેને આધીન છે. પ્રાણુ અને પર્યામિની ભિન્નતા તપાસતાં પર્યાપ્તિ કારણ છે અને પ્રાણ કાર્ય છે. એકેન્દ્રિય ને ચાર, વિકલેંદ્રિય અને અસંજ્ઞી પચેંદ્રિય ને પાંચ, અને સંજ્ઞી પંચે. દ્રિયને છ અનુક્રમ હોય છે. આ પ્રકારે જ્યાંસુધી કમ છે ત્યાં સુધી Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨૨] જૈન દર્શન મીમાંસા સંસાર છે. પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી શરીર ઈદ્રિય વિગેરેની રચના થાય છે. અર્થાત અન્ય કેઈ કર્તા નિમિત્ત કારણ નથી. ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓને મુખ્ય ચાર કારણથી આઠ કર્મોને કર્મ બંધ થાય છે. કર્મની વ્યાખ્યા કરતાં કર્મગ્રંથકાર કહે છે કે, જીરૂ નાખ રૂળેિ તો મg H. મિથ્યાત્વ. અવ્રત, કષાય અને ચોગરૂપ હેતુઓથી જે આ માવડે કરાય તે કર્મ કહેવાય છે. આ ચાર ઉત્પાદક કારણ વિનાશ થાય તે કાર્યના વિનાશપણાથી આમા કર્મ રહિત થાય અને શાશ્વત સુખ પામી શકે. આ ચાર કારણો એ આત્માના જુદી જુદી અવસ્થાના રાગદ્વેષજન્ય મલિન પરિણામો છે. પ્રસ્તુત કર્મ આઠ પ્રકારે છે. (૧) જ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય. (૩) મોહનીય. (૪) (૪) અંતરાય. (૫) નામ. (૬) ગોત્ર. (૭) વેદનીય. (૮) આયુષ્ય પ્રથમના ચાર કર્મોને તદ્દન ક્ષય થાય ત્યારે કેવલ્ય પ્રાપ્તિ થાય છે. અને બાકીના ચારને સમૂલ વિનાશ થાય ત્યારે આ નિર્વાણપદ પામે છે. આદ્ય ચાર ઘાતિકર્મ અને અવાંતર ચાર અઘાતિકર્મ-એવા નામથી ઓળખવામાં આવે છે. જેમાં એક માણસે કાચ પારે ખાધા પછી તે પારે જડ હોવા છતાં, તે પ્રાણને શરીરને છિન્નભિન્ન કરી નાંખે છે, તેમ પૂર્વોક્ત નામવાળા કર્મો જડ હોવા છતાં આત્માના નિર્મળ પ્રદેશને અંધકારમાં વીંટાળી દે છે. કર્મની શક્તિ એ ચૈતન્ય જનિત શક્તિ નથી કિંતુ પૌગલિક સ્વભાવજનિત શક્તિ છે. આ આઠ કર્મોના જુદા જુદા સ્વરૂપની પર્યાલોચના કરતાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મોને આત્માને કેવી રીતે ઉપઘાત થાય છે તે તરફ દષ્ટિ કરીએ. જ્ઞાનાવરણીય કર્મ : આત્મારૂપ દ્રવ્યને આશ્રીને શુદ્ધજ્ઞાન નામને ગુણ રહેલો છે તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એક મનુષ્યની આંખે પાટો બાંધવામાં આવે તે જેમ પદાર્થો જોઈ શકતા નથી, તેમ આ Page #23 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૨૩] કર્મ આત્માની ભાવ ચક્ષુને પડદા તુલ્ય છે. આ મલિન પડદો જેમ જેમ ખસતો જાય છે તેમ તેમ જ્ઞાનની શુદ્ધતા થવાને અંગે વસ્તુ સ્થિતિનું રહસ્ય જાણી શકાય છે. સાડાત્રણ હાથના અવકાશમાં રહેલે એક મનુષ્ય મુંબઈ અને કલકત્તાના, લંડન અને પેરીસના તેમજ ભૂત અને વર્તમાન સમયના જે જે અનુભવો ખડા કરી શકે છે, તે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનને આભારી છે. જ્ઞાનવડે અધ્યાત્મીઓનું અધ્યાત્મ, માયાવીઓની મલિનતા, ભદ્રકજનનું આર્જવ, ભક્તજનોનો ભક્તિરસ, વૈરાગીઓને વૈરાગ્ય, લેજિનેની તૃષ્ણ અને વ્યભિચારીઓનું લાંપથ્ય વિગેરે સર્વ અનુભવ ગમ્ય થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી આવરણનું પડ ગાઢ હોય ત્યાંસુધી વસ્તુસ્થિતિ અંધારામાં રહે છે. હેય, ય, ઉપાદેયનું સ્વરૂપ સમજી શકાતું નથી. હેય પદાર્થો હોય તે ઉપાદેય બને છે, અને ઉપાદેય તે હેય બને છે. ભક્ષ્યાભર્યા અને પયારેય વસ્તુને વિધિનિષેધમાં નિયમ રહેતો નથી. અવ્યવસ્થિતપણું આ રીતે પ્રાપ્ત થવાથી અધઃસ્થિત અનેક અનાચારાનું પાત્ર આત્મા બને છે. પૂર્વોક્ત જ્ઞાન કે જેને આવરણ પ્રાપ્ત થાય છે તે જુદી જુદી અવસ્થાને આશ્રીને પાંચ પ્રકારે છે. ૧ મતિજ્ઞાન, ૨ મુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. અતિજ્ઞાન :-પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવામાં આવેલું છે. આ જ્ઞાન છે વધતે અંશે સર્વ પ્રાણીઓમાં હોય છે. સમ્યક્ત્વ કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેથી રહિત પ્રાણીઓને ઈન્દ્રિયાદિદ્વારા જે જ્ઞાન થાય છે તે મતિઅજ્ઞાન તેમ જ સમ્યફ વધારી પ્રાણીઓને ઉપકરણ દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય છે. એક બાળક કે જેને રજજુ અને સર્પ અથવા રજત અને છાપના ભેદની ખબર નથી તે મતિ જ્ઞાનાવરણીયને લીધે છે, મિથ્યાત્વસ્થિત મનુષ્ય ગમે તેવા ઉચ્ચ તર્કનું ફેટન કરનાર હોય છતાં તે મતિઅજ્ઞાની કહેવાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત મનુષ્ય જેને જેટલે અંશે Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] જૈન દર્શન મીમાંસા તર્ક સમાધાનની શક્તિ પ્રાપ્ત થયેલી છે તેને તેટલે અંશે મતિજ્ઞાન વર્તતું છે. આ મતિજ્ઞાન પાંચ પ્રકારે દર્શાવાયેલું છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણું. મન અને નેત્રને વિષય ગ્રહણ કરવાની ક્રિયા અર્થાવગ્રહથી શરૂ થાય છે. જ્યારે અન્ય ચાર ઇન્દ્રિયને વિષે ગ્રહણ કરવાની ક્રિયા વ્યંજનાવગ્રહથી શરૂ થાય છે. એક સ્પર્શનેંદ્રિય અને બેંદ્રિયનું દષ્ટાંત લઈ મતિજ્ઞાનનું સ્વરૂપ સંક્ષિપ્ત કરીએ. એક મનુષ્ય નિદ્રામાં વર્તે છે, તે વખતે અન્ય મનુષ્ય તેના શરીર ઉપર અત્યંત ઉષ્ણ જળ રેડવા માંડે છે. તેના રેડવાને પહેલે જ સમયે નિદ્રાધીન મનુષ્યને “કાંઈક ” મારા ઉપર પડ્યું એવું જે ભાન તે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન. ઉષ્ણ પદાર્થ કાંઈક પડ્યો એવું બીજી ક્ષણે થયેલું જે જ્ઞાન તે અર્થાવગ્રહ. ત્રીજી ક્ષણે ગરમ પાણી હશે કે બીજી કોઈ વસ્તુને સ્પર્શ થયો હશે તેની શંકા ઉભવવી તે ઈહિ, ગરમ પાણી જ છે એવો નિશ્ચય થવો તે અપાય, ગરમ પાણી મારા ઉપર પડ્યું એવી સ્મરણ શક્તિ રહેવી, તે ધારણ મતિજ્ઞાન કહેવાય છે નેત્રે દિયને પ્રથમ સમયે જ પદાર્થ ગ્રાહ્ય થઈ જવાથી વ્યંજનાવગ્રહ હોઈ શકતો નથી. એક મનુષ્યને દૂર રહેલા એક ઝાડના હુંઠાને જોતાં આ કાંઇક વસ્તુ છે, એવું ભાન થવું તે અર્થાવગ્રહ(નેત્રંદ્રિય) મતિજ્ઞાન કહેવાય છે. ઠુંઠું હશે કે ચાડીઓ એવી શંકા થવી તે ઈહિ, બહુ નજીક આવ્યા પછી આ ઠુંઠું જ છે, એવું નિર્ણચવાળું ભાન તે અપાય, અને તે નિર્ણયને સ્મરણ પથમાં રાખો તે ધારણ કહેવાય છે. સર્વ મળી મતિજ્ઞાનના અઠાવીશ ભેદ છે. બહુ અબહુ ક્ષિપ્રાદિ અનેક ભેદે વિસ્તાર વડે થતાં ત્રણસે ચાલીશ થાય છે, જે કર્મગ્રંથ અને સિદ્ધાંતમાં નિરૂપણ કરેલા છે. શ્રુતજ્ઞાન: સ્વતઃ પુસ્તક વગેરે વાંચવાથી થતું જ્ઞાન અથવા ઉપદેશ શ્રવણથી થતું જ્ઞાન. કાંચન અને કલશના સંયોગની પેઠે મતિજ્ઞાન સાધન છે, અને શ્રુતજ્ઞાન સાધ્ય છે. પુસ્તક વાંચતી વખતે ચક્ષને વાંચવાની જરૂર પડે છે, તેમ જ ઉપદેશ સાંભળતી વખતે કર્ણપ્રિયને Page #25 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૨૫] શબ્દો ગ્રહણ કરવા પડે છે, અને તે શબ્દો સંભળાય ત્યાં સુધી-આટલી મર્યાદા સુધી-મતિજ્ઞાનના વિષય છે, અને પછીથી જે રહસ્ય પરિણમે છે તે શ્રુતજ્ઞાનને વિષય છે. મતિ અને શ્રુતની અવસ્થા ભેદે ભિન્નતા છે. કેમકે બંને સાથે જ હોય છે. ઉપમિતિ ભવપ્રપ ચા કથામાં શ્રુતજ્ઞાનને સદાગમ કહેલું છે. સમ્યક્ત્વ બીજને ઉત્પન્ન કરે તેવા અથવા સમ્યક્ત્વ બીજને વૃદ્ધિ કરનાર જે આગમા હોય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અન્ય શ્રુત અજ્ઞાન કહેવાય છે; જેમકે સમ્યક્ત્વ વગરના નવપૂર્વીની અજ્ઞાનીમાં ગણના થયેલી છે. આત્માને જ્ઞાન થવાનું સ્થૂળ સાધન જે આગમ તેમાં કારણમાં કા ને ઉપચાર કરવામાં આવેલ છે. આ જ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર છે. અક્ષર-અનાર, સન્ની—અસરી, સમ્યક્−મિથ્યા, સાદિ-અનાદિ, સપ વસિત-અપ વસિત, ગમિક—અગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય આ ચૌદ ભેદ છે. અને પર્યાય, અક્ષર. પદ, સધાત, પ્રતિપત્તિ, અનુયાગ, પ્રાભુત, પ્રામૃત પ્રાભુત, વસ્તુ અને પૂ-એ દશ ‘સમાસ' સાથે વધારતાં વીશ પ્રકાર છે. પ્રથમના ચૌદ ભેદ અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વિગેરે ભેદેથી છે, પાછળના વીશ ભેદ આગમના અક્ષરા, વાયા, પ્રકરણા વિગેરેને અગે છે. જેટલે જેટલે અ ંશે આગમતુ અપનપણું અથવા સત્તા, ઉપદેશ, આકાર વિગેરેથી થતી અલ્પ પરિના તેટલે તેટલે અંશે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનું સહચારીપણું છે અવધિજ્ઞાન:—આ જ્ઞાન અને હવે પછીનાં અને જ્ઞાના પૂર્વોક્ત ઉભય જ્ઞાનથી ભિન્ન કૅાટિમાં વર્તે છે. મતિ અને શ્રુતજ્ઞાન ઈંદ્રિય પ્રત્યક્ષ છે જ્યારે અવધિ આદિ ત્રણ નાના આત્મપ્રત્યક્ષ છે. અવધિજ્ઞાનીને ઇંદ્રિયાદ્વારા વિષય ગ્રહણ કરવાની જરૂર હૈાતી નથી. તેને તા એક એવા પ્રકારનું અમુક મર્યાદાવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેથી ઉપયાગદ્વારા રૂપી પદાર્થાને જાણી શકે છે. અવધિજ્ઞાન, રૂપી Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] જૈન દર્શન મીમાંસા પદાર્થોના જાણપણાને અંગે અસંખ્ય પ્રકારનું છે, અને પિતાની સ્થિતિની અપેક્ષાએ અનુગામિન, વર્ધમાન, પ્રતિપાતિ, અનનુગામિન , હીયમાન, અપ્રતિપાતિ-એ રીતે છ પ્રકારનું છે. અરૂપી પદાર્થને વિષય અવધિજ્ઞાનની મર્યાદામાં નથી. અવધિજ્ઞાન જુદે જુદે પ્રકારે કોઈને અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને અસંખ્ય પેજ સુધી, આવલિના અસંખ્ય ભાગથી માંડીને અસંખ્ય વપર્યત, પિતપોતાના ક્ષે પશમ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાળની અપેક્ષાએ ઈદ્રિયાતીતપણે પ્રકટે છે; દેવગતિમાં આ જ્ઞાન, ભવપ્રત્યયિક હોય છે. અને મનુષ્યગતિમાં ગુણ પ્રયયિક હોય છે. સંખ્યત્વ સહિત વર્તતો જીવ જ્યાં તે વર્તતે હોય તે ગતિમાં જે તેને પૂર્વોક્ત અર્થવાળું જ્ઞાન પ્રકટે તે અવધિજ્ઞાન કહેવાય છે. અને મિયા ગ્રસ્ત કોઇપણ પ્રાણીને પ્રકટેલું જ્ઞાન તે વિભંગજ્ઞાનના નામથી ઓળખાય છે. અવધિજ્ઞાન મનુષ્ય ગતિમાં તપશ્ચરણ અને શુભતર ક્રિયાઓ વડે ઉત્પન્ન થાય છે, જે માટે કથાનુગમાં પ્રસિદ્ધ થયેલા શ્રમણ પાસક મહાત્મા “આનંદ” નું દષ્ટાંત સ્મરણીય છે. મન:પર્યવજ્ઞાન:-ઇંદ્રિયની સહાયતા વગર અઢીદીપરૂપ મનુષ્યલેકમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીઓના મનોભાવને જે જ્ઞાનથી જાણી શકે તે મન:પર્યવજ્ઞાન. તે બે પ્રકારનું છે. જુમતિ અને વિપુલમતિ મનેબલ પ્રાપ્ત અમુક પ્રાણીએ ઘટ પદાર્થની ચિંતવના કરી તે જાણવું, તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન અને અમુક પ્રાણીઓ ઘટના ગુણું પર્યાય વિગેરે વડે ઘટ પર વિસ્તારથી ચિંતવન કર્યું તે જાણવું, તે વિપુલ મતિ મન પર્યવજ્ઞાન કહેવાય છે. સર્વવિરતિપણાનો ગુણ આત્મામાં પ્રકટ થયા પછી આ જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. કેવળજ્ઞાન :–જગત માત્રમાં રહેલા રૂપી અને અરૂપી ય પદાર્થોનું એક સમયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. મામૈવજ્ઞાન-એ સ્થિતિ આ જ્ઞાન પ્રાપ્ત થવા પછી પરિપૂર્ણતાએ પહોંચે છે, આ જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય મુક્તિમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૨૭] જાય છે અને એક વખત પ્રાપ્ત થયેલું આ જ્ઞાનનું કદાપિ ચ્યવન થતું નથી કૈવલ્યપ્રાપ્ત તીર્થકર અને સામાન્ય કેવળી બંનેની બાહ્યઋદ્ધિ અથવા અતિશયમાં તફાવત છે; પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અંગે બિલકુલ તફાવત રહેલો જ નથી આ પાંચ જ્ઞાનમાં જે જ્ઞાનને આવરણ હોય તે તે જ્ઞાનથી આત્મા દૂર રહે છે. જેમ જેમ આવરણો દૂર થાય છે તેમ તેમ જ્ઞાનાંશુ ફુરે છે. જ્ઞાનના અધ્યાપક, જ્ઞાનના સાધનો અને જ્ઞાની મનુષ્યની અવગણના, આશાતના અને તિરસ્કાર કરવાથી જ્ઞાનાવરણીય કર્મબંધ પ્રાણીઓને થાય છે, એમ સિદ્ધાંતો સ્પષ્ટ રીતે કહે છે. દર્શનાવરણીય કર્મ:–તે નવ પ્રકારે છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિ. જન્મતાં જ અથવા પાછળથી નિમિત્ત કારણવડે આંખથી અંધત્વ પ્રાપ્ત થવું તે ચક્ષુ દર્શનાવરણીય. જન્મથી અથવા અન્ય નિમિત્તે કારણથી આંખ સિવાય અન્ય ઈદ્રિયેનું બહેર મારી જવું તે અચક્ષુદર્શનવરણીય. ચક્ષુથી અગોચર રહેલા રૂપી પદાર્થો દેખી શકવામાં નિર્બળતા હોવી તે અવધિદર્શનાવરણીય, રૂપ અને અરૂપી બંને પદાર્થોને આત્મબળથી સામાન્યપણે જાણવાના સામર્થ્યને અભાવ તે કેવલદર્શનાવરણીય કહેવાય છે. વળી સહેલાઈથી જાણી શકાય તે નિદ્રા, કષ્ટવડે જાગી શકાય તે નિદ્રા નિદ્રા, બેઠાં બેઠાં અથવા ઉભા રહેતાં નિદ્રાને ઉદય થાય તે પ્રચલા અને ચાલતાં નિદ્રાનો ઉદય થાય તે પ્રચલા પ્રચલા, પ્રમત્ત અવસ્થામાં અર્ધચક્રી સમાન બળની પ્રાપ્તિ થાય તે થી/દ્ધિ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પૂર્વોક્ત બંને કર્મની પરિસ્થિતિ વધારેમાં વધારે ત્રીશ ક્રેડક્રોડ સાગરોપમની છે. આ કર્મને બંધ આંધળાં બહેરા વિગેરે અપંગ મનુષ્યોને તિરસ્કાર કરવાથી સહજ પ્રાપ્ત થાય છે અને વિશેષ કરીને તે બંને કર્મોનું ઉપાર્જન નીચેની ગાથાથી ગ્રાહ્ય થશે. पडिणियत्तण निन्हव उवघायपउस अंतरायेण । अचासायणयाए आवरण दुगंजिउज्जयइ । Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] જૈન દર્શન મીમાંસા અથ–પ્રત્યેનીકપણું, નિન્દવપણું. ઉપધાત, દ્રેષ, અંતરાય અને અતિ આશાતના કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કાં અધ થાય છે. માહનીય કર્મ :- આ કની શાસ્ત્રકારોએ નિદેરા સાથે તુલના કરી છે. મદિરા પીનાર મનુષ્ય કૅના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારોનું ભાન રહેતું નથી, તેમ મેહનીય કથી પરવશ થયેલા પ્રાણી રાગમાં અંધ થઈ. વિવેકબુદ્ધિથી દૂર રહે છે. દ્વેષાનલમાં દુગ્ધ થઈ સ્વાત્મભાન ભૂલી જઇ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયેાથી અભિભૂત થઈ ક્રોધી, અહંકારી, કપટી અને લેાભી અને છે મેાહનીય કના મુખ્યપણે અઠ્ઠાવીશ પ્રકારો નીચેના વૃક્ષ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડશે. માહનીય ક કાય ૧ ૬ ક્રોધ, માન, માયા લેભ. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સ ંજ્વલન ને કષાય હાસ્ય, રતિ, સમકિત મિશ્ર અને મિથ્યાત્વ મેાહનીય ૩ 1 અતિ, શાંક, ભય, જુગુપ્સા. સ્ત્રી વેદ, પુરુષ વૈદ, નપુંસક વેદ. અનાદિ કાળથી આત્મા સાથે રહેલું અને ભાગવટા પ્રમાણે જીણુ થઇ નવા નવા રૂપને ધારણ કરતું આ કર્માં આઠ કર્મોં પૈકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું છે; એટલું જ નહિ પરંતુ અન્ય સાત કર્યાં ઉપર અમલ ચલાવી પેાતે સાત કર્માને પેાતાના દ્વાર ઉપર ચલાવે છે. ક્રોધ કષાય : ક્રોધથી પરાધીન થયેલા એક મનુષ્યતે તમે જીએ ! જો તેનામાં નિર્માલ્યપણું હાય છે તે તે અંતરમાં ધગધગતા Page #29 -------------------------------------------------------------------------- ________________ પરિપાલન દ્રવ્યાનુયોગ [૨૯] અગ્નિથી બળતું હોય છે, અને જે તેનામાં કાંઈક સત્વ હોય છે તે તે અંદરથી ધગધગી રહેલું છે જ પરંતુ તે ઉભરાઓ બહાર કાઢે છે અને અન્યને તેમાં ગરકાવ કરી તેના હૃદયપુળા ઉપર દિવાસળી મૂકે છે. જે વખતે તે ક્રોધાધીન હોય છે તે વખતે તેને કઈ હિતસ્વી ગમ ખાઈ જવા શીખામણ આપવા લાગે છે તે તે મનુષ્યની ઉપર કાં તો ક્રોધને ઉતારે છે અથવા તે મનુષ્યની સામે ન થઈ શકાય તેવી સ્થિતિ હોય તો તે ક્રોધી મનુષ્યની નજરમાં નિર્માલ્ય અને બેવકૂફ લાગે છે. આ સ્થિતિ હોવાથી ક્રોધ એ અગ્નિ સમાન છે અને ક્ષમાપી શાંતિ જળના અભાવે “ઉત્કર્ષ'ના સાયન્સના નિયમ પ્રમાણે વૃદ્ધિગત થયેલ નજરે પડે છે. શ્રીમદ્ ઉદયરત્નજી કહે છે કે, ક્રોડ પૂર્વ સુધી પરિપાલન કરેલું સંયમ, ક્રોધરૂપ અગ્નિવડે ક્ષણવારમાં ભસ્મીભૂત થઈ જાય છે. ક્રોધ એ એક જાતને આવેશ છે જે વડે પ્રાણુ આત્મઘાત કરવા તત્પર થાય છે, એટલું જ નહિ પરંતુ તેના સંસ્કારની દઢ છાપ અનેક જન્મ સુધી મુદ્રિત રહી બીજે જેમ વૃક્ષને ઉત્પન્ન કરે છે તેમ ભવ સ્થિતિની વૃદ્ધિ કરે છે. દષ્ટાંત તરીકે સમરાદિત્ય કેવળીના પૂર્વ ભવમાં ગુણસેન અને અગ્નિશર્માના સંબંધમાં અગ્નિશર્માને ગુણસેન પ્રતિ-નવ જન્મો પર્યત વૈરની ચીનગારી બળતી રહી હતી. આ રીતે ક્રોધરૂપી પિશાચ, આભાને પિતાની સ્થિતિમાંથી યુત કરી એકાંત અહિત કરી મૂકે છે. અનંતાનુબંધિ ક્રોધ અનંત સંસાર ભ્રમણ વધારે છે, તે ક્રોધને ક્ષયોપશમ વગર આત્મા સમ્યક્ત્વ પામી શકતું નથી. આ કેધ ઉત્પષ્ટપણે જિંદગી સુધી રહે છે. ક્રોધના અન્ય ત્રણ પ્રકારે. અનુક્રમે એક વર્ષ, ચાતુર્માસ અને પક્ષ પર્યત વધારેમાં વધારે સ્થિતિવાળા છે. આ પ્રસંગે ફેટન કરવાની જરૂર જણાય છે કે, કેટલાએક મી. એમર્સનના મત પ્રમાણે કહે છે કે પ્રામાણિક અને સત્ય આચરણવાળા મનુષ્ય હંમેશાં ક્રોધી સ્વભાવવાળા હોય છે. તેઓ જરા પણ અપ્રમણિકપણું સહન નહીં કરી શકવાથી ક્રોધી બની જાય છે. આ હકીકતને સર થાય છે, અને આવેશમાં ભસ્મીભૂત Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] જૈન દર્શન મીમાંસા જરા જૈની દષ્ટિ સાથે સરખાવતાં જણાશે કે, સંજ્વલન ક્રોધનું સ્વરૂપ અમુક પ્રાણીઓના દુર્ગુણ સુધારવાને અને તેને યથાર્થ શીખામણું દેવાને માટે પ્રયોજાયેલું હોય છે. આ સંજ્વલન કે જેને ચોથા પ્રકારના ક્રોધની કોટિમાં ગણવામાં આવે છે, તેનું પરિવર્તન થઈ તે અનંતાનુંબંધિ થઈ જવો ન જોઈએ. જો સંજવલનમાંથી અનંતાનું બંધિની ઉત્પત્તિ થાય છે તે અનંતાનુંબંધિનું જ ફળ આપે છે. આ પ્રકારે જૈન દર્શન કહે છે. એક જ નાના દષ્ટાંતથી આ હકીકત સમજાશે. એક ગુરુ પોતાના શિષ્યને તે આળસુ હોવાથી પઠન પાઠન કરવાની શીખામણ દેતા હતા. એક વખત શીખામણ દેવાની ખાતર ગુરુએ તે શિષ્યને બે ત્રણ લપાટ ચડી દીધી કોધથી ઘેરાયેલા તે શિષ્ય તરત જ પાસે પડેલી લાકડી લઈને ગુરુજીની સાથે પ્રહાર-ક્રીડા કરવા માંડી, ઉત્પન્ન થયેલે અગ્નિ અન્ય પદાર્થમાં પ્રકટી નીકળે તેમ ગુરુ પણ તરત આવેશમાં આવી ગયા અને યુદ્ધક્ષેત્રમાં ઘૂમવા માંડ્યા. તેવામાં લાકડી ગુના મર્મસ્થળે વાગવાથી ગુરુ પંચત્વ પામ્યા અને નર્કગતિના અધિકારી થયા. આ ઉપરથી લક્ષમાં લેવાની જરૂર છે કે સંજવલન ક્રોધ-ચેથા પ્રકારના ક્રોધને સાધ્યદષ્ટિની હદ બહાર જવા દે એ સંપૂર્ણ રીતે નુકશાનકારક છે, એટલું જ નહિ પણ ક્રોધની લગામ છૂટી જવાથી અનિષ્ટ ફળ નીપજે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી કહે છે કે – ન હેય ને હોય તો ચિર નહિ, ચિર રહે તે ફળ છે રે; સજજન ક્રોધ એહવે, જે દુર્જનનેહ રે. સજ્જનેને કેધ હોય જ નહીં. કદાચ હોય તે લાંબે વખત ટકી રહે નહિ. કદાચ લાંબે વખત રહે તો ફળ પ્રાપ્ત થાય નહિ, કેમકે અંદર તીવ્રતા નહિ હેવાથી દુર્જનના નેહની પેઠે ફળશન્ય નીવડે. આ ઉપરથી ક્રોધ કરનાર મનુષ્ય પોતાના આત્મા સાથે વિચાર કરવાની જરૂર છે કે પોતે આમધર્મ કેટલે અંશે ચૂકે છે. અન્યને આ રૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત કરાવવાથી અન્યના આત્માને અર્ધગતિ કરાવવાનું નિમિત્ત કારણ પિતે બને છે; એટલું જ નહિ પરંતુ પોતાનામાં તે Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [ ૩૧] સંસ્કાર ગાઢ થઈ જતા હોવાથી એક શત્રુને પિતાના મસ્તક ઉપર ઝઝુમતે કરે છે ક્ષમા અને સહનશીલતા એ બંને સગુણુ ક્રોધને પ્રત્યુપાય છે એમ જ્ઞાનીઓએ પુકારીને કહેલું છે. માન કષાય –ગૌતમ કુલકમાં કહેવામાં આવેલું છે કે મifસળોસોચત-અહંકાર કરવાની ટેવવાળા પુરૂષો આખરે શાચ પામે છે દુનિયામાં માન ધરાવનારને કઈ માન આપતું નથી, કીર્તિની પાછળ દોડનારને તે પ્રાપ્ત થતી નથી. અભિમાન કરનાર પ્રાણી પિતે કપેલા શિખર ઉપરથી કેવી રીતે પડે છે તે આપણે દુનિયાના વ્યવહારમાં અનેકવાર જોઈએ છીએ. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા, માનીને એક શિલરાજ સાથે સરખાવે છે. આ પર્વત ઉપર ચડીને જ્યારે આ જીવ બેસે છે ત્યારે તેના વિનય વગેરે ગુણે નાશ પામે છે, અને તે પર્વત ઉપર રહેલી આઠ મદ રૂ૫ ટેકરીઓ શુદ્ધ સ્વરૂપને અદશ્ય રાખે છે. સિંદૂરપ્રકરમાં મનને હસ્તીની ઉપમા આપી છે. કર્તાના કહેવા મુજબ માનરૂપી મત્તગજે સમતા રૂપ બંધન તેડી નાખનાર છે, વિમલમતિનો વિનાશ કરનાર છે, દુર્વચનરૂપી ધૂળને તરફ વિસ્તારે છે. અને સિદ્ધાંતની અવગણના કરનાર છે. શ્રીમદ્ ચિદાનંદજી કહે છે કે, “લઘુતા મેરે મન માની, લઈ ગુરુ ગમ જ્ઞાન નિશાની” મદને માટે બાહુબલજીનું દષ્ટાંત મનનીય છે. દીક્ષા લીધા પછી નાના ભાઈઓને ન વાંદુ એવો આગ્રહ રહ્યો ત્યાં સુધી કૈવલ્ય પ્રાપ્ત થયું નહિં. એક વર્ષ સુધી એવી સ્થિતિમાં રહ્યા પછી “વીરા મારા ગજ થકી ઉતરે, ગજ બેઠા કેવળ ન હોવે રે.” એવા ધ્વનિવાળા બ્રાહ્મી અને સુંદરીને શબ્દ સાંભળતાં જ કદાગ્રહ બુદ્ધિનો વિનાશ થયો અને વંદન કરવા જાઉં–એવી ભાવના પછી તુરત જ કૈવલ્ય ઉત્પન્ન થયું. મદના આઠ પ્રકારે રોગશાસ્ત્રમાં નીચેના સ્લેકથી દર્શાવેલા છે. जातिलाभकुलैश्वर्य बलरूपतपःश्रुतैः । कुर्वन्मदंपुनस्तानि हीनानिलभतेन ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ [૩૨] જૈન દર્શન મીમાંસા જાતિ, લાભ, કુલ ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને મૃત–આ સર્વમાં પ્રાણી જેનો જેને મદ કરે છે તે તે વસ્તુઓની પ્રાપ્તિ ભવિષ્યમાં અલ્પ પ્રમાણવાળી અથવા અધમ સ્થિતિવાળી બને છે. આવી રીતે મદ પ્રાણુઓને, તપશ્ચરણનું ફળ બેસવા દેતું નથી, અને અજીર્ણ કરાવે છે. માયાકષાય-કહ્યું છે કે, એક પણ માખીની પાંખ દુભાવા જેટલી પણ હિંસા ન કરી હોય અને શાસ્ત્રોક્ત રીતિએ ચારિત્રનું પાલન કર્યું હોય છતાં તે સર્વ કપટવૃત્તિવડે બીજાને ઠગવાના કારણથી જ હોય તો માત્ર કાયકલેશ સિવાય બીજું કાંઈ નથી. માયાવી પ્રાણીઓ પિતાનું અને પરનું બંનેનું બગાડે છે. અનેક મુગ્ધ મનુષ્ય માયાવી પ્રાણીની દંભવૃત્તિમાં ઠગાય છે. દંભી પ્રાણીઓનું વર્તન અંદર અને બહાર જુદું જ હોય છે. એક મનુષ્ય સાથે વૈર હોય છતાં સ્વાર્થની સાધના માટે સુંદર વચનો વડે તે મનુષ્યનું આકર્ષણ કરી સાધ્યને સાધિત કરનારા અનેક મનુષ્યો જગતમાં દષ્ટિગોચર થાય છે. દંભવૃત્તિવાળા મનુષ્યના હૃદયમાં અન્યને માટે હિતબુદ્ધિ ટકી શકતી નથી. અન્યાયપાર્જિત ધન, પરસ્ત્રીની સાથે કામવાસનાની તૃપ્તિ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાતવડે સ્વાર્થસિદ્ધતા-આ સર્વનું કારણ માયા-દંભવૃત્તિ છે. સિંદૂરપ્રકરણમાં કહેલું છે કે, विधाय मायां विविधैरुपायैः परस्ययेवंचनमा चरंति । ते वंचयंति त्रिदिवापवर्ग सुखान्महामोहसरवास्वमेवा ॥ વિવિધ ઉપાય વડે માયા કરીને જ પરને ઠગે છે તેઓ વાસ્તવિક રીતે પિતાને ભવિષ્યમાં પ્રાપ્ત થતા સ્વર્ગ અને મેક્ષના સુખને ઠગે છે. ભકષાય—મી. એટલે કહે છે કે, . Ambition is a lust that is never quenched; grows more inflamed and madder if enjoyed. લોભ કદી તૃપ્ત થતી નથી, તેને પ્રસાર આપવાથી તે વધારે પ્રબળ અને ઉન્મત્ત બને છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુ યોગ [૩૩] સૂત્રમાં કહ્યું છે કે ન ાહો ત ોો ઢાષ્ટ્રદો ઘaz–“જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લેભને ભ રહેતો નથી, જ્યાં સુધી આત્મામાં સંતોષવૃત્તિનો પ્રાદુર્ભાવ થયેલ નથી ત્યાં સુધી પંદર રૂપિઆના પગારવાળો માણસ સો રૂપીઆની નોકરીના પગારની ઈચ્છા ધરાવતો હોય છે, સો રૂપિઆની મુડીવાળા મનુષ્ય દસ હજારની મુડી એકઠી કરવા પ્રત્નશીલ હોય છે, દશ હજારની મુડીથી અતૃપ્ત પ્રાણી એક લક્ષ પ્રાપ્ત કરવાને, લક્ષાધિપતિ કરોડપતિ થવાને, કરોડપતિ રાજ્યસન પામવાને, રાજા ચક્રવર્તિ બનવાને, અને ચક્રવર્તિ ઈંદ્રવ મેળવવાને–અસંતુષ્ટપણે અભિલાષાઓ નિરંતર કરે છે. ધન પ્રાપ્તિને માટે ઈચ્છાઓ પ્રબળપણે ઉત્પન્ન થતી જાય છે. ગમે તે રીતે ધન પ્રાપ્ત કરવું એજ સાધ્યબિંદુ હોવાથી અનેકશઃ સમુદ્રયાત્રા કરે છે, કૃપણ સ્વામીની પણ આ અર્થાભિલાષિઓ ગુલામી કરે છે, અને છેવટે લેભ રૂપ મહાસાગરમાં ઝબળાઈ મૃત્યુને આધીન બને છે. ઈચ્છાની લગામ જ્યારે છૂટી જાય છે ત્યારે તે આકાશના છેડાની જેમ અંત વગરની બનતી જાય છે. જેમ સરાવલું નીચેથી અડધા ઇંચનું માત્ર હોય છે તે ઉપર જતાં વધતું જાય છે અને બે ઇંચ ઉપર દષ્ટિ કરીએ ત્યાં તે સાત આઠ ઈંચ જેટલું વધી જાય છે, તેમ ઈચ્છા શરૂઆતમાં ઘણી જ પડી હોય છે, પણ તેને જરા પ્રસાર મળતા તે બેવડી ચેવડી આઠગણી કૂદકે ને ભૂસકે વધી જાય છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાય મોહનીય કે જે આત્માની સાથેના સંબંધમાં નિરંતર શત્રુપણાનું કામ કરી રહેલા છે તેમના સામે મુમુક્ષુ પ્રાણીએ ક્ષમા. મૃદુતા, આર્જવ અને સંતોષવૃત્તિ રૂપ ચાર પડવાળું બખ્તર પહેરી સજ્જ રહેવું જોઈએ. આ કાર્ય માટે ખરેખરા આત્મબળની આવશ્યકતા છે. હાસ્યાદિ નવ નેકષાય આ ચારે કપાયને સહચારી છે. અર્થાત, કપાયને ઉત્પન્ન થવાના કારણ તરીકે રહેલાં છે. હવે મિથ્યાત્વ મેહનીય Page #34 -------------------------------------------------------------------------- ________________ [૩૪] જૈન દર્શન મીમાંસા અને સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ દર્શન કરવાને માટે સમ્યક્ત્વ શું છે તેની પર્યાચના કરીએ. કહ્યું છે કે – दसण भट्ठो भठ्ठो दंसण भट्ठस्य नथिथ निव्वाणं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥ સમ્યકત્વથી ભ્રષ્ટ પ્રાણી સર્વથી ભ્રષ્ટ છે, કેમકે સમ્યકત્વ રહિત પ્રાણીને કદાપિ મોક્ષ નથી. દ્રવ્ય ચારિત્ર લીધા વગરના પ્રાણુઓ મુક્તિ પામેલા છે, પરંતુ સમ્યકત્વ રહિત પ્રાણીઓ કદાપિ મુક્તિ પામ્યા નથી.” સમ્યકત્વનું સ્વરૂપ અને તેને ઉત્પત્તિ કમ સમ્યકત્વનું મૂળ સ્વરૂપ પુરુષાર્થ સિદ્ધયુપાયમાં નીચે પ્રમાણે કહેવામાં આવેલું છે. जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यं । श्रद्धानविपरीताभिनिवेश विविक्तमात्मरूपंतत् ।। “જીવ અને અછવાદિ વાસ્તવિક પદાર્થોનું સર્વથા વિપરીત–-હઠાગ્રહ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે અને તે આત્માનું સ્વરૂપ માત્ર છે. સર્વજ્ઞ કથિત તો શ્રદ્ધારૂપે તદ્દન સત્ય છે એવી આત્મામાં પ્રતીતિ થવી, તે વ્યવહાર સમ્યકત્વ અને આત્મા અને જડના ભેદ જ્ઞાન વડે વિચાર અને નિર્ણયપૂર્વક તત્ત્વ પ્રતીતિ થવી તે નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. તેની ઉત્પત્તિ બે પ્રકારથી થાય છે. નિસ અને મધામ, સહજ વિચાર કરવાથી આમપ્રતીતિ થાય તે નિસર્ગ અને કઈ મહામાના ઉપદેશ વડે આત્મજાગૃતિ થાય તે અધિગમ. જ્યાં સુધી સમ્યકત્વનો અભાવ છે ત્યાં સુધી તાવ અને કુતત્ત્વને વિવેક દૂર રહે છે. સમ્યગુદર્શન વગરના પ્રાણીઓ મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય આ ત્રણ કર્મપ્રકૃતિથી પરાભવ પામે છે. અનંતાનુબંધિ ક્રોધ, માન. માયા, લેભ અને આ ત્રણ મેહનીય એકંદરે સાત પ્રકૃતિનો ક્ષયઉપશમ હોય તે જ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યકત્વ ત્રણ પ્રકારે આ રીતે છે. ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક. પૂર્વોક્ત સાત Page #35 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૩૫] પ્રકૃતિને ક્ષય કરે તો ક્ષાયિક. અંતમુહૂર્ત જેટલા કાળમાં તેમાંથી થોડીક ક્ષય કરે અને બાકીની પ્રકૃતિને અનુદયપણે રાખે તે ક્ષપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયું કહેવાય છે. અંતર્મુહૂર્ત માત્ર સમ્યકત્વ ગુણ જે આત્માને ફરસેલે છે, તે અર્ધપુલપરાવતે જે જૈન પરિભાષાનો કાળ છે તેટલા વખતની વધારેમાં વધારે મર્યાદામાં અવશ્ય મુક્તિ પામે છે. અર્થાત મિથ્યાવરૂપ કૃષ્ણ પક્ષ દૂર થવાથી અને સમ્યફવરૂપ શુકલપક્ષને ઉદય થવાથી અનુક્રમે મોક્ષરૂપ પૂર્ણ ચંદ્રની કલા પ્રકાશે છે. સમ્યકત્વને કમ આ પ્રકારે છે. મેહનીય કર્મની વધારેમાં વધારે સીતેર કોડાઢોડિ સાગરોપમની સ્થિતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ત્રીશ કોડાકોડી છે. નામ અને ગોત્રની વીશ કોડાકોડી છે, અને આયુષ્યની તેત્રીશ સાગરોપમની છે. આ સર્વ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી દરેકની માત્ર એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રહે અને બાકીની સ્થિતિને ક્ષય થયેલે હેય—એવા પરિણામ વડે આત્માએ યથાપ્રવૃત્તિકરણ ય્ કહેવાય છે. ત્યાર પછી આત્મવીર્યને અધિક ઉલ્લાસ થવાથી તે ગ્રંથીને ભેદ કરવાની શરૂઆત કરે છે. તે વખતે આત્માના જે પરિણામ થાય છે, તે જૈન પરિભાષાએ અપૂર્વકરણ કહેવાય છે. ગ્રંથીને ભેદ કરતાં છેલ્લે અનિવૃત્તિકરણ કરે છે. તે વખતે સમ્યકત્વરૂપ આત્માના નિર્મળ પરિણામને આત્મા પિતાની સન્મુખ હાજર થયેલે જુએ છે. અનિવૃત્તિકરણ કર્યા પછી અંતકરણ કરે છે. તે વખતે મેહનીય કર્મના ત્રણ પુંજ કરે છે તન અશુદ્ધ, અર્ધશુદ્ધ અને શુદ્ધ. મિથાવજનિત આ પુદ્ગલોને જે તે વખતે ક્ષય કરે છે તે ક્ષાયિક અને ક્ષયોપશમ કરે છે તે ક્ષાપથમિક અને માત્ર ઉપશમ કરે તો ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ ક્ષીણ થયેલું ન હોય ત્યાં સુધી જ નિશ્ચયપણે ત્રણ પુંજવાળા હોય છે, મિથ્યાત્વને ક્ષય થતાં બે પુજવાળા હોય છે, મિશ્રને ક્ષય થતાં એક પુંજવાળા હોય છે અને સમ્યકત્વ મેહનીય ક્ષય થતાં ક્ષાયિક સમ્યક વધારી થાય છે. અશુદ્ધ, Page #36 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શન મીમાંસા અર્ધશુદ્ધ અને શુદ્ધ એ ત્રણ પુજે મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મેહનીયરૂપે કહેવામાં આવેલા છે. ગ્રંથી એ મેહનીયકર્મના તીવ્ર પરમાણુઓને સંચય છે. અને પૂર્વોક્ત કારણે એ આત્માના ભિન્ન ભિન્ન અવસ્થાના પરિણમે છે. સમ્યકત્વના ઉત્પત્તિક્રમના ભેદમાં આચાર્યોના મત ભિન્નભિન્ન રીતે વર્તે છે. ક્ષાયિક સમ્યકત્વ કર્મને ક્ષયથી, ઉત્પન્ન થયેલું હોવાથી પ્રાપ્ત સમ્યકત્વને અભાવ થતો જ નથી. ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરેલ પ્રાણી પ્રમાદવશ બને છે, તો તેથી ચુત થાય છે, અને કર્મની મેટી સ્થિતિના વમળમાં પડે છે. સમ્યકત્વના અનેક પ્રકારે છે. પુગલિક અને અપુલિકા મિથ્યાત્વ સ્વભાવ ગયેલ હોય અને સમ્યકત્વ મેહનીય પુંજમાં રહેલા પુલને વેદવારૂપ ક્ષય પશમ પ્રાપ્ત થાય તે પૌલિક સમ્યકત્ર કહેવાય છે અને સર્વથા મિથ્યાત્વ મિશ્ર તથા સમ્યકત્વ મોહનીય પુજના પુદ્ગલેને ક્ષય થવાથી ક્ષાયિક તથા ઉપશમથી ઉત્પન્ન થયેલ જે માત્ર જીવ પરિણામરૂપ–પરામિક સમ્યકત્વ તે અપુદ્ગલિક કહેવાય છે અર્થાત પુદ્ગલેનું વદન સ્વરૂપ તે પુગલિક સમ્યકત્વ, અને જે જીવના પરિણામ તે અપુૌલિક સમ્યકત્વ કહેવાય છે. સાસ્વાદન અને ઉપશમિક સમ્યકત્વ ભવસ્થિતિ પર્યત આત્માને વધારેમાં વધારે પાંચ વખત થાય છે. વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વખત હોય છે અને ક્ષાયોપથમિક સમ્યકૃત્વ અસંખ્ય વાર હોય છે. આ સમ્યકત્વના આઠ અંગ છે. જેમ આઠ સ્તંભવાળા પ્રાસાદમાં ટકી શકવાની સ્થિતિ રહેલી છે તેમ અષ્ટાંગવડે સમ્યકત્વ ટકી રહે છે, તેના નામ નીચે પ્રમાણે ( નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. સર્વજ્ઞકથિત અનેકાંત સ્વભાવરૂપ તો સત્ય છે કે અસત્ય છે તેવી શંકા નહીં કરવી તે નિઃશંકિત નામે પ્રથમ અંગ છે. સમ્યકત્વધારી જીવે ઈહલોક અથવા પરલેક સંબંધી પુણ્યના ફલેની આકાંક્ષાથી રહિત રહેવું તે નિઃકાંક્ષિત નામે દ્વિતીય અંગ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૩૭] ભુખ તૃષા શીત ઉષ્ણાદિ ભાવોમાં તથા વિષ્ટાદિક પદાર્થોમાં, ગ્લાનિને અભાવ તે નિવિચિકિત્સારૂપ તૃતીય અંગ છે. અશુદ્ધ દેવ, ગુરૂ અને શાસ્ત્રોને વિષે સમ્યકત્વવાન પુરૂષે મૂઢ દષ્ટિપણુથી રહિત રહેવું તે અમૂઢદષ્ટિવ નામે ચતુર્ભાગ છે. અન્યના ગુણને પ્રકટ કરી દેષનું અપ્રસિદ્ધપણું રાખવાની વૃત્તિ તે ઉપગૂહનરૂપ પંચમાંગ છે. કામ ક્રોધ મદ લેભાદિ વડે ધર્મમાર્ગથી ચુત થતા સ્વને અથવા પરને યુક્તિઓ વડે ધર્મમાં સ્થિર કરવું તે સ્થિરીકરણરૂપ પકાંગ છે. મહાત્માઓની સાથે પરમ પ્રીતિ રાખવી તે વાત્સલ્ય નામક સપ્તમાંગ છે અને દાન તપશ્વરણ જિનપૂજનાદિ ચમત્કાર વડે જિન ધર્મને પ્રભાવના યુક્ત કરે તે પ્રભાવને નામે અછમાંગ છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી આ આઠ અંગાવડે આભારૂપ પ્રાસાદને ટકાવી રાખવો જોઈએ. સમ્યકત્વના બધા મળી શુદ્ધિ, લિંગ, જયણું વગેરે સડસઠ ભેદ છે, તેને વિસ્તાર શાસ્ત્રમાં વિસ્તૃતપણે પ્રતિપાદન થયેલ છે. આવા પ્રકારના સમ્યકત્વને ન પામવા દેનાર કર્મ તે મિથ્યાત્વે મેહનીયાદિ ત્રણ મિહનીય કર્મના વિભાગો છે. સમ્યક્ત્વ એ આત્માના શાસ્ત્રોક્ત રીતિએ શ્રદ્ધાન ગુણનું પ્રકટવું તે છે. અંતરાય કર્મ: અંતરાય કર્મના પાંચ ભેદ છે. દાન, લાભ, બેગ, ઉપભોગ, અને વીર્ય દાનના પણ પાંચ પ્રકારે છે. અભયદાન, અનુકંપાદાન, સુપાત્રદાન, કીર્તિદાન અને ઊચિતદાન. કરડે રૂપીઆની મિલકત હોવા છતાં અમુક પ્રાણી દાન આપી શકતો નથી, તે દાનાંતરાયના કર્મને ઉદય છે. અનેક મહેનત કરતાં અમુક પ્રાણી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિથી બેનસીબ રહે છે તે લાભાંતરાય. સુકેમળ શયા અને સુંદર સ્ત્રી પાસે હોવા છતાં ઉપભોગ કરવાની અશકિત તે ઉપભેગાંતરાય. પુષ્પ વગેરે એકવાર ભોગવવામાં આવે તે વસ્તુનું ભોગથી રહિત હોવાપણું તે ભેગાંતરાય અને શક્તિ હોવા છતાં ફેરવી શકવાના સંજોગોને અભાવ, તે વર્યા રાય છે. અંતરાયકર્મના ઉદયે મમ્મણે Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જૈન દર્શન મીમાંસા શેઠ પોતાની મિલકતને તથા સુંદર ખાનપાનને ભોગ કરી શક્યા નહોતો. શ્રી ઋષભદેવજીને પણ વર્ષ પર્યત આહાર મળી શક્યો નહોતો. આ કર્મને સ્વભાવ રાજાના ભંડારી તુલ્ય કહેલો છે, જેથી તે આત્માને ઈષ્ટ પ્રાપ્તિમાં વચ્ચે પડે છે. નામકર્મ – નામકર્મ તે એક ચિતારા સમાન છે. ચિતાર જેમ ચિત્રને અનેક રંગે પુરીને જુદા જુદા રૂપે ચીતરી બતાવે છે તેમ નામકર્મ આત્માને વિચિત્ર રૂપ આપ્યા કરે છે. આ કર્મ એકસે ત્રણ પ્રકારે છે. આ કર્મવડે કઈ પ્રાણું ઔદારિક શરીરવાળા, કોઈ વૈક્રિય શરીરવાળા, કોઈ વજસભ નારાચ સંઘયણવાળા, કોઈ સેવાર્ત, વામન અથવા હુંડક સંસ્થાનવાળા બને છે. આ કર્મવડે કઈ પ્રાણી નારકી બને છે, કઈ દેવપણે ઉત્પન્ન થાય છે, કોઈ મૃગ, સિહ, પક્ષી, સર્પ, ગાય, ભેંસ ઈત્યાદિ રૂપે ચિત્રપટમાં દાખલ થાય છે. નામકર્મ રૂપ ચિત્રકારની બાહોશ પીંછીથી યોગ્યતા પ્રમાણે પ્રાણીઓનું ચિત્ર આ પ્રકારે સંસારપટ પર રંગબેરંગી બને છે. ગોત્રકર્મ:– આ કર્મ બે પ્રકારે છે. ઉચ્ચ અને નીચ. કુળને ભદ કરવાથી પ્રાણી નીચ ગોત્રકર્મ ઉપાર્જન કરે છે અને નીચત્વ પામવાથી ધર્મપ્રાપ્તિથી દૂર રહે છે. શ્રીમદ્ વીરવિજયજી મહારાજ પૂજામાં કહે છે કે- ઘી ભરિયે ઘટ એક મેં, બીજે મદિરા છાર; ઉચ્ચ નીચ નેત્રે કરી, ભરીએ આ સંસાર. - જેમ એક ઘતથી ભરેલ ઘટ દુનિયામાં સત્કારને પાત્ર છે અને મદિરાથી ભરેલ ઘટ તિરસ્કારને પાત્ર છે–તેમ જ ઉચ્ચ અને નીચ ગેત્રીય પ્રાણું સન્માન અને ધિક્કારને પાત્ર બને છે. નીચ ગોત્રવાળા પ્રાણીઓ જવલ્લે જ ધર્મ પામી શકે છે, કેમકે ઉચ્ચ ગોત્રવાળા પ્રાણીએને ધર્મ એ કુલઝમાગત હોવાથી સહજ અંગીકૃત થયેલું હોય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કવ્યાનુગ [૩૯] વેદનીયકર્મ: આ કર્મ બે પ્રકારે છે. માતા અને અસાતા. સાતાવડે પ્રાણીઓને પૌલિક સુખોને ઉપભોગ પ્રાપ્ત થાય છે. વ્યાધિ, ચિંતા, ઈષ્ટવિયેગ અને અનિષ્ટ સંયોગ, એ અસાતા વેદનીય ઉદય છે. સાતવેદનીયના સુખમાં મગ્ન થઈ પ્રાણીઓ આત્મભાન ભૂલી જાય છે, તેવું ઘણે દરજે બને છે. પરંતુ તેઓ વિચારતા નથી કે તે વાસ્તવિક સુખ નથી, માત્ર આરેપિત સુખ છે. પાછળ અસાતા રહેલી જ છે. સાતાવેદનીય પ્રાપ્ત થયા પછી પૌલિક સુખમાં નિમગ્ન નહિ થતાં આત્મનિરીક્ષણ સદા કરતા રહેવું એ કર્મની મુક્તિને સરલ ઉપાય છે. આ કર્મ તરવારની ધાર ઉપર રહેલા મધ સરખું છે. આયુષ્યકર્મ: આ કર્મ એક બેડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. કર્મને વશ થયેલા જીવરૂપ ગુન્હેગારને નારકી અને તિર્યંચનું આયુષ્ય લેહથી ઘડેલી બેડી તુલ્ય છે અને મનુષ્ય અને દેવતાનું આવ્યુય સુવર્ણથી ઘડેલી બેડી સદશ છે. જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર થયેલા કેદીને તે મુદત પૂરી થયા સિવાય મુક્ત થવાતું નથી તેમ આયુષ્યની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં સંક્રમણ કરી શકતો નથી. દેખવામાં આવે છે કે ઘણા પ્રાણીઓ કે જેઓ વ્યાધિ, ઈષ્ટવિયોગ અને અનિષ્ટ ગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હોવાથી આ સંસારમાં પિતાનું મૃત્યુ જલ્દી થાય એમ ઈરછે છે. પરંતુ તેઓ જલ્દી મરી જતાં નથી. કેમકે આયુષ્યની મર્યાદા તેમની દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હસ્ત થતી નથી, - જ્યારે અનેક પૌલિક સુખમાં એશઆરામ કરનારા પ્રાણીઓ પૂર્વપુણ્ય ગે અખૂટ ધનપ્રાપ્તિ, વહાલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ, આદિ અનેક આરેપિત સુખી સંજોગો પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પિોતે લાંબા આયુષ્યવડે દીર્ધકાલીન સુખ ભોગવે તેવું ઈચ્છે છે. છતાં Page #40 -------------------------------------------------------------------------- ________________ [ 0 ]. જૈન દર્શન મીમાંસા ના પરમભક ભવમાં જવાના અને નારીમાવા છતાં આ તેઓએ જાય છે. નિયુતિ થી પિા આયુષ્યની મર્યાદા ટૂંકી હોવાથી પિતાને વહાલા પૌલિક સુખોને અધમુક્ત સ્થિતિમાં જ તજવા પડે છે અને આયુષ્ય મર્યાદાના વેગને આધીન થવું પડે છે. આ કર્મ દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. શ્રેણિક રાજા કે જેઓ વીર પ્રભુના પરમભક્ત હતા તેઓએ તદ્ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલું હોવા છતાં આયુષ્ય સ્થિતિ પ્રથમ નિર્ણત થઈ ગયેલી હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું છે. પૂર્વોક્ત પ્રકારે અષ્ટવિધ કર્મની કુલ મળીને એક અઠ્ઠાવન પ્રકૃતિપ્રકાર છે. આ પ્રકૃતિ બે પ્રકારની છે. શુભ અને અશુભ. શુભ ક્રિયાઓ કરવાથી આત્માને શુભ પ્રકૃતિ બંધ થાય છે, તેથી મનુષ્ય જન્મ, દેવભવ, પંચેદિય સંપૂર્ણતા, જગતને સુંદર લાગતા પૌલિક સુખોને ગ તથા સદ્ગુરુ ગ, સાસ્ત્ર શ્રવણ, આદિ પ્રાપ્ત થાય છે. અશુભ કાર્યો કરવાથી અશુભ પ્રકૃતિબંધ થાય છે. જેથી તિર્યચપણું, નારકીપણું, અસાતવેદનીય, કષાયની ઉત્પત્તિ, વ્યાધિ અને જે જે અસુંદર યોગો દુનિયાની દષ્ટિએ રહેલા છે તેમને યોગ પ્રાપ્ત થાય છે. આ રીતે શુભાશુભ કર્મ પ્રકૃતિઓ આત્માના અધ્યવસાય પ્રમાણે આત્મા સાથે એકત્ર થઈ સુખ અને દુઃખના અનુભવને કરાવતી ચોરાશી લાખ જીવનિમાં આત્માને ભ્રમણ કરાવે છે. પૂર્વોક્ત કર્મ પ્રકૃતિઓને આત્મા સાથે કેવા સ્વરૂપમાં બંધ થાય છે તેનું જરા અવકન કરીએ. અષ્ટવિધ કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ જ્યારે આત્મા સાથે જોડાયા છે ત્યારે ચાર પ્રકારને બંધ પાડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. સુંઠ અને મરીને બનાવેલ એક વૃતમિશ્રિત લાડુ છે. જેમ તે લાડુને સ્વભાવ શરીરમાં રહેલા વાયુને હણવાને છે તેમ જ એક કળીને લાડુ છે તે જેમ પિત્તશમન કરનાર હોય છે, તેમ કોઈ કર્મપ્રકૃતિને સ્વભાવ જ્ઞાનને આવરણ કરનાર હોય છે, તો કેઈ સમ્યકૃત્વને રેધક હોય છે. કઈ પ્રકૃતિને દુનિયામાં પ્રાણીઓને રંક બનાવવાનો તો કોઈને ચક્રવર્તી બનાવવાનો સ્વભાવ હોય છે. તે પ્રકૃતિબંધ કહેવાય છે. જેમ કેઈ લાડુ પોતાનામાં રહેલા ઓછા વધતા ઘીના Page #41 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [ ૪૧ ] પ્રમાણમાં દશ પંદર દિવસે અથવા એક માસ પછી સ્નિગ્ધતા રહિત થાય છે. તેમ કઈ પ્રકૃતિ યાજજીવ સુધી, કોઈ એક માસ, ચાર ભાસ, વર્ષ સુધી રહી ભેગવાશે તે સ્થિતિબંધ. કેઈ લાડુ અંદર ધૃતની દષ્ટિએ જેમ એક મણિક, અર્ધ મણિક અથવા દશ શેરી હોય છે તેમ પ્રકૃતિઓમાં કોઈ પ્રદેશ ઉદયથી ભગવાય છે અને કોઈ વિપાક ઉદયથી ભગવાય છે. કેઈમાં ઘણી તીવ્રતા હોય છે અને કેાઈમાં ઘણી મૃદુતા પણ હેાય છે, તે રસબંધ. જેમ મમરા ગોળના લાડુમાં એક મમરા કપીએ અને દાળીયાના લાડુમાં એંશી દાળીયા કલ્પીએ તેમ કર્મ પ્રકૃતિના પરમાણુઓ લાખોની સંખ્યાવાળા, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા હોય છે. આ પ્રદેશબંધ કહેવાય છે. પ્રસ્તુત દષ્ટાંત અને દાસ્કૃતિક ભથે લાડુ અને આત્મા એ રીતે વિચારવાનું છે. આ પ્રકારે ચાર પ્રકારને કર્મબંધ પડે છે. અને કર્મ પરમાણુઓના રસની તીવ્રતા–મંદતા પ્રમાણે તે ઉદયમાં આવેથી તેને અવશ્ય ભોગવટો થાય છે. પ્રથમ આત્માના અશુભ અધ્યવસાય થાય છે, પછી આશ્રવનું સેવન કરે છે કે તરત જ કર્મપ્રકૃતિઓને યોગ્યતા પ્રમાણે બંધ પડે છે અને પછી તે પોતપોતાનો અબાધાકાળ પૂર્ણ થયે ઉદયમાં આવે છે. તે પ્રમાણે પ્રાણુ ભગવે છે, અને પુનઃ આશ્રોનું સેવન કરવાથી નવાં નવાં કર્મોન બંધ પડતો જાય છે. આ ક્રમથી સંસારચક્ર અનાદિકાળથી ગતિમાન થઈ રહેલું છે. આત્માને વિકાસક્રમ દર્શાવનાર ગુણસ્થાનકે : જૈન દર્શન આત્માના અધ્યવસાયના વિકાસક્રમના ચોદ વિભાગ પાડી ચતુર્દશ ગુણસ્થાનક એવા નામથી અંકિત થયેલું છે. જેમ જેમ પ્રાણું ઉચ્ચ ગુણસ્થાનકે ચડતો જાય છે તેમ તેમ આત્મ પરિણામ નિર્મલ થતા જાય છે. ચૌદમી ભૂમિકાને સ્પર્યા પછી સર્વ કર્મ પ્રકૃતિના બંધ, ઉદય અને ઉદીરણાને સત્તા સાથે ક્ષય થાય છે અને તત્વાર્થમાં કહ્યું છે તેમ વાક્ષારો' કર્મ માત્રને ક્ષય થયેલ હોવાથી સ્પષ્ટ છે કે આત્મા નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે એ આત્માના ગુણની ઉત્તરેત્તર વૃદ્ધિ છે. ગુણસ્થાનકથી Page #42 -------------------------------------------------------------------------- ________________ [૪૨] જૈન દર્શન મીમાંસા પ્રમાદાદિ કારણેવિડે યુત થવાનું બને છે, તે ઉન્નતિની પ્રગતિને રેધ થઈ અવનતિક્રમ ચાલુ થાય છે. ચૌદ ગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યગદષ્ટિ, દેશ વિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સુકમ સં૫રાય, ઉપશાંત મેહ, ક્ષીણ મેહ, સગિ અને અગિ. કૃષ્ણપક્ષમાં ચંદ્રની જ્યોતિ વગર જેમ ચક્ષુવડે જોઈ શકાતું નથી તેમ મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં વર્તતા પ્રાણુને–પોદ્ગલિક વસ્તુને “સ્વ” તરીકે આપણું કરનારને–આત્મા એ શું વસ્તુ છે, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને વિવેક શું છે, તેનું ભાન થઈ શકતું નથી. એવી સ્થિતિમાં વર્તનાર પ્રાણી મિથ્યાત્વ ગુણસ્થાનકસ્થિત કહેવાય છે. આ ગુણસ્થાનકે પૂર્વોક્ત સાત પ્રકૃતિને ક્ષય કે જે સમ્યફવ ખમવાને યોગ્ય છે તે થયેલું હોતું નથી એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના સમ્યત્વ વગરના સર્વ પ્રાણિમાત્ર આ પહેલે ગુણસ્થાનકે હોય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ પ્રાણ જ્યારે સમ્યક્ત્વ વમી નાંખે છે તે વખતે તેને રહેલે પૂર્વને સ્વાદ તે સાસ્વાદન નામે દિતીય ગુણસ્થાનક છે, તેને કાળ માત્ર છ આવલિ જેટલું છે. મિથ્યાત્વથી ઉપર ચડતાં પ્રાણીને આ ગુણસ્થાનક હોતું નથી, પરંતુ સમ્યકત્વથી પતિત થતા પ્રાણીને હેય છે. પૂર્વ દર્શિત દર્શન મોહનીયના ત્રણ પુંજ અશુદ્ધ, અર્ધ શુદ્ધ અને શુદ્ધ કે જે અંતરુકરણ કરતી વેળાએ પ્રાણું કરે છે તે વખતે મિશ્રમોહનીયરૂપ અર્ધ શુદ્ધ પુજમાં રહેલાં પ્રાણી એમ વિચારે છે કે આ સર્વજ્ઞકથિત તત્ત્વ સત્ય હશે કિંવા અસત્ય હશે તેની કાંઈ ચક્કસ પ્રતીતિ થતી નથી, માટે સર્વજ્ઞકથિત અને અન્ય દર્શનગત બંને તેમાં સમભાવ રાખવો ઘટે છે. તેથી બંને ઉપર શ્રદ્ધા રાખી રહેવું, એવી જાતના પરિણામવાળો આત્મા મિશ્રગુણસ્થાનકે ગણાય છે. - વ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા અને નિશ્ચયથી તનું યથાર્થ જાણપણું. અને તેથી ઉતપન્ન થયેલી શ્રદ્ધા તે સમ્યકત્વ Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ [૪૩] દષ્ટિ અવિરત ગુણસ્થાનકને વિષે વર્તતા પ્રાણીને હોય છે. જેને જૈન દર્શનમાં રત્નત્રય કહેવામાં આવેલ છે. તેમાંનું એક (સમ્યનું દર્શન) આત્માને, આ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકમાં વર્તતા પ્રાણીએ પ્રથમ આયુષ્યને બંધ ન પાડેલ હોય અને મૃત્યુ પામે છે તે વૈમાનિક દેવની ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે પંચમ ગુણસ્થાનકે આત્મા સ્વગુણરૂપ વાડીને વ્રતરૂપ વાડથી રક્ષણ કરે છે. કોઈ પણ જાતનું સદાચરણ આત્મસંયમન પછી તે ઈદ્રિયના નિગ્રહની અપેક્ષાવાળું હોય, કષાયને કાબૂમાં લાવવાની સ્થિતિવાળું હોય, અથવા નવકારસીથી લઈને ઉપવાસ પર્યત તપશ્ચરણ કરાવનારૂં હોય તે અત્ર પ્રકટે છે. જે જે વ્રતો ભાવપુર:સર આત્મા અંગીકાર કરે છે અને તેનું યથાર્થ પાલન કરે છે, તે પંચમ દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. દેવોમાં વ્રત પાલન યોગ્ય શક્તિનો અભાવ હોવાથી ગમે તેવી ઉચ્ચ સ્થિતિવાળા હોવા છતાં વધારેમાં વધારે ચતુર્થ ગુણસ્થાનક ઉપર રહેલા હોય છે. આમ હેવાથી દેશવિરતિધર શ્રાવકે દેવોને પણ વંદનીય છે. અહીં ધર્મધ્યાન શરૂ થાય છે. સર્વવિરતિ પ્રમત ગુણસ્થાનક ભાવસાધુને હોય છે. સાધુના વેશ માત્રથી તે ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ સર્વ આરંભથી નિવૃત્તિ થવાના આત્મપરિણામ પ્રકટ થાય તે જ પ્રાપ્ત થઈ શકે છે. મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ છે. તેમાં જે અંતમુહૂર્તથી વધારે વાર રહે તે છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે ઊતરે છે, નહિ તે સાતમા ગુણસ્થાનકમાં પ્રાણી ખૂલ્યા કરે છે. આ ગુણસ્થાનકની સ્થિતિ વધારેમાં વધારે દેશઊણ પૂર્વકેટી વર્ષની છે આઠમું, નવમું, દશમું અને અગ્યારમું એ ચાર ગુણસ્થાનકે અંતર મુહૂર્તની સ્થિતિવાળા છે. અત્ર આઠમેથી પ્રાણી આભાના અધ્યવસાય રૂપ બે પ્રકારની શ્રેણિ ભાડે છે. ઉપશમ અને ક્ષપક. જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તે. ક્ષપકશ્રેણિ અને અગ્યારમે ગુણસ્થાનકેથી પતિત પરિણમી થવાને હેય ઉપશમ શ્રેણિની શરૂઆત કરે છે. અહીં આઠમેથી શુકલ ધ્યાનની શરૂઆત છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ [૪૪] જૈન દર્શન મીમાંસા અગીયારમા ઉપશાંત મેહ ગુણસ્થાનકેથી જે મૃત્યુ પામે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય છે. ક્ષપકશ્રેણિવાળો કર્મને ક્ષય કરતો જતો હેવાથી દશમે ગુણસ્થાનકેથી ઉપશાંત મેહ ઉપર નહીં આવતાં ક્ષીણ મેહ રૂપ બારમે ગુણસ્થાનકે આવે છે, અને તેને અંતે કૈવલ્ય પ્રાપ્ત કરે છે. શુકલધ્યાનના ચાર પાયા પૈકી બીજા પાયાના ધ્યાનથી વિરમ્યા પછી શાંતિમાં કેવળજ્ઞાન પામે છે. ત્યાર પછી તેમા સયોગી ગુણસ્થાનકમાં કૈવલ્યપણે પિતાના આયુષ્ય સ્થિતિ પર્યત વિચરે છે. જ્યારે આયુષ્ય નજીકમાં પૂર્ણ થવાનું હોય છે ત્યારે તેરમાને અંતે બાદર મન વચન કાયાના નિરોધરૂપ તૃતીય શુકલધ્યાનના ભેદને આચરે છે. તુરત જ ચૌદમું અગી યાને શૈલેશીકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. જે વખતે શુકલધ્યાનના ચતુર્થ પાદરૂપ સૂક્ષ્મ મન વચન કાયાને વ્યાપારને નિરોધ કરી ગરૂટ્સ નો ઉચ્ચાર કરીએ તેટલા સમયમાં દેહમાંથી આભા જુદે પડી ચૌદ રાજલેકને અંતે વાસ કરે છે. ત્યાં સ્ફટિક રત્નમય સિદ્ધશિલા જે અનાદિ કાળથી વિદ્યમાન છે ત્યાં જઈને સ્થિર થાય છે. ધર્માસ્તિકાય ચૌદ રાજલોક સુધી હોવાથી આમા આગળ ગતિ કરી શકતો નથી. કેમકે કમરૂપ ભારથી આમાં હલકે થવાથી જળતું બની પેઠે તેની ગતિ ઉર્થ થાય છે. સિદ્ધશિલા ઉપર શાશ્વતપણે રહેલે તે આત્મા કેવળજ્ઞાનવડે જગતના રૂપી અને અરૂપી સર્વ પદાર્થોને હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે જાણે છે અને જુએ છે. આ ગુણસ્થાનકે ઉપર જેમ જેમ પ્રાણું આગળ વધતો જાય છે તેમ તેમ કમ પ્રકૃતિઓ કે જે કુલ મળી સંખ્યામાં એક અઠ્ઠાવન છે તે ઓછી થતી જાય છે. તેને માટે શાસ્ત્રમાં ઘણો જ વિસ્તાર છે. ચૌદમા ગુણસ્થાનકને અંતે કમ પ્રકૃતિ માત્રને ક્ષય થાય છે અને તે પ્રકૃતિએ નિબજ થયેલી હોવાથી પુનઃ પ્રાપ્તિનો અભાવ છે. સસ્તનય : - જૈન દર્શનમાં વસ્તુની વાસ્તવિક સિદ્ધિ કરવાને માટે નય, ભંગ, પ્રમાણ અને નિક્ષેપાદિ યુક્તિઓ પ્રતિપાદન કરેલી છે, કે જે યુક્તિઓ Page #45 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યાનુગ [૪૫] વડે ન્યાયપુર:સર વસ્તુ અને અવસ્તુનું તોલન થઈ શકે છે. શ્રદ્ધાળુ અને ભક્તજેને સિવાયના જેઓ તટસ્થ તરીકે ન્યાયથી દર્શનસિદ્ધિરૂપ કેસને સાબિત કરનારા છે, તેઓને નય ભંગાદિ મુખ્ય મુદ્દાઓ (Points) સિદ્ધિસાધક છે. पुराणं मानवो धर्मः मांगो वेदश्चिकित्सितं । आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ।। એ ઉક્તિ જૈન દર્શનને પિતાની સિદ્ધિને માટે માન્ય નથી. એટલું જ નહીં પરંતુ જૈન દર્શનમાં જે જે તવોનું પ્રતિપાદન થયેલું છે તે સર્વ યુક્તિહીન અને ન્યાયવડે શૂન્ય નથી. સાત નયનાં નામે આ પ્રકારે છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. કહ્યું છે કે જેટલા વચનના માગે છે તેટલા નય આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, એમ કહી શકાય. જેટલા નયને વચન છે તેટલા એકાંત માનવાથી અન્ય મતે અપૂર્ણપણે ઉત્પન્ન થયેલા છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રમાણ દ્વારા એક ધર્મની મુખ્યતાથી જે અનુભવ કરાય તે નય કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યની મુખ્યતાવડે પદાર્થને અનુભવ કરાવે તે કવ્યાર્થિક. તેના ત્રણ ભેદ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ રીતે છે. સંકલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણું કરવું તે નૈગમ નય કહેવાય છે. જેમ કેઈ મનુષ્યની પાસે છુટાં છુટાં પુસ્તકનાં પાનાં પડેલાં છે તેને પુછવામાં આવે કે આ શું છે ? તે તે કહે કે એ ધર્મબિંદુ નામનું પુસ્તક છે. આ નય વડે છુટક પાનાંઓ વડે પુસ્તક તૈયાર થશે એવા પ્રકારની માન્યતા તે નૈગમનય છે. સામાન્યરૂપવડે પદાર્થનું ગ્રહણ તે સંગ્રહનય કહેવાય છે જેમકે વડુ લેસ્યાના સમુહરડે લેસ્થાનું ગ્રહણ થાય છે અને વડ દ્રવ્યના સમૂહવડે - ‘દ્રવ્ય” એવા નામથી ઓળખાય છે. સામાન્યરૂપવડે ગ્રહણ કરાયેલા વિષયને વિશેષરૂપપણે પ્રતિપાદન કરે તે વ્યવહારનય કહેવાય છે. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા અથવા લેશ્યા વિગેરે સામાન્ય વસ્તુઓના પ્રકારે કરી બતાવવા તે. Page #46 -------------------------------------------------------------------------- ________________ - - , - -- --- - [૪૬ ] * . . જૈન દર્શન મીમાંસા પર્યાયાર્થિકનય તેને કહેવાય છે કે જે નવડે દ્રવ્યના સ્વરૂપથી ઉદાસીન થઈ (ગૌણુતાની કેટીમાં મૂકી) પર્યાયની મુખ્યતા વડે પદાર્થોને અનુભવ કરાય. તેના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ. ભૂત એમ ચાર ભેદ છે. જે નવડે વર્તમાન પર્યાય માત્રનું ગ્રહણ થાય તે જુસૂત્ર. જેમકે દેવને દેવ તરીકે અને મનુષ્યને મનુષ્ય તરીકે ગણના કરવી તે. વ્યાકરણના દેથી રહિત શબ્દની અશુદ્ધિ દૂર કરીને ભાષાવડે કથન કરવું તે શબ્દનય કહેવાય. પદાર્થની મુખ્ય તાવડે એક અર્થમાં આરૂઢ કરવું તે સમભિરૂઢ કહેવાય છે. જેમકે “અર7ીત : ” એવા વાક્ય વડે જે ગમન કરે તે ગાય કહેવાય છે. પરંતુ સુતી હોય અથવા બેઠી હોય ત્યારે પણ ગાય કહેવી તે સમભિરૂઢ નયને વિષય છે. વર્તમાન ક્રિયા જેવા પ્રકારની હોય તેવી જ કહેવી'તે એવંભૂત * નય કહેવાય છે. જેમકે ચાલતી હોય તે જ વખતે ગાય કહેવી પરંતુ સુતી અથવા બેઠી અવસ્થામાં ગાય નહીં કહેવી. - આ સાતે વડે વસ્તુમાત્રની સિદ્ધિ થઈ શકે તે તે વાસ્તવિક વસ્તુ છે. અન્યથા, પરસ્પર થી વિરૂદ્ધતા ભાસતી હોય તે તે વસ્તુ છતાં અવસ્તુ છે અર્થાત કાર્યસાધક થઈ શકતી નથી. આત્માને કર્મનું આવરણ હોવા છતાં આત્મા આત્મારૂપે વસ્તુતઃ રહે છે. આત્મા મટીને અનાત્મા જડ થઈ જતો નથી. તે દ્રવ્યાર્થિક નવડે સિદ્ધિ થઈ કહેવાય છે નારકી તિર્યંચ મનુષ્ય દેવતાદિ રૂપે અવતાર લે છે તે વડે આત્મસિદ્ધિ થઈ તે પર્યાયાર્થિક નયની અપેક્ષા વડે છે. આ બંને નયને બીજા નામે “નિશ્ચય” અને “વ્યવહાર” વડે પણ અળખાય છે. વસ્તુનું એક સ્વરૂપ બતાવવું હોય તો એક જ નયની સાપેક્ષપણે જરૂર છે વસ્તુની સર્વ સ્થિતિ બતાવવી હોય તો સાત નયની જરૂર છે પૂર્વકાલે જૈનદર્શનમાં સપ્તશતાર નામનું ચક્રાધ્યયન હતું. તેની અંદર એક એક નયના સો સો ભેદ કહેલા હતા. તે કેટલેક કાળે Page #47 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૪૭ ] વિચ્છેદ ગયા. હાલમાં દ્વાદશાર તયચક્ર મેાજુદ છે. તેમાં દરેક નયના બાર બાર ભેદ દર્શાવી ચેારાસી ભેદ સમગ્ર દર્શાવેલા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય ગ્રહણ કરીને વસ્તુની બે ચક્ષુએ વડે બને બાજુએ જોવી તેવુ જ નામ જૈનદર્શીનમાં ‘સ્યાદ્વાદ' અથવા ‘અનેકાંતવાદ’ કહેવાય છે. પરંતુ એકાક્ષીપણું કરવું તે એકાંત વાદ કહેવાય છે. હવે યત્કિંચિત પ્રમાણેાનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રમાણ: વસ્તુ સિદ્ધિ એ પ્રમાણવડે થઈ શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના એ ભેદ છે—પારમાર્થિક પ્રત્યક્ષ અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. આત્મજ્ઞાનવડે જે જે પદાર્થા જણાય તે પારમાર્થિક પ્રત્યક્ષ અને ઇંદ્રિયાદિની સહાયતાથી જે જે વસ્તુઓનું જ્ઞાન થાય તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. પારમાર્થિક પ્રત્યક્ષના પણ એ ભેદે છે—એક દેશપારમાર્થિક પ્રત્યક્ષ અને સદેશપારમાર્થિક પ્રત્યક્ષ. અર્વાધજ્ઞાન અને મનઃ પવજ્ઞાનવડે જે જે આત્મપ્રત્યક્ષ હાય તે પ્રથમ પ્રત્યક્ષ છે; કેવલજ્ઞાનવડે આત્મપ્રત્યક્ષ તે દ્વિતીય પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ જો કે વ્યવહાર દૃષ્ટિએ પ્રત્યક્ષ કહેવાય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે પરાક્ષ છે. કેમકે આ જ્ઞાનથી સ્પષ્ટ અને યથા જ્ઞાન થતું નથી. ચચક્ષુવડે એક વસ્તુ દેખાતી હોય તે જ વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ જુદા જ પ્રકારની હૈ.ય છે. ચચક્ષુવડે ખારની જમીન ઝાંઝવાના પાણી રૂપે લાગે છે, વસ્તુત: તે ખારની જમીન છે. એવી રીતે સાંવ્યવહારિક પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ નહીં હાવાથી યથા અને ન્યાય હાઈ શકતુ નથી. ઇંદ્રિયજન્ય જ્ઞાનના વિષયથી પદાર્થને સ્પષ્ટપણે જાણે તે પરાક્ષ પ્રમાણ છે. મતિ અથવા શ્રુતજ્ઞાનથી જે જે જણાય છે તે સ` પરાક્ષ પ્રમાણ ગર્ભિત જ્ઞાન છે, તે પાંચ પ્રકારે છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આમ પૂર્વકાળમાં જે પદાર્થનું જ્ઞાન થયેલું હોય તેને પુનઃ સ્મરણુગાચર કરવું તે સ્મૃતિ. પૂર્વકાળની હકીકતને સ્મરણુ કરી તે મુજબ પદાર્થના નિશ્ચય કરવા; જેમ એક વૃક્ષના નામ અને Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] જૈન દન સીમાંસા 6 ગુણ જાણ્યા પછી તે વૃક્ષ જંગલમાં જોવામાં આવે તે વખતે ‘ આ તે જ છે' એવું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વ્યાપ્તિજ્ઞાન તે તર્ક કહેવાય છે. અમુક વસ્તુ વગર અમુક વસ્તુના સ ંભવ નથી તે વ્યાપ્તિ જેમકે ‘ અગ્નિ વગર ધૂમ્ર હાય નહિં ' આત્મા વગર ચેતના હોઈ શકે નહિ' આ રીતે વ્યાપ્તિ જ્ઞાન તે તર્ક કહેવાય છે. ધૂમ્ર ઉપરથી અગ્નિનું અનુમાન કરવુ તે અનુમાન પ્રમાણ અને આપ્ત વચનેવડે પદાર્થાને નિશ્ચય કરવા તે આગમ પ્રમાણ. પ્રથમના ચાર મતિ જ્ઞાન વિષયાત્મક છે અને છેલ્લું શ્રુતજ્ઞાનજન્ય છે. આ બંને પ્રમાણા દ્વારા જે જે પદાર્થા ગ્રહણ કરાય તેમને એક ધર્મની મુખ્યતાવડે જે અનુભવ કરાય તે નય કહેવાય છે. પ્રમાણુ અને નયને પરસ્પર સંબંધપણુ ઉપરાક્ત રીતિએ છે. સપ્તભંગી : * જૈન દર્શનમાં વસ્તુસિદ્ધિ સંપાદન કરવાને માટે સાત ભગા દર્શાવેલા છે. તેનાં નામ આ પ્રમાણે છે. સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિનાસ્તિ અવક્તવ્ય. સ્યાત્ અસ્તિ-અસ્તિત્વની મુખ્યતા કરી નાસ્તિત્વની ગૌણુતાનુ સ્થાપન કરવું. જેમકે શરીરમાં આત્મા છે; તે સ્વારીરની અપેક્ષાએ અસ્તિ છે. સ્યાત્ નાસ્તિ-નાસ્તિત્વની મુખ્યતા કરી અસ્તિત્વની ગૌણુતાનુ સ્થાપન કરવું તે પ્રથમપદથી ઉલટી રીતે સમજવાનુ છે જેમકે અન્યને આત્મા આ શરીરમાં નથી. સ્યાત્ અસ્તિ નાસ્તિ-પૂર્વોક્ત ઉભય ધર્માનુ એક જ વસ્તુમાં એક સાથે કથન કરવું તરૂપ છે. જેમકે એક ધટ ધટવરૂપે અસ્તિ છે અને પટત્વરૂપે નાસ્તિ છે. સ્યાત્ અવક્તવ્ય-વસ્તુના સંપૂર્ણ ગુણપર્યાય! વચનવડે કહેવા અશક્ય છે, જેમકે કથંચિત્ ઘટ અવક્તવ્ય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુગ [૪૯] સ્થાત્ અસ્તિ અવક્તવ્ય:-આ ભંગમાં મુખ્ય પણે અસ્તિધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત ઘટ છે પણ અવક્તવ્ય છે. સ્યાત નાસ્તિ અવક્તવ્ય:-અનંત નાસ્તિ ધર્મો પણ એક સમયમાં અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્ય પણે નાસ્તિ ધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત્ ઘટ નથી, પણ અવક્તવ્ય છે. અસ્તિનાસ્તિ અવક્તવ્ય:-અત્રે ઉભય ધર્મ સમેત અવક્તવ્યની પ્રતીતિ થાય છે. જેમકે કથંચિત ઘટ છે, કથંચિત ઘટ નથી, તે રૂપ અવક્તવ્ય છે. સપ્તભંગીનું આ સ્વરૂપ તે એક બિંદુ માત્ર છે. તત્ત્વજ્ઞાનીઓ અનુભવ વડે આ અંગેની ગહનતામાં પ્રવેશ કરી શકે તેવું છે. હજુ પણ આવી તલસ્પર્શી ગહનતાને સમજાવનાર જૈનદર્શનમાં સ્યાદ્વાદમંજરી અને સપ્તભંગી તરંગિણું જેવા અમૂલ્ય ગ્રંથ વિદ્યમાન છે, એ જિજ્ઞાસુઓનું અહોભાગ્ય છે. એવી રીતે અનેક ધર્મોને એક જ વસ્તુમાં સમાવેશ કરવો તે “સ્યાદ્વાદકહેવાય છે. જેમ એક જ પુરુષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત્વ, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, જીવત્વ, મનુષ્યત્વ અને વાગ્યવાદિ અનેક ધર્મોને સમાવેશ થઈ શકે છે તેમ પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં બે પ્રમાણુ, સાતનય અને સપ્તભંગીને સમાવેશ થઈ શકે છે. આવા પ્રકારની સિદ્ધિવડે સાધિત થયેલું દર્શન–તે વાસ્તવિક દર્શન કહી શકાશે. . ચાર નિક્ષેપ-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપવડે પદાર્થનું યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સગુણ અથવા નિર્ગુણ વસ્તુનું ગમે તે પ્રકારનું નામ રાખવામાં આવે તે નામ નિક્ષેપ, જેમકે છોટાલાલ ગિરધર વગેરે; કઈ પણ વસ્તુનું લખેલું, ઓળખેલું કે કલ્પના કરેલું વિશેષ સ્વરૂપ તે સ્થાપના. તે બે પ્રકારે છે–સદ્ભુત અને અસભૂત. ભાવના નિમિત્તરૂપ તે દ્રવ્યનિક્ષેપ અને અમુક વસ્તુના સભૂત ગુણયુક્ત ભાવ તે ભાવનિક્ષેપ કહેવાય છે. દરેક વસ્તુ ઉપર આ ચારે નિક્ષેપ Page #50 -------------------------------------------------------------------------- ________________ [ પ ] જૈન દર્શન મીમાંસા લાગુ પડે છે. ભાવનિક્ષેપ સત્ય હોય તો બાકીના ત્રણ નિક્ષેપની સફળતા છે, અન્યથા તે ત્રણ નિક્ષેપો નિષ્ફળ છે. નામ જિન:-જિન શબદથી આવાહન થતા દરેક પ્રાણી પદાર્થ તે નામ જિન કહેવાય છે. સ્થાપના જિન-જિન નામથી અંકિત કોઈ પ્રાણીની છબીનું સ્થાપન તે સ્થાપના જિન (આ અસભૂત સ્થાપના છે). જિનેશ્વર પ્રભુની મૂર્તિ અથવા છબીનું સ્થાપન તે સભૂત સ્થાપના છે. જિનેશ્વર પ્રભુની પ્રતિમા–પ્રભુના અદ્ભુત ગુણોની પ્રતીતિ કરાવવા સમર્થ હોવાથી સ્થાપના અવશ્ય આરાધવા ગ્ય છે. સ્થાપના નિક્ષેપ કેવું કાર્ય બજાવે છે તે નીચેના દષ્ટાંત ઉપરથી સહજ સમજાશે. એક જંગબારી જંગલી પ્રાણી હતું. તેણે “ગાય” કદાપિ જોઈ નહતી. તેમ જ “ગાય” એ શું વસ્તુ છે, તેની માહિતી પણ તેને નહોતી. તે એક વખત હિન્દુસ્તાનમાં આવ્યો અને એક મકાનમાં ગાયની પાષાણનિર્મિત મૂર્તિ જોઈ. તેણે વિચાર કર્યો કે આ બાળકને ક્રીડા કરવાનું રમકડું છે કે બેસવાનું આસન છે? મારાથી કઈ સમજી શકાતું નથી, માટે આ ઘરના માલીકને પૂછી જોઉં તે ખાતરી થાય. આવા પ્રકારે મન સાથે વિચાર કર્યો. ત્યાં તેને હિન્દુસ્તાનમાં મિત્ર તરીકે આમંત્રણ કરનાર તે ગૃહપતિ આવ્યું. તેને તે જંગબારી મનુષ્ય પૂછ્યું, “આ શું છે?” તે માલીકે કહ્યું આવા પ્રકારનું ગાય નામનું પ્રાણી અહીં હિન્દુસ્તાનમાં છે, તેને બે શીંગડાં, ચાર પગ અને ચાર આંચળ અને એક પુચ્છ હોય છે. આવા પ્રકારની તેની આકૃતિ હોય છે. આ પ્રત્યક્ષ દેખાતા તેના ચાર આંચળને આવી રીતે દેહવાથી તેમાંથી દૂધ નીકળે છે. તે દૂધ પીવાથી આપણી જઠરાગ્નિ તૃપ્ત થાય છે, અને સુધાની શાંતિ થાય છે આવું સાંભળી તે પ્રાણીને વિસ્મય થયો અને પેલા ગૃહસ્થનું કહેલું બરાબર ધ્યાનમાં રાખ્યું. એક વખત હિન્દુસ્તાનની મુસાફરી કરતાં રણ વચ્ચે ભૂલો પડવો. સાથે લાવેલા જળ અને Page #51 -------------------------------------------------------------------------- ________________ દિવ્યાનુગ [૫૧] ખોરાક ખૂટી જવાથી કંઠગત પ્રાણ થયા. તેવા કટોકટીના વખતમાં સામેથી એક ગાય ચાલી આવે છે, તેને જોઈને વિચાર કર્યો કે જે ગૃહસ્થને ત્યાં મને ચાર આંચળવાળી મૂર્તિનું જ્ઞાન થયું હતું તેવા જ પ્રકારનું આ પ્રાણી છે; માટે તૃષા છીપાવવાને માટે આ ગાયને દોહી, દૂધ પી પ્રાણનું રક્ષણ કરું. એમ વિચાર કરીને તુરત જ તેણે તે આંચળો દોહીને દૂધ બહાર કાઢયું. તે પીને તૃપ્ત થયો, અને પોતાના વહાલા પ્રાણને બચાવ્યા. આ દષ્ટાંતને ફલિતાર્થ એ છે કે જિન પ્રતિમા જે કે સામાન્ય દષ્ટિએ જડ દેખાય છે તે પણ તે ભાવજિનની સ્થાપના હોવાથી મિથ્યાત્વવાસિત આત્મામાં પણ વસ્તુ સ્વરૂપનું આરોપણ કરે છે. જિદ્ર પ્રભુ સાક્ષાત કેવા હોય છે તેનું સંપૂર્ણ ભાન કરાવતાં શીખવે છે. પ્રતિમાદ્વારા આત્મામાં પાડેલા શુદ્ધ સંસ્કારે વડે આ સંસાર વમળમાં પણ સાક્ષાત જિનેશ્વર પ્રભુ કઈ ભવમાં જેવામાં આવે તે પૂર્વ સંસ્કારજનિત તેમના ઉપર રુચિ થાય છે અને તેમનું સ્વરૂપ તુરત લક્ષ્યમાં આવી શકે છે. ઘણું પ્રાણીઓને સાક્ષાત જિનેશ્વર પ્રભુના વિદ્યમાનપણમાં પણ રુચિ થયેલી નથી એવું શાસ્ત્રોમાં અનુભવેલું જે આપણે જોયું છે તેનું કારણ પૂર્વજન્મમાં જિતેંદ્ર પ્રતિમા કાં તો તેવાઓએ જોઈ નથી અથવા જે હશે તો તેની અવજ્ઞા કરવાથી તેને સ્વરૂપના સંસ્કારે નિવિડ થયા નથી. દરેકે દરેક સ્થિતિ તપાસતાં દુનિયામાં રૂપી પદાર્થના નિમિત્ત વગર અરૂપી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જે આગમ અથવા શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તેના અક્ષરે રૂસનાઈના પરમાણુવાળા હોવાથી રૂપી છે, પરંતુ અક્ષરેમાં ભાવ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોવાથી દ્રવ્ય, ગુણાદિનું અરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જડ અક્ષરોમાં આવી ઉત્તમ શક્તિ રહેલી છે તો જે પાસે રહેલી આત્મામાં સાક્ષાત (અનંત) અરૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવવાની શકિતવાળી મૂર્તિ કે જે વડે અરૂપી ગુણવાળા જ્ઞાનને સંસ્કાર ઘણું કાળ સુધી ટકી રહે છે તે આત્માનું ઉત્તમત્તમ હિત કરનાર છે, એમ સમજી શકતા નથી તેમને માટે જ્ઞાનાવરણીય કર્મનું પ્રબળ આવરણરૂપ નિમિત્ત છે. એટલું જ કહી આ નિક્ષેપ પૂર્ણ Page #52 -------------------------------------------------------------------------- ________________ [ પર ] જૈન દર્શન મીમાંસા કરવામાં આવે છે. અસભૂત સ્થાપના કે જે ભાવ ઉત્પન્ન કરવાને માટે નાલાયક છે, તે વાસ્તવિક સ્થાપના નથી. વિષય વાસનાને ઉત્તેજક (રૂપી) અક્ષરે જેમ (અરૂપી) વૈરાગ્ય ઉત્પન્ન કરવાને માટે પ્રતિકૂળ છે-તેમ કાયયુક્ત અથવા પ્રસન્ન વદનથી રહિત જે જિનેશ્વર પ્રભુની પ્રતિમા બની હોય તે તે જિનગુણના સંસ્કાર દાખલ કરી શકે નહીં, પરંતુ તેમ નથી જ. એટલે કે જે જિન પ્રતિભાનું આકૃતિ-સ્વરૂપ જડપણે છે, તેવું જ ચૈતન્યમય જિનોમાં તાદશ હોય છે. - અતીત, અનાગત અને વર્તમાન કાળના જિનેશ્વરના જીવો તે દ્રવ્ય જિન, મરીચિ કે જે વીર પ્રભુનો આત્મા હતા તેમને ભરતચક્રીએ વંદન કરેલું છે એવું જાણુને કે “આ જીવ તીર્થકર થશે.” ભાવજિન –તે સાક્ષાત કેવળજ્ઞાની તીર્થકર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ઉત્તરોત્તર અધિકાધિક ગુણો આરોપણ કરનાર છે. પ્રથમના ત્રણ નિક્ષેપોમાં જે ભાવ ઉત્પન્ન થવાનું સામર્થ્ય હોય તે જ તે સાર્થક છે મતલબ કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ વસ્તુતત્ત્વનાં સાધન છે અને ભાવ તે વસ્તુતત્ત્વનું સાધ્ય છે. રૂપી સાધન વડે અરૂપી સાધ્યની પ્રાપ્તિ થઈ શકે છે. એ નિઃકેવળ સત્ય થઈ ચૂકયું છે. આ સબબને લઈને નીચેનાં સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ થાય છે. સાધુ” એવા શબ્દથી સંતપુરુષોની રહેણીકરણીનું સ્મરણ થાય છે અને “ઠ” એવા શબ્દથી દુર્જનની ખલતા હૃદય આગળ તરે છે. - અસૌમ્ય આકૃતિવાળી અને કપાયુક્ત મુખમુદ્રા જણાવતી મૂર્તિ વડે ખેદ અને કપાયના સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેમ જ શાંત મુખમુદ્રાવાળી મૂર્તિવડે સમભાવ પ્રકટે છે. બાહ્ય શરીરશુદ્ધિ એ દ્રક્રિયા હોવાથી ભાવયિારૂપ અંતરંગશુદ્ધિનું નિમિત્ત છે. બાહ્યક્રિયામાં ભક્ષ્યાભક્ષ્ય અને પિયા પેયના વિવેકથી રહિત હોય તો તેનું આંતરસ્વરૂપ પણ દરરોજ ક્ષીણતેજ થતું જાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગ [ ૫૩ ] જેમ અરૂપી આત્મા શરીરરૂપ રૂપી પાવડે, તપશ્ચરણ પૂજાદિ શુભ ક્રિયા વડે સ્વરૂપને ઓળખી શકવા સમર્થ થાય છે તેમ આ ત્રણ નિક્ષેપરૂપ સાધનાવડે સાધ્ય સન્મુખપણે ખડુ થાય છે. ત્રિભ’ગીઓ–જૈન દર્શનમાં ત્રિભગી અર્થાત ત્રિપુટીના સમુચ્ચય અનેક રીતે છે. જેમકે બાધક, સાધક અને સિદ્ધ. જ્ઞાન, નાતા અને ય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. કર્તા, ક્રિયા અને ક આદિ અનેક પ્રકારે થઇ શકે છે. દ્રવ્યના છ સામાન્ય ગુણ:-દ્રવ્યને છ સામાન્ય ગુણા હોય છે. અતિદાચ, વસ્તુવ, વ્યત્વ, પ્રમેત્ર, સવ અને અનુવ્રુત્ત્વ. કાળ સિવાય પાંચ બ્યા પ્રદેશના સમૂહવાળા હાવાથી અંતાય નામનેા ગુણ રહેલા છે અને કાળ સ્વગુણ પર્યાયવડે અસ્તિરૂપ છે. ષડ્ દ્રવ્યો એક જ ક્ષેત્ર ઉપર રહેતા છતાં પરસ્પર મળી જઈ અભિન્ન થતા નથી તે વસ્તુત્વ છે. સ દ્રવ્યો પાતપેાતાને યાગ્ય ક્રિયા કરે તે વ્યત્વ છે. છ દ્રવ્ય પ્રમાણમાં—સંખ્યામાં કેટલાં છે તેવું સ્વરૂપ દ્રવ્યમાં રહેલુ હોવાથી મેયત્ન છે. ઉત્પત્તિ, નાશ અને વરૂપ સપણું દ્રવ્યોમાં રહેલુ છે. તે સરવ છે અને દ્રવ્યની હાનિ વૃદ્ધિ પર્યાયવડે જે થાય છે તે અનુવ્રુત્ત કહેવાય છે. આ ઉપરાંત દ્રવ્યના આઠે પક્ષ છે. નિત્ય અનિલ ઍ, અને, સત્, અસત, વન્ય અને વન્ય પૂર્વોક્ત છ ગુણને આશ્રીતે આઠ પક્ષ રહેલા છે. જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયોગ સક્ષિપ્તપણે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. સંશય, વિપય અને અનધ્યવસાય રહિત જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન રહેવાય છે. દ્રવ્યાનુયાગનું સ્વરૂપ જેટલે અંશે જાણેલુ હોય છે તેટલે અંશે સમ્યગજ્ઞાન થયું કહેવાય છે. જ્ઞાન સમ્યક્રીતિપૂર્વક પ્રાપ્ત થયેલ હાય તે તે સમ્યક્ ચારિત્રને ઉપન્ન કરી શકે છે. આ દ્રવ્યાનુયાગનું જ્ઞાન થવાથી જૈન દઈનનું દ્વિતીય રત્ન સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] * જૈનદર્શનના સિદ્ધાંતામાં અન્ય દર્શનાનુ અવતરણ જૈન દઈન સીમાંસા મૌદ્રદર્શન:-જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયાગનું સંક્ષિપ્ત સ્વરૂપ પૂર્ણ થયું. પૂર્વે જણાવેલા નિયમાનુસાર અન્ય દનાનાં સિદ્ધાંતાનુ અવલોકન કરી તેમનું જૈન દનમાં કેટલે અંશે અવતરણ છે તે હવે તપાસવાની આવશ્યકતા છે. જે જે સરખામણી હવે પછી કરવામાં આવશે તે તે દાના બાહ્ય આચાર અથવા વેષને અંગે નથી, પરંતુ તેમના સિદ્ધાંતાના મૂળ ભેદોને આશ્રીતે છે. પૂર્વોક્ત પ્રકારે છ દતામાંથી જૈન દર્શનને બાદ કરતાં પાંચ દનેનાં નામ દર્શાવેલાં છે તેમાં પ્રથમ દનાનુયાયી મૌદ્ધો ચાર જાતિના છે. વૈભાષિક, સૌત્રાંતિક, યેાગાચાર, માધ્યમિક, વૈભાષિક :–વસ્તુને ક્ષણસ્થાયિ-ક્ષણુવિનાશી માને છે એટલે કે ઉત્પત્તિ જન્મ આપે છે. સ્થિતિ સ્થાપે છે, જરા જરિત કરે છે, અને વિનાશ નાશ કરે છે, તેમ આત્મા પણ તેવા જ છે. અને તે પુદ્દગલ કહેવાય છે. સૌત્રાત્રિકા:–રૂપ, વેદના, વિજ્ઞાન, સત્તા અને સંસ્કાર એ પાંચ સ્કંધ શરીર ધારીને છે પણ આત્મા જેવું કાંઈ નથી. આ સ્કંધ પરલેાકમાં પણ જાય છે—આ પ્રકારે માને છે. યાગાચાર:–આ જગતને વિજ્ઞાન માત્ર માને છે. વાસનાના પરિ પાકથી નીલ પીતાદિ વર્ણાના ભાસ થાય છે. આલય વિજ્ઞાનને સ વાસનાઓને આધાર માને છે. અને એ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને મેાક્ષ કહે છે. માધ્યમિકા:-આ સર્વ શૂન્ય સ્વપ્ત શૂન્ય માનવાથી તે પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે માને છે. તુલ્ય માને છે. મુક્તિને પણ પ્રત્યક્ષ અને અનુમાન એ Page #55 -------------------------------------------------------------------------- ________________ ---- ------* * ------ અન્ય દર્શનેનું અવતરણ જ | ૫૫ ] સાંખ્યદર્શન-સાંખે મુખ્ય બે તો માને છે. પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિમાંથી મહાન ઉત્પન્ન થાય છે. તેમાંથી બુદ્ધિ ઉપજે છે. તેમાંથી અહંકાર પ્રકટે છે. અને તેમાંથી પાંચ બુદ્ધીદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયનો આવિર્ભાવ થાય છે. વળી અહંકારથી પાંચ તત્પાત્ર (સ્પર્શ, રસ, રૂપ, બધ અને શબ્દ) ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રકટે છે. આ રીતે પ્રકૃતિજન્ય ચેવિશ પ્રકારે અને પુરૂષ (આત્મા)ને એક પ્રકાર મળી પચીસ તને માને છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણે માને છે. તૈયાયિક દર્શન –નૈયાયિકે સોળ તો માને છે. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેવાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન–એ રીતે છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણો માને છે. વૈશેષિક દર્શન:-વૈશેષિકે, દ્રવ્ય, કર્મ, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવરૂપ સાત પદાર્થો માને છે. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ દ્રવ્યો માને છે. અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, વત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ ચોવીશ ગુણોની માન્યતા સ્વીકારેલી છે અને પ્રત્યક્ષ, ઉપમાન, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણે માને છે. મીમાંસકોએ નીચે પ્રમાણે સ્વીકારેલું છે - एक एव हि भूतात्मा सर्वभूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ॥ મીમાંસક દર્શન(દાંત)–એક જ આત્મા છે, તે પ્રાણી માત્રમાં વ્યવસ્થિત થયેલ છે. જેમ ચંદ્રમાં એક છતાં પણ હજારે ઘડાઓમાં જુદા જુદા હજારે દેખાય છે તેમ આત્મા એક છતાં પણ પ્રત્યેક Page #56 -------------------------------------------------------------------------- ________________ [૫૬] જૈન દર્શન મીમાંસા શરીરે ભિન્ન દેખાય છે. તેઓએ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણે માનેલા છે. તેઓ વળી આગળ વધીને કહે છે કે “સર્વજ્ઞાદિ વિશેષણ,વાળ કઈ દેવ નથી કે જેનું વચન પ્રમાણભૂત હોઈ શકે. માટે વેદ વચને પુરુષ વગર ઉત્પન્ન થયેલા હોવાથી પ્રમાણભૂત છે તેથી પુરુષથી ઉત્પન્ન થયેલું શાસ્ત્ર અસર્વજ્ઞ જ છે, અર્થાત સદેષ હોય છે. કેમકે સર્વજ્ઞપણું મનુષ્યને હોઈ શકે જ નહીં.” . ચાર્વાક દર્શનઃ-ચાક(નાસ્તિક દર્શનનુયાયિઓ)એ પોતાની માન્યતા નીચે પ્રમાણે સ્વીકારેલી છે. “જીવ નથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી, જન્મ અને મૃત્યુ નથી. પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલા ચૈતન્યને, ભૂતના નાશની સાથે જ નાશ થાય છે, ઇંદ્રિયગોચર છે તેટલું જ જગત છે. અને કેફી પદાર્થો વડે મદશક્તિની ઉત્પત્તિ થાય છે તેમ દેહમાં ચૈતન્ય ઉપજે છે. આ પ્રકારે જેનેતર દર્શનની માન્યતા ટૂંક સ્વરૂપમાં દર્શાવવામાં આવી. હવે તેમાંથી મુખ્ય બાબતોની સરખામણ જૈનદર્શન સાથે કરતાં અન્ય દર્શનેનાં સિદ્ધાંત કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેની પર્યાલેચના કરવી અપ્રસ્તુત નથી. સરખામણ:-પ્રથમ બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે. દ્રષ્ટાંત તરીકે એક આત્માએ પ્રથમ ક્ષણે ઘટ પર વિચાર કર્યો, બીજી જ ક્ષણે પટ પર વિચાર કર્યો તે બૌદ્ધોએ આ બંને જુદા વિચાર કરનાર આત્માઓને જુદા જુદા માનેલા છે. એવી રીતે પ્રથમના આમાઓનો વિનાશ થઈ દ્વિતીય તૃતીય આત્મા ઊપજે છે અને નાશ પામે છે. જેનદન આ આત્માને સ્વદ્રવ્યની અપેક્ષાએ નિત્ય માને છે. અને જ્ઞાનના પર્યાયની અપેક્ષાએ અનિત્ય માને છે. તે સાથે એમ પણ કહે છે કે જે આત્મા એક વખત અમુક વિચાર કરતા હતા તે બીજી વખતે જે તેનો વિનાશ થયો હોય તો વિચાર સંકલન અથવા જ્ઞાન પરંપરાની વ્યવસ્થા કેમ સચવાઈ શકે ? એક જ આત્મામાં ભૂતકાળનું Page #57 -------------------------------------------------------------------------- ________________ - - અન્ય દર્શન સાથે સરખામણું * [ પ૭] મરણ પ્રત્યક્ષપણે દેખાય છે તેમ જ ક્રિયાનું ફળ પણ પોતે જ ભગવે છે તે એક જ પુરુષમાં જુદા જુદા આત્મા (જેમ કે ક્રિયા કરનાર જુદો અને ફળભોકતા જુદ) એ વાસ્તવિક સત્ય તરીકે ઘટતું નથી. જે છે તે માત્ર એક જ આત્મામાં જ્ઞાનના પર્યાયની જુદી જુદી અવસ્થાઓ બદલાયા કરે છે. આ પ્રકારે દ્રવ્યરૂપે આત્માના ક્ષણથાયીપણાની દલીલ ટકી શકતી નથી. તેથી એમ કહેવામાં જરા પણ અડચણ નથી કે બૌદ્ધદર્શને જૈનદર્શનને એક પર્યાયાર્થિક નય ગ્રહણ કરી આભાની વસ્તુસ્થિતિ (Theory) તદ્દન એકાંતિક અંગીકાર કરેલી છે. કેટલાક બૌદ્ધો તે આત્માને માનતા નથી; તેઓનો નાર્તિકેની કટિમાં સમાવેશ થાય છે. બૌદ્ધદર્શનની અપેક્ષાએ તેમને હિંસાનું ફળ પણ હોઈ શકતું નથી, કેમકે હિંસા કરનાર પાપને ભાગી થાય છે અને તે હિંસાકર્તાને વિનાશ થવાથી અન્ય ફળભોકતા થઈ શકતો નથી. આ રીતે માત્ર પર્યાયાર્થિક નય માનવાથી સર્વ શુભ અને અશુભ ક્રિયાના ફળને ધ્વસ થવાથી અને ભક્તશન્ય જગત થવાથી વ્યવસ્થિતપણું જળવાઈ રહેતું નથી. એક જ આ ક્રિયાને કર્તા, હર્તા અને ભક્તા હોય તે જ તે શુભ અથવા અશુભ ફળને ભોક્તા બને છે. કર્મબંધ પાડનાર એક જ હોવાથી ફળ પણ તેને જ મળે છે અને મુક્ત પણ તે જ થઈ શકે છે. આ ઉપરથી પર્યાયાર્થિકનય રૂપ બૌદ્ધદર્શનમાં – क्षणिक ज्ञान संतान, रूपेऽप्यात्मन्य संशयम् । हिंसादयो न तत्त्वेन, स्वसिद्धांत विरोधतः ।। ક્ષણિક જ્ઞાનના સંતાનરૂપ એવા આત્મામાં સંશય રહિતપણે પિતાના જ સિદ્ધાંતના વિરોધથી (બૌદ્ધો પોતે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સ્વસમયમાં પ્રતિપાદન કરે છે, તેથી તત્વતઃ હિંસાદિ ઘટી શકતાં નથી. સાંખ્યો પ્રકૃતિ અને પુરુષ એ બે મુખ્ય તત્વ માને છે. ત્યારે જેને જડ અને આત્મા એ બે પદાર્થો મુખ્યપણે માને છે. સાંખે પ્રકૃતિ ભ ફળને ભોજન હતું અને ભો હોવાથી ફળ Page #58 -------------------------------------------------------------------------- ________________ [૫૮] જૈન દર્શન મીમાંસા માંથી ઇ િવગેરેની ઉત્પત્તિ માને છે. જેને જડ કર્મોથી શરીર, પર્શરૂપ, રસ, ગંધ અને ક્રોધાદિ કષાયની ઉત્પતિ માને છે. ઘણું ઘણા વિભાગમાં સાંખ્યો જેના દર્શનના સંબંધમાં નામાંતર સિવાય એક જ કેન્દ્રમાં આવી શકે છે. પરંતુ તેઓ આભાને સર્વદા નિલેપ માને છે. આ હકીકત જૈન દર્શન સ્વ સમયના નિશ્ચયનય વડે સત્ય કહે છે, પરંતુ વ્યવહારનયથી તે આત્મા જડ સાથે ક્ષીરનીર સંબંધથી મિશ્ર થયેલ છે અને થાય છે, વિવેકરૂપ હંસચંચુ સજીવન થાય તો તે સંબંધ દૂર કરી નિલેપ થાય છે. પણ જ્યાં સુધી નિલેપ થઈ શકતો નથી ત્યાંસુધી તે નિર્લેપ નથી જ, એ તો દેખાય છે. શરીરરૂપ બેડીમાં અવગુંઠિત થયેલે આત્મા આયુષ્યના ક્ષય પછી જ અન્ય શરીર ધારણ કરી શકે, પરંતુ તે સિવાય તે શરીર રહિત અને નિલેપ છે તેમ કહી શકાય નહીં. આ પ્રકારે આત્મા નિલેપ થઈ શકતો નથી ત્યાં સુધી તે નિલેપ નથી જ, એ તો પ્રત્યક્ષ છે. કર્મનું બંધન વ્યવહારનયથી છે. તેથી આત્મા જૈન દર્શન પ્રમાણે જડ કર્મોથી આવૃત્ત છે. દૂધ પાણીના સંબંધની પેઠે એકાકાર જેવો છે, પરંતુ તે ઉપાવડે ભિન્ન પણ થઈ શકે છે. આ ઉપરથી આભાને સર્વદા નિપ માનવાથી સાંખ્ય દર્શન જૈન દર્શનના નિશ્ચયનય વડે સત્ય છે અને વ્યવહારનય વડે અસત્ય છે. સાંખે ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી બે પ્રકારના છે. તૈયાયિક દર્શન સ્વીકારે છે કે સહજ વિચારધારા મનને શાંત કરવાથી આત્મા ક્ષેશ કર્યાદિથી છૂટો પડે છે. જૈનના વ્યવહારને આ વાત પુષ્ટ થાય છે. સાવ રજસ અને તમ... પ્રકૃતિ એ જૈન દર્શનાનુસાર પરમાત્મભાવ, અંતરામ અને બહિરાભવરૂપ આમાની ત્રણ જુદી જુદી અવસ્થા છે. તેઓ સંશય, તર્ક, નિર્ણયાદિ તો માને છે, તેને જૈન દર્શન મતિજ્ઞાનના ભેદરૂપે વર્ણવે છે. આ પ્રકારે ઘણે અંશેમાં તૈયાયિક દર્શન (તાવિક દ્રષ્ટિએ) જૈનને મળતું આવે છે. પરંતુ અમુક નય જ અંગીકાર કરેલું હોવાથી ધિવિધન સંપન્ન થઈ શકતું નથી. જેમ કે તેઓ ઈશ્વરને જગતકર્તા માની, જગતના Page #59 -------------------------------------------------------------------------- ________________ અન્ય દઈને સાથે સરખામણી [ ૫૯ ] પ્રાણી પદાર્થાંમાં વ્યાપક માને છે. જૈન દન આત્મા સર્વગતજ્ઞાન ( કેવળજ્ઞાન ) પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વર માની જ્ઞાનવડે સર્વ પ્રાણી પદાર્ફોમાં વ્યાપક માને છે. જૈતે આત્મારૂપ ઈશ્વરને જ્ઞાનવડે સર્વવ્યાપક માને છે, ત્યારે તૈયાયિક, વૈશેષિકાદિ અન્ય દર્શનો ખુદ આત્મારૂપ દ્રવ્યને સર્વવ્યાપક માને છે; આથી આત્મારૂપ દ્રવ્યની સજ્ઞતામાં વ્યભિચાર દેષ ઉત્પન્ન કરી સક દ્રવ્યાનુયોગ તર્ક ણામાં કહેવુ છે કે: ઉદ્ભવાવે છે. कारण घट नाशस्य मौल्युत्पत्ते घर्ट : स्वयम् । एकांत वासनां तत्र दत्ते नैयायिक : થમ ।। સુવર્ણ ઘટના નાશમાં અને સુવર્ણ મુકુટની ઉત્પત્તિમાં ઘટ સ્વયમ કારણ છે. જ્યારે એમ છે ત્યારે નાશ અને ઉત્પત્તિમાં એકાંતભેદની વાસના તૈયાયિક કેમ સ્વીકારે છે? અર્થાત્ ઉત્પત્તિ અને નાશના સથા ભેદ કેમ માને છે ? મીમાંસકા નીચે પ્રમાણે “ અદ્વૈતભાવ’” સ્વીકારે છે एकः सर्वगतो, नित्यः पुनः विगुणो न बाध्यते न मुच्यते આત્મા એક છે; સર્વગત છે, નિત્ય છે, જેતે વિગુણ બાધા ક્રૂરતા નથી અને જે મુકાતા નથી. '' * જૈનદર્શનના નિશ્ચયનયવડે આ વાત યથાતથ્ય છે, પરંતુ વ્યવહારનયવડે તે આત્મા અસગત છે, પ્રત્યક્ષપણે જેટલા અવકાશમાં દેખાય છે તેટલી મર્યાદાવાળા છે, અનિત્ય છે, વિગુણના અનુગ્રહ અને ઉપધાતથી ઉપયુકત છે. આથી તેમણે પણ અમુક નયને સ્વીકાર અને અમુક નયને અસ્વીકાર અર્થાત્ એક નયને ન્યાય અને એક નયને અન્યાય એવી માન્યતા સ્વદર્શનમાં પ્રમાણભૂત ગણેલી છે. વૈશેષિકાની માન્યતાવાળા નીચેના સિધ્ધાંતેા સાથે તેના જ પ્રતિપક્ષભૂત જૈન દર્શીનના સિધ્ધાંતની સરખામણી અત્ર અપ્રસ્તુત નથી તેમ ધારી નીચે મુજબ દર્શાવવામાં આવે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ [૬૦] જૈન દર્શન મીમાંસા વૈશેષિકેના સિદ્ધાંત -શત્રુ ગુમાશ, સુવર્ણ તૈનસમ. મનઃ नित्यं च, सर्व व्यवहार हेतुज्ञान बुद्धिः, इंद्रियार्थ संनिकर्षजन्य ज्ञान प्रत्यक्षम् यथार्थानुभवश्चतुर्विधः प्रत्यक्षानुमित्युपमित शाब्दभेदात् , बुद्धीच्छा प्रयत्ना द्विविधा, नित्याऽनित्याश्च, नित्या इश्वरस्य, अनित्या ज वस्य. વૈશેષિકે શ્રોબેંદ્રિય ગ્રાહ્યગુણ શબ્દને આકાશરૂપ માને છે. અર્થાત શબ્દ એ શૂન્ય વસ્તુ માને છે ત્યારે જૈન દર્શન શત્રુ પૌજિ : અર્થાત શબ્દ એ પુદ્ગલ પરમાણું છે તેમ માને છે. દષ્ટાંત તરીકે કોઈ પણ જાતને સ્વર આપણે સાંભળીએ છીએ તે ન્યતામય હોય તે તેનું જ્ઞાન આપણને કયાંથી થઈ શકે? પરંતુ તે પૌગલિક પરમાણુઓ છે કે જે કણેદિયમાં પ્રવેશ કર્યા પછી ઇંદ્રિયદ્વારા આત્માને જ્ઞાન થવાના કારણને માટે નિમિત્તભૂત બને છે, એટલું જ નહીં પરંતુ આ જમાનામાં તો પ્રત્યક્ષ પ્રમાણુડે ગ્રામોફેન વગેરે યંત્રાદિમાં શબ્દ વડે ગાયને ઉતારી શકે છે, અને તે પુગલ પરમાણુઓના વેગથી એકજ જાતનું ગાયન વારંવાર ગવાઈ શકે છે તેથી વૈશેષિકાને આ સિદ્ધાંત યુક્તિ યુક્ત નથી. તેઓ સુવર્ણને તેજસ માને છે. અને જૈન દર્શન સુવર્ણને પાર્થિવ માને છે. સુવર્ણમાં ભાસ્વર ૩પ હોવાથી તેમ જ સુવર્ણના દ્રવત્વને અગ્નિ સંયોગે વિનાશ નહીં થતું હોવાથી તેઓ તેજસ માને છે. જૈન દર્શન પૃથ્વીકાયને વિકાર રૂપ હોવાથી તેને પાર્થિવ માને છે. જો કે જેને સુવર્ણને અગ્નિના સબવાળી અવસ્થામાં તેજસ માને છે, પણ અગ્નિ સંગશુન્ય અવસ્થામાં તે પાર્થિવ જ છે તેમ સ્વીકારે છે. વળી એ કાંઈ સિદ્ધાંત નથી કે પાર્થિવ વસ્તુને અગ્નિસંગે વિનાશ થાય છે. જેમ કે લેહ ધાતુ અગ્નિ સંગમાં સુવર્ણની જેમ રસવાળું થાય છતાં લેહભાવ ત્યજતું નથી અને અગ્નિસંયોગશન્ય અવસ્થામાં પાર્થિવ કહેવાય છે તેમ સુવણને તેજસ માનવું એ યુક્તિપુરઃસર નથી. તને પાર્થિવ માની અગ્નિસંગે વિનાશીપણું માની પાર્થિવ માત્રને વિનાશ થાય છે એવી માન્યતા પૂર્વાપર વિધયુક્ત છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શને સાથે સરખામણું જ [૬૧] પાર્થિવ પદાર્થો પણ બે પ્રકારના છે. અગ્નિસંગ વિનાશી પણ છે અને અગ્નિસંગ અવિનાશી પણ છે. વૈશેષિકે મનને નિત્ય માને છે જ્યારે જૈન દર્શન મનને અનિય માને છે. તેઓએ મનને સુખ દુઃખાદિ ઉપલબ્ધિનું સાધન ઈદ્રિયરૂપ જ્યારે માનેલું છે ત્યારે જૈન દર્શન તેથી આગળ વધીને કહે છે કે પદ્ગલિક સુખ અને દુઃખ પામવાથી મન કે જે તેનું સંક૯પ વિકલ્પ યુક્ત સાધન છે તેની જરૂર રહેતી નથી અને તેમ થવાથી તેને લય થાય છે, પરંતુ જેઓએ સુખ અને દુઃખ શાશ્વત માનેલા છે, અર્થાત તેથી રહિત થવાનું નથી તેવી માન્યતા જે હોય તો તેમને મનની નિત્યપણે અસ્તિત્વની જરૂર માનવી જ પડે. આ કારણથી તેમણે આવી માન્યતા સ્વીકારેલી છે. તેઓ સર્વ વ્યવહાર હેતુના જ્ઞાનરૂપ “બુધિ” કહે છે; જૈન દર્શન કહે છે કે મતિજ્ઞાન ક્રિયાનિંદ્રા નિમિત્તે-પાંચ ઇંદ્રિય અને મનથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન આ પ્રસંગે સર્વ વ્યવહારના હેતુરૂપ જ્ઞાન હોવાને લીધે જો કે ઘણે અંશે આપણે માન્યતા સાથે મળતાપણું છે, પરંતુ આ મતિજ્ઞાન થવાને માટે મુખ્ય સાધન ઈદ્રિય અને મન છે અને તેથી તે બહુ જ નાના વર્તુળ(Circle)માં છે. કેમકે જૈન દર્શને તેથી આગળ વધીને (Upon the vast circle ) ઈદ્રિયોની અપેક્ષા વગરનું જ્ઞાન કહેલું છે, “તેથી સર્વ વ્યવહાર હેતુ –એ શબ્દમાં વ્યભિચાર દેષ આવી શકે છે. વૈશેષિકે ઈદ્રિયના વિષયવડે પ્રત્યક્ષ થતા જ્ઞાનને પ્રત્યક્ષ માને છેઆટલે ટુંકેથી જ તેઓ પતાવે છે. જ્યારે જૈન દર્શન ઇંદ્રિયોના તથા મનના વિષયવડે થતા જ્ઞાનને તે હજુ પક્ષ કહે છે. ઇંદ્રિય પ્રત્યક્ષ પરંતુ આમ પરેલ આવી રીતે માને છે. ઇંદ્રિય વડે થતું જ્ઞાન તદ્દન નિર્મળ અને વિશુધ્ધ નથી હોતું, કેમકે આત્મપ્રત્યક્ષ થતું જ્ઞાન નિષ્કલંક હોય છે અને તે જ વાસ્તવિક રીતે પ્રત્યક્ષ છે. આ રીતે ઇંદ્રિયગોચર જ્ઞાનને Page #62 -------------------------------------------------------------------------- ________________ [૬૨] જૈન દર્શન મીમાંસા જૈનોએ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ (વાસ્તવિક પરાક્ષ) માનેલું છે. અને આત્માનુભવ વાળા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ (વાસ્તવિક પ્રત્યક્ષ) તરીકે સ્વીકારેલું છે. વૈશેષિકાની દ્રષ્ટિ મર્યાદા આગળ વધારે જોઈ શકી નથીએ આ ઉપરથી સિદ્ધ થાય છે. તેવી જ રીતે તેઓએ અનુમાન વડે અને શબ્દાદિ સાંભળવા વડે થતા જ્ઞાનને યથાર્થનુભવ ગણેલે છે, પરંતુ હજી તે જૈનેએ તે સ્થિતિને માત્ર નિમ્ન ભૂમિકાવતી મતિ અજ્ઞાન માનેલું છે. પરંતુ યથાર્થીનુભવ તો ત્યારે જ સ્વીકારે છે કે આત્મા જ્યારે આત્મવીર્યનું પરિપાકપણું પામી તત્વોના શ્રધ્ધાનથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને દેહ અને આત્માને વિવેક કરતાં પૌલિક પદાર્થોને સાક્ષીભૂતપણે ભોગવટો કરી અંતરામપણું પ્રાપ્ત કરે ત્યારે યથાર્થાનુભવની શરૂઆત થઈ કહેવાય છે. વળી તેઓએ સ્વીકારેલું છે કે બુધિ, ઇચ્છા અને પ્રયત્ન નિત્ય અને અનિત્ય એ પ્રકારે હેઈ નિત્ય ઈશ્વરમાં રહેલા છે અને અનિત્ય જીવમાં રહેલા છે, જૈન દર્શન દરેક આત્માને જ્યારે તે કર્મરહિત થાય છે ત્યારે ઇશ્વર માને છે. ઈશ્વર એવી જુદી વ્યકિત કેઈ વિદ્યમાન નથી એમ માને છે. આમ હોવાથી ઈછા અને પ્રયત્ન એ શરીરધારી આભાના મનદ્વારા થયેલા પરિણામે છે. તે કર્મસહિત આત્મામાં વિદ્યમાન હોય છે. કર્મ રહિત આત્માને કોઈ પણ જાતનું સાધ્ય સિદ્ધ કરવાનું નહિ હોવાથી તેઓ ઇચ્છાદિથી રહિત હોય છે, માટે તેમણે જે જીવોમાં અનિત્ય માનેલા છે અને ઈશ્વરમાં નિત્ય માનેલા છે તે વાસ્તવિક રીતે ઘટી શકતું નથી તૈયાયિક અને વૈશેષિકેના સિધ્ધાંતોમાં એક તફાવત એ પણ છે કે વૈશેષિકે અભાવ પદાર્થ માને છે. નૈયાયિકે તે માનતા નથી. અન્ય દર્શનેએ જે પ્રત્યક્ષ પ્રમાણે માનેલું છે તે જૈન દ્રષ્ટિ અનુસાર પક્ષ છે. આમ હોવાથી વધારે પ્રમાણે નહિ સ્વીકારતાં જૈને એ તરઘમાળસૂત્રથી પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ અંગીકાર કરેલા છે. આ બંને પ્રમાણમાં અનુમાન તથા શબ્દાદિ સર્વ અન્ય પ્રમાણોને સમાવેશ થઈ જાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ + - -- * અન્ય દર્શન સાથે સરખામણ * [૬૩] ચાર્વાક દર્શન માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માને છે. પરાક્ષ એવા જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નક, આદિ વસ્તુઓ માનતા નથી; તેમજ મધ્રાંગથી ઉત્પન્ન થયેલી મદશક્તિની પેઠે ચૈતન્યને આવિર્ભાવ માને છે. જૈન દર્શનમાં જગતકર્તા માનેલે નથી, તેમ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય રૂ૫ જગતનો વ્યવહાર સ્વયમેવ થયાજ કરે છે એવી જેન માનીનતા અમુક અપેક્ષાએ નાતિકને મળતી આવે છે. પરંતુ બીજી સર્વ હકીકતોમાં ચાર્વાકે સત્યથી વેગળા છે. એક માણસ મા પીધા પછી તેની શકિતથી ઉત્પન્ન થયેલું તેનામાં અવ્યવસ્થિતપણું પ્રકટી નીકળે છે, તે નજરે જોઈએ છીએ તેથી ઉલટું આત્મામાં જ્ઞાન પ્રકટે છે ત્યારે અવ્યવસ્થિતપણું દૂર થઈ વ્યવસ્થિતપણું અને નિયમિતપણું ઉત્પન્ન થાય છે, તો આત્મામાં ઉત્પન્ન થયેલું સર્વ સંજોગોને મર્યાદામાં લાવનાર જ્ઞાન ક્યાં ? અને આત્માને અવ્યવસ્થિત સંજોગોમાં મુકનાર માંગથી ઉત્પન્ન થયેલી મદશકિત કયાં ? વ્યાસકૃત ઉત્તર મીમાંસા (વેદાંતદર્શન) અનુસાર વેદના વચન અપૌરૂષય કહેલા છે તે જેમ એક અંશે ન્યાય અને યુક્તિ યુક્ત હતા. નથી કેમકે પુરૂષ પ્રધાનતાથી રહિત છે તેવી જ રીતે અન્ય અંશમાં નાસ્તિકે વડે મનાયેલી મઘાંગથી ઉત્પન્ન થયેલી મદિરાશકિતનું દ્રષ્ટાંત છે. બંનેમાં અવ્યવસ્થિતપણું હોવાને સંભવ રહે છે. કેમકે ઉત્તમ નિયંતા વગર ઉત્તમ કાર્ય હોઈ શકતું નથી. વળી જન્મની સાથે કેટલાક પ્રાણીઓની કુરૂપવાન સુરૂપવાન વ્યાધિયુક્ત અને વ્યાધિ રહિત વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ તપાસતાં એક સામાન્ય બુધિભાનું પ્રાણીને માલૂમ પડ્યા વિના રહેતું નથી કે તે અવસ્થાઓનું કાંઈ પણ અવ્યક્ત કારણ રહેલું છે અને તે અવ્યક્ત કારણોએ જાદાજુદા પ્રકારે ઉત્પન્ન કરેલા છે. જૈનેતર દર્શનમાં એક ગંભીર ભૂલ - જૈનેતર દર્શને પૃથ્વીકાય, અપકાય, વગેરેને પંચ મહાભૂત તરીકે સ્વીકારી રહેલા છે. અને જડપણું સ્થાપન કરેલું છે. જૈન દર્શન તેને સજીવ કહે છે. સાથે Page #64 -------------------------------------------------------------------------- ________________ [૬૪] જૈન દર્શન મીમાંસા આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારોને તો અન્ય દર્શને પણ જે કે સજીવ કહે છે પરંતુ સાથે આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારને તો અન્ય દર્શને જે કે સજીવ કહે છે કે, પરંતુ પૃથ્વીકાય, અકાય, તેજસુકાય, વાયુકાર્યમાં અને વનસ્પતિકયના અગણિત સૂક્ષ્મ પ્રકારોમાં જીવપણું તે જોઈ શક્યા નથી. સજીવ અને નિર્જીવ પદાર્થોનાં ભેદની જ્યાં માહીતી હોતી નથી ત્યાં જીવોનું રક્ષણ પૂર્ણ પ્રકારે ક્યાંથી હોઈ શકે? જૈનેતર દર્શનવાળો એક તાપસ કે જેણે સંસારના સમારંભોને તજી દીધેલા હોય છે એવી માન્યતાવાળો હોય છે, તે વગર સંસ્કારવાળી માટીને તથા અણગળ અથવા ગળેલા જળને પિતાના ઉપયોગમાં વારંવાર લે છે; કેમકે તેણે તેને નિર્જીવ ભૂત તરીકે માનેલા છે. જૈન સાધુઓ તે પૃથ્વીકાય, અપકાયાદિ સજીવ પદાર્થોને અડકતાં પણ હૃદયમાં કરે છે. સાર્વશી વાચાની અનેક પ્રકારોમાં વિસ્તારવાળી સ્વરૂ૫ મર્યાદા આ રીતે હેઈને ટિંકા પરમ ધર્મ નું વાસ્તવિક સ્વરૂપ દુનિયાને કેઈએ દીધ પરિસ્થિતિમાં બતાવેલું હોય તો તેનું માન જૈન દર્શનને ઘટે છે. - લોકમાન્ય પડિત બાલગંગાધર તિલક નીચેના શબ્દોમાં જૈન દર્શન ગત અહિંસાનું બાહ્ય સ્વરૂપ દર્શાવતાં કહે છે. __ जैन और वैदिक ये दोनों ही धर्म यद्यपि विशेष प्राचीन हैं परंतु अहिंसा धर्मका मुख्य प्रणेता जैन धर्म ही है. जैन धर्मने अपने प्राबल्यसे वैदिक धर्म पर अहिंसा धर्मकी एक अक्षुएण मुद्रा(मुहर) अंकित की है. ढाइ हजार वर्ष पहिले वेद विधायक यज्ञोमें हजारो पशुओका वध होता था. परंतु २५०० वर्ष पहिले जैनियोंके अंतिम तीर्थंकर श्री महावीर स्वामीने जब जैनधर्मका पुनरुद्धार किया तब अनके अपदेशमें लोगोंका चित्त इस घोर निर्दय कर्म से विरक्त होने लगा और शनैः शनैः लोगोंके चित्त पर अहिंसाने अपना अधिकार जमा लिआ. Page #65 -------------------------------------------------------------------------- ________________ અન્ય દઈને સાથે સરખામણી [ ૬૫ ] ખાદ્યલિંગ વેષાદ્ધિની ઝાંખી:-પાંચ દર્શનના ખાદ્ય સ્વરૂપલિંગ વેષ વગેરે જુદા જુદા છે. કેટલાક વ્યાઘ્રચર્મી અને કૌપિન રાખે છે, કેટલાક કમંડલુ રાખે છે-વગેરે ખેતપેાતાની કલ્પના અનુસાર જુદાજુદા વેષા અંગીકૃત થયેલા છે. જૈન દનના સાધુએ, મુખવસ્તિકા, રજોહરણ, ચાલપટા વગેરે રાખે છે. વેપ એ એક મર્યાદા છે. ખાદ્ય લિંગ અને આચારને અવગણના કરનાર પ્રાણીઓ મર્યાદારૂપ પુલને તાડવાને ઉદ્યમવત થયેલા છે. વેપ એ સાધન અને તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. સાધનને સાષ્ય માનવાની ભૂલ એ તેા ગંભીર ભૂલ છે. પરંતુ તે સાથે સાધનથી સાધ્યની ઉત્પત્તિ છે એ વાત ખીલકુલ ભૂલવા જેવી નથી. આ જમાનાના વક્ર અને જડ પ્રાણીઓને વેપ મર્યાદા સંપૂર્ણ રીતે આવશ્યક છે. જ્યારે પ્રથમના દઢ મનેાબળવાળા જમાનામાં પણ તે આવશ્યક જ હતું તેા આ ડગમગતા અને તુલાની જેમ ક્ષણમાં નીચે નમી જતા જમાનામાં કેમ તેની આવશ્યકતા પણે ન સ્વીકારાય ? જૈન દર્શનના બાહ્ય વેષ એ એવું સાધન છે કે તત્રસ્થિત પ્રાણીઓને સર્વાંદા ચરણકરણાનુયાગમાં તલ્લીન રાખે અને તત્ત્વની ગવેષણા નિરંતર પણે સ્મરણગોચર રખાવી શકે. સંસારી સબધવાળા વેષને તજી વૈરાગ્યવાસનાવાળા વેતુ અંગીકાર કરવુ–એ સદાચરણની મજભૂત વાડ છે, એમ એક વિદ્વાને કહેલું છે. કેટલાંક પ્રાણીએ સર્વ દર્શીતાને તુલ્ય માને છે. તે આક, નિંબ, પિપ્પલ, આંબા વગેરે વૃક્ષાને તુલ્ય માનવા જેવી મેટી ભૂલ કરે છે. કાઈ પણ દર્શનની નિંદા કરવાનું પ્રયોજન તેા હૃદયમાં કદાપિ આરૂઢ થવુ ન જોઇએ. પરંતુ મધ્યસ્થષ્ટિએ વિચારવુ જોઇએ કે તેઓ શુદ્ધ તત્ત્વાની ખેાજમાં પણ વાસ્તવિક રીતે શુદ્ધ તત્વેાની પ્રાપ્તિથી દૂર રહેલ છે. જૈનેતર દર્શના જૈન દર્શનની રમ્ય વાટિકાની લહેરાથી શૂન્ય છે એમ કહેવુ અવાસ્તવિક નથી. જો કે જૈન દર્શોન વાટિકાની આનંદદાયક લીલોતરી તેમાં ઉગેલી છે, પરંતુ ખીંછ પ્રતિધાતક વિષમય લીલેાતરી પાસે જ હાવાથી સર્વાંગ વિષય કરી Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા દીધેલું છે, તે સ્થિતિ જ્યારે જીવાજીવની કેટિની સરખામણું કરીએ છીએ ત્યારે સ્પષ્ટ છે તેમ જણાય છે. એક જ નયને ગ્રહણ કરી અન્ય નયને અન્યાય આપવાથી આ સ્થિતિ બનેલી છે. શ્રીમદ્ આનંદઘનજીના વિચારે-પૂર્વોક્ત પ્રકારે જિનેશ્વર પ્રભુના અંગોપાંગ તરીકે પડદર્શને કેવી રીતે છે તે શ્રીમદ્ આનંદઘનજીના વચનેમાં નીચે પ્રમાણે દર્શાવી પદર્શનની સંક્ષિપ્ત પર્યાલચના સમાપ્ત કરશું. જિન સુરપાઇપ પાય વખાણું, સાંખ્ય યોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. (૧) ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. (૨) કાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે. (૩) જિનવરમાં સઘળા દર્શન છે, દર્શન જિનવર ભજન રે, સાગરમાં સઘળી તટની સહી, તટિનીમાં સાગર ભજના રે. (૪) છ દર્શને જિનેશ્વર પ્રભુરૂપ પુરૂષના અંગે પાંગ છે. તેમાં મસ્તકને સ્થાને જૈન દર્શન છે. સાંખ્ય અને પેગ એ બે પગ છે, બૌદ્ધ અને મીમાંસક (વેદાંત) એ બે હાથ છે. અને કાયતિક એ પેટ છે. શરીરને અન્ય અવયવ એક ઓછો હોય તે ચાલી શકે, પણ મસ્તક છે તે આખા શરીરને આધાર છે. વિચારશક્તિ મસ્તકમાં રહેલી છે. મસ્તકથી ઉત્પન્ન થયેલા વિચારે શરીરના અન્ય અંગેના નિયામક છે. મસ્તકથી શુભ વિચાર દ્વારા મુકતપણું પમાય છે. અન્ય દર્શને જેઓ હાથ પગ વગેરે છે તે અમુક અંશને ગ્રહણ કરવાથી અમુક અંશે જિનેશ્વરનું એક અંગ છે, અર્થાત એક અંગપણું હોવાથી પૂર્ણ શક્તિની ખામીવાળું છે. જિનેશ્વર રૂપ સમુદ્રમાં સર્વ દર્શને રૂ૫ નદીઓ સમાય છે અને અમુક અમુક દર્શનમાં જિનેશ્વરની શૈલી કઈ કઈ બાબતમાં સચવાય છે ને કે ઈમેઈમાં સચવાતી નથી. માટે જેમ નદી સમુદ્રની Page #67 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શન સાથે સરખામણું જ [૬૭] અંશ માત્ર છે તેમ સઘળાં દર્શન જૈન દર્શન ઉત્પાદક જિનેશ્વરના અંશ માત્ર છે. પાંચ દર્શનેના ભિન્ન ભિન્ન નને એક જ કેંદ્રમાં સમાવેશ કરનાર જૈન દર્શન છે. જેનેતર પાંચ દશનેના અનેકશઃ વિભાગો થયેલા છે, અને જુદાજુદા એકાંત નય માનવાથી સર્વદશી થઈ શક્યા નથી. જેના સિધ્ધાંતથી જેટલે જેટલે અંશે વિરુદ્ધતાની કેટિ અંગીકાર થયેલી છે તેટલે તેટલે અંશે નયાભાસપણું છે અને જેટલા અંશમાં અવિરુદ્ધતાની કેટિ છે તેટલા અંશમાં નયમાર્ગ ખુલે છે. સર્જાશે જેન સિધાંત સર્વ ને સંગ્રહે છે. આને માટે પૂર્વોક્ત મહાત્માના વચને ટાંકી આ અવતરણને ઉપસંહાર કરવામાં આવે છે. सर्वांगी सब नयधनी रे, माने सब परमान, નવાવી ઘાટ્ટી થારે, સ્ટાફ કાન, निसानी कहा बताईं रे, तेरा अगम अगोचर रूप. Page #68 -------------------------------------------------------------------------- ________________ ક , ર ત , , , , , , , , , , [૬૮] જૈન દર્શન મીમાંસા ગણિતાનુગ જૈન દર્શન સ્થિત દ્રવ્યાનુયોગ પછી તે મહાપ્રાસાદના દ્વિતીય દ્વારરૂ૫ ગણિતાનુયોગના વિવેચનની આવશ્યક્તા પૂર્વ નિયમાનુસાર સન્મુખ આવે છે. દ્રવ્યાનુયોગની વસ્તુ સ્થિતિ જેમ જૈન દર્શનની તલસ્પર્શી ગહનતાને સૂચવનાર છે તેમ ગણિતાનુગની સંકળના એટલા બધા પ્રમાણમાં અને વિસ્તૃત મર્યાદામાં છે કે ગણિત જેવા તર્ક અને બુધ્ધિથી સાધ્ય થઈ શકે તેવા સામાન્ય વિષયમાં અન્ય દર્શનેને સરખામણીમાં પાછળ રાખેલા છે. પ્રસ્તુત દર્શનવતી ગણિતાનુયોગ કૃપમંડુકતાને તજી મહાસાગરની વિશાળ સીમાને લેકાંત સુધી દર્શાવનાર અદ્દભુત ગણિતયંત્ર–Arithmetic machine છે હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે સર્વ જગતને પ્રત્યક્ષપણે દેખ્યું છે જેમણે એવા સર્વજ્ઞો વડે પ્રણીત થયેલું આ દર્શન હોવાથી તેમાં પૂરેપ એશિઆ આદિ વર્તમાન ચાર ખંડેને સમાવેશ માત્ર ભરતક્ષેત્રના એક નાના વિભાગમાં થાય છે, તે ઉપરાંત બીજા અનેક ખંડે, દેશે, નદીઓ, અને પર્વતે જે અત્યારે વિદ્યમાન અવસ્થામાં દષ્ટિગોચર થઈ શક્તા નથી તે ભરતક્ષેત્રમાં મોજુદ છે. આ અનુયોગના સારભૂત વિવેચનને માટે પણ એક મોટો ગ્રંથ તૈયાર કરવો પડે તેવી સ્થિતિ હોવાથી સંક્ષિપ્તપણે અમુક વિભાગમાં દર્શાવી સમાપ્તિ કરવામાં આવશે. લોક અને અલેકરૂપ બે મુખ્ય વિભાગમાં લેકનું આખું નામ “ચઉદરાજલક એવા શબ્દોવાળું છે. રાજ એ અસંખ્યય જનના પ્રમાણ વાળું માપ છે. ચૌદ રાજલક કે જેમાં સર્વ પ્રાણ પદાર્થોને સમાવેશ થયેલે છે, તેને સમગ્રપણે આકાર એક પુરુષ, જેણે પોતાના બંને પગને પહોળા કરેલ છે, બંને હાથને કટપ્રદેશ ઉપર રાખેલા છે, તેવી સ્થિતિવાળો છે. લેકના આકારને દ્રષ્ટાંતપણે બતાવનારા તે કલ્પિત પુરૂષના આકારવાળા શરીરના મધ્યભાગની નીચે અનુક્રમે પહેલી બીજી વિગેરે સાત નરક પૃથ્વી રહેલી છે. મધ્યભાગથી નીચે નરક અને પૃથ્વીની ઉપર Page #69 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુગ [ ૬૯ ] ભુવનપતિ તથા પરમધામિક વગેરે દેવોના આવાસ સ્થાને છે. કલ્પિત પુરુષના આકારવાળા લેકને મધ્યભાગ રૂ૫ તિછલેકમાં આપણે અને આપણને અદ્રશ્ય પ્રાણી-પદાર્થો રહેલા છે. અહીં પંદર કર્મભૂમિના ક્ષેત્રો, ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રો, છપન અંતર દ્વીપ, જંબુદ્દીપ, ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપ વગેરે અસંખ્યય દ્વીપસમુદ્ર સર્વજ્ઞ શાસ્ત્રમાં નામ અને યોજનાદિના પ્રમાણ પુર:સર દર્શાવેલા છે. તદ્દન છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે, કે જે પછી લેકમર્યાદા સંપૂર્ણ થઈ અલેકની શરૂઆત થાય છે. અહીંથી ઉપર સાતસેંથી નવસે જન ઊંચે જ્યોતિમંડલના વિમાને છે. અત્રસ્થિત ચંદ્ર, સૂર્ય અને ગ્રહાદિની ગતિઓ વડે મનુષ્યમાં જ તિકશાસ્ત્ર નિર્માણ થયેલું છે. જૈન દર્શનના અનેક ગ્રંથ તિકશાસ્ત્રના ગણિતથી ભરચક હતા. પરંતુ દુઃામકાલેભવ પ્રાણીઓના કમનસીબે આપણા પૂર્વજોની બેકાળજીથી વિચ્છેદ થઈ ગયેલા છે; પરંતુ ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રગતિ જેવા બે મહાન ગ્રંથે જે ચતુર્દશ પૂર્વધર શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામિ વિરચિત છે તે વિદ્યમાન છે. એ લાખે નિરાશામાં એક અમર આશા છે, પરંતુ તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉદ્યમની ખામીએ તિકશાસ્ત્રના લાભની આશાને મૃતવત્ કરી દીધી છે. તિર્મલની ઉપર ઘણે દૂર ઉત્તર અને દક્ષિણ દિશામાં એક જ સપાટીમાં બબે મળી આઠ દેવલેક છે અને તેની ઉપર, એક ઉપર એક એમ અનુક્રમે ચાર દેવલોક મળી કુલ બાર દેવક છે. ઉપર આગળ જતાં નવયક છે ત્યાં અહમિંદ્રપણું હોવાથી ચડતી ઉતરતી પદવી વગેરે વ્યવહાર નથી તે ઉપર પાંચ અનુત્તર વિમાને છે. સૌથી છેલ્લે વિમાન “સર્વાર્થસિદ્ધ નામવાળું છે. ત્યાં એકાવતારી પ્રાણી જઈ શકે છે. તે ઉપર પિસ્તાલીશ લાખ જન લાંબી પહોળી સ્ફટિક રનની શિલા છે, તે સિદ્ધશિલાના નામથી ઓળખાય છે, જ્યાં સિધ્ધના જ આદિ અનંતકાળ રહે છે-અઢીદ્વિીપ કે જે તિછલેકમાં મનુષ્યલેક તરીકે ગણવેલ છે તે પીસ્તાલીશ લાખ જન પ્રમાણુવાળ છે. જંબુ Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મીમાંસા દ્વીપ એક લક્ષ યેાજનના છે. તેની પિરિધ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૨૮ ધનુષ્ય, અને ૧૩ અંશુલ પ્રમાણ છે. સમળી શાશ્વત નદીએ તિષ્કંલાકમાં ૧૪૫૬૦૦૦ સંખ્યાવાળી છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પાંચસે વીશ ચેાજન છે કળાનુ છે. શાશ્વત તીર્થાં સમળી તિøલાકમાં માગધ વરદામાદિ એકસે! એની સ ંખ્યામાં છે. તિર્થંલાકની મધ્યમાં સુવર્ણ - મય સુમેરુ પર્યંત લક્ષ યેાજનના પ્રમાણવાળા છે. બીન્ન કંચનગિરિ, ગજદતા, વખારાગિરિ, વગેરે સર્વમળી બસે એગણાતર પા છે. ચેાત્રીશ વિજય છે પદ્માદિ છ મોટા દ્રહો છે. ઊલાક, તિર્થંલેાક, અને ભુવનપતિ આદિ નિકાયાને વિષે જિન જીવનેોની સંખ્યા સાતક્રાડ ને ખેતેર લાખ જેટલી છે. તે સર્વ ચૈત્યામાં જિન ભિષેની સંખ્યા આઠસા ત્રીશ કેાટી, છેાંતેર લાખની છે. તીખંલાકમાં શાશ્વત જિન ચૈત્યા ચારસા તેસ છે. તેની અંદર સર્વાં મળી પચાસ હજાર ને ચાર જિનબિંમે છે ઊલાકમાં અનુત્તર વિમાન સુધી ચેારાશી લાખ સતાણુ હાર ને તેવીશ વિમાન છે. તેટલાં જ ચૈત્યો છે અને તેમાં સર્વાં મળી એકાણું કૈાટી છેાંતેર લાખ અઢીતેર હજાર ચારસા ચારાથી જિનબિંખે છે. આ આ ઉપરાંત યુગલિક ક્ષેત્રો, જંબુસાલ્મલિ પ્રમુખ વૃક્ષા, ગંગા, સિંધુ, સીતા, સીતે દા, પ્રમુખ મહા નદી વગેરેનું સવિસ્તર મર્યાદાવાળું જ્ઞાન લઘુસ ધણુ-બૃહત્ સ ંધયાદિ ગ્રંથેામાં પ્રતિપાદન થયેલું છે, જે જોવાથી સનદ્રષ્ટિ કેટલી વિસ્તારવાળી હશે તેની સક્ષિપ્તપણે આપણુ પામર પ્રાણીઓને ઝાંખી થઈ શકે છે. કેટલાક અધ્યાત્મી કહેવાતા મનુષ્યો ગણિતાનુયોગના વિષયને શુષ્ક ગણી તેના અનાદર કરે છે, અને ખીલકુલ તે અનુયાગ ભણી દ્રષ્ટિ કરતા નથી. તેવાઓએ સમજવું જોઇએ કે ગણિતાનુયોગ એ લાક સ્વરૂપ દ્રવ્યજ્ઞાન છે અને દ્રવ્યાનુયોગ એ તેનું ભાવજ્ઞાન છે. ભાવજ્ઞાનને દ્રઢ અને મજબૂત કરવાને માટે દ્રવ્યજ્ઞાનની આવશ્યકતા છે એમ શાસ્ત્ર ખુલ્લી રીતે કહે છે. જો કે એટલું તેા છે કે ગણિતાનુયોગના વિષયમાં રચીપી રહી દ્રવ્યાનુયાગ રૂપ સાધ્યથી એનસીબ રહેવુ એ શિષ્ટ સંમત નથી જ; પરંતુ તેથી [ > ] 060 ] * Page #71 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુયોગ [૭૧] ગણિતાનુગ કે જે જૈન દર્શનમાં અગ્રપદ ધરાવે છે તેનું બહુમાન ઓછું થાય છે એ તિરસ્કરણીય છે. ગણિતાનુગના જ્ઞાનથી કૂપમંડૂકતા દૂર થાય છે. દ્રવ્યલોક વિશાળ અને વિસ્તૃત દેખાય છે. મગજશક્તિ તકનિપુણ બને છે, સેય પદાર્થોને સંગ્રહ થઈ જાય છે, અનેક ક્ષેત્રોનું જ્ઞાન થવાથી કદાચ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને ખુદ દ્રવ્યાનુયેગના પદ્ધોને સમાવેશ કેટલી મર્યાદામાં થાય છે–વગેરે જ્ઞાનપૂર્વક અનેક મહાન લાભો પ્રત્યક્ષપણે રહેલા છે. તેને માટે વિશેષ કહેવાની અગત્યતા પૂર્ણ થવા સાથે શાસ્ત્રાવકન માટે સૂચના કરવામાં આવે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] જૈન દર્શન સીમાંસા કથાનુયોગ : જૈન દર્શીનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરૂપ ધર્મકથાનુચાગ છે. આ નેત્રવડે હેય ઉપાદેયની નિવૃત્તિ-પ્રવૃત્તિ યથાર્થ સમજી શકાય છે. આ અનુયાગમાં કથાએના માટેા સંગ્રહ છે. ઐતિહાસિક નવલકથાએ જે અત્યારે ભૂપૃષ્ટ ઉપર વિદ્યમાન છે તેમના અવલોકનથી નાયકાનાં વીરત્વ, શૌય`, સૌજન્ય, ક્ષમા અને આવાદિ સદ્ગુણે!, તેમ જ ક્રોધ, ઇર્ષ્યા, અભિમાન, પ્રપંચ આદિ દુર્ગુણેાની તુલના થઇ શકે છે. કથાએ એ સજ્જન અને દુનની પ્રવૃત્તિઓના મેધ લેવા લાયક દ્રષ્ટાંતા હોવાથી અવાહક છે. પ્રાણી માત્ર જે હેયાપાદેય પ્રવૃત્તિમાં યત્ન કરવા તત્પર થતા નથી અથવા તે તેમને રૂચતું નથી, તે જ્યારે કથાનુયાગના દૃષ્ટાંત વાંચે છે, અને તે ઉપર મનન કરે છે ત્યારે તે શુદ્દાશુદ્ધ પ્રવૃત્તિઓની કાટિ જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. ઘણા પ્રાકૃત પ્રાણીઓને કથા વાંચવામાં બહુ રસ જામતા જણાય છે, પરંતુ તેએાએ તેથી હર્ષિત થવાનુ નથી. જ્યારે કથાના અંગાને દરેક વિભાગમાં વહેંચી સારભૂત પદાર્થ સમજી શકાય અને અસારભૂત તજી દેવાને પ્રયત્નશીલ થાય ત્યારે જ ધર્મકથાનુયોગ દારવડે જૈન દર્શનની મર્યાદામાં પ્રવેશ કરી શકાય છે. ધર્મકથા સિવાયની કથા-વિકથાએ, અનેક પ્રકારે રાજકથા, ભક્તકથા, કામકથા, અકથા વગેરે હાય છે. કથાનાયક્રા જેમના જેમના સંબંધમાં આવેલા હેાય તે સબંધી વગે અનેક રંગી હેાય છે. કેટલાક પ્રસંગોમાં સજ્જતા દુનાની કસોટીમાં આવે છે, અને તે વખતે તેમને અનેક રીતે હેરાન થવું પડે છે. કેટલાક નાયકેાના પ્રસંગમાં આવેલે વર્ગ વિષય અને કષાયથી અભિભૂત હોય છે કેટલાક નાયકા વ્રતાદિ ગ્રહણ કરી સંકટમાં આવી પડતાં શિથિલ થઇ જાય છે. અમુક નાયકા સંસારમાં રત રહી અંતરંગ કુટુંબના સંબંધથી દૂર રહી અહિરંગ કુટુંબનુ હિંસા, અપ્રમાણિકપણુ, ચારી વગેરેથી પોષણ કરવામાં Page #73 -------------------------------------------------------------------------- ________________ કથાનુગ [ ૭૩ ] સાર્થકતા સમજતા હોય છે, કઈ પરસ્ત્રીલંપટ થઈ લજજાને દૂર મૂકી અકાર્યમાં તત્પર થાય છે આ અને આવા જ પ્રકારોથી ભરપૂર ચિત્રો કથા શરીરમાં આલેખન કરાયેલ હોય છે. આવા વિચિત્ર રંગી ચિત્રોમાંથી હેય ઉપાદેયાદિ વસ્તુને જાણી લેવીએ ધર્મકથાનુયોગના શ્રવણ અને વાચનનું અંતિમ રહસ્ય છે. આ બાબતનું સમર્થન શ્રીમદ્ સિદ્ધર્ષિ ગણીના નીચેના કોથી દ્રષ્ટિગોચર થાય છે. अर्थ कामं च धर्मं च तथा संकीर्णरूपताम् । आश्रित्य वर्तते लोके कथातावच्चतुर्विधा । ના વિસ્ટષ્ટ રિંતુટ્યાત સંવંધ વારિ I तेन दुर्गति वर्तन्याः प्रापणेप्रवणा मता ॥ सा मलीमस कामेषु रागोत्कर्ष विधायिका । विपर्यासकरी तेन हेतुभूतैव दुर्गतेः । सा शुध्ध चित्तहेतुत्वात् पुण्यकर्म विनिर्जरे । विधत्ते तेन विज्ञेया कारणं नाक मेक्षियोः ।। त्रिवर्ग साधनोपाय प्रतिपादन तत्पराः । यानेकरस सारार्था सासंकीर्णकथोच्यते ।। “આ લેકમાં ચાર પ્રકારની કથા અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ નામની છે. અર્થકથા અંતઃકરણને કલુષિત કરવાના કારણને લઈને પાપ ઉપાર્જન કરાવી દુર્ગતિપાતક ગણાયેલી છે. કામકથા રામજનક ઈચ્છાઓ ઉત્પન્ન કરનારી હોવાથી દુર્ગતિના અનંતર કારણભૂત છે. ધર્મકથા અંતઃકરણને નિર્મળ કરનાર હોવાથી સ્વર્ગ અને મોક્ષના કારણભૂત તરીકે ગણાયેલી છે. સંકીર્ણ કથા જુદાજુદા રસવાળી હવાથી ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગની સાધનાના ઉપાયભૂત મનાયેલી છે. ” કથા શરીરના ઉત્તમાંગ ધર્મકથામાં ઉત્તમ પંક્તિમાં ગણાયલા મનુષ્યનાં જીવનચરિત્રો બેધનીય એટલા માટે હોય છે કે તેઓના Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા ચરિત્રો ઉત્તમ સગુણોથી ભરચક હોવાથી જગતના ઈતિહાસના અમર પૃષ્ટ ઉપર મુદ્રિત થાય છે, અને ભવિષ્યની સર્વપ્રજા મુખ્યત્વે એ મહાકાર્યથી એમની સ્મૃતિ સાચવી શકે છે. પછીથી તજજન્ય અનુકરણ કરવામાં પ્રયત્નશીલ બને છે. જીવનચરિત્રોના પાત્રોની જીવન્ત મૂર્તિઓ કે જેઓએ પિતાની સુગંધને પૃથ્વીના પટ ઉપર પાથરી દીધી હોય છે તેવી જીવન મૂતિઓ વાંચકોના હૃદયમાં ઉત્સાહ પ્રેરી હૃદયને પુરૂષાર્થ પ્રેમી બનાવે છે. એક વિદ્વાને કહ્યું છે કે “જે ચરિત્રો અથવા કથાઓ વાંચકના હૃદયમાં મલિન ભાવને નિર્બલ કરી ઉચ્ચભાવને ઉત્તેજિત કરે નહિ અથવા તે મહાન પ્રતિભાનું પ્રતિબિંબ બતાવી વાંચકની શક્તિઓને વિકાસ આપે નહિ તે માત્ર અને વ્યાપાર છે. ” મહાત્માઓની કથામાંથી શું મળી શકે છે તે સંબંધે એક અંગ્રેજ નીચે પ્રમાણે વિચારે બતાવે છે. One comfort is that great men taken up in any way are profitable company. જે મનુષ્ય ખરેખર મોટા હોય છે તેઓના જીવનને ગમે તે દ્રષ્ટિથી નિહાળીએ તો પણ તેમાંથી કાંઈક બોધદાયક અથવા ઉત્કર્ષ કરે તેવું મળ્યા વિના રહેતું નથી.” આમ હોવાથી મનુષ્ય જીવનની સફળતા મહાત્માઓની જીવનકથામાંથી અવશ્ય સારગ્રહણરૂપ હંસચંચુ વડે, મિથ્યાજ્ઞાનરૂપ પાણીને છેડી દઈ શુદ્ધ જ્ઞાનરૂપ દુધથી આત્માને પુષ્ટ કરવા પ્રયત્નશીલ થવાથી થઈ શકે એ નિર્વિવાદ સત્ય છે. ક્રમશ: આ અનુગ ચરણ કરણનુ ગમાં પ્રવૃત્તિનું અનંતર કારણ થઈ જાય છે. તત્ત્વ ગ્રહણ કરી આત્મનતિમાં કર્તવ્યપરાયણ થવું–એ ધર્મકથાને સારી અને અદ્વિતીય સિધ્ધાંત છે. જેને કથાનુગ એટલે બધો વિશાળ અને વિસ્તૃત છે કે જેનેતર દર્શનની કથા સમુદાયની તુલનામાં તે અગ્રપદે આવી શકે છે. વળી જૈન કથાનુગમાં ભાગ્યે જ કલ્પિત કથાઓને સંભવ છે Page #75 -------------------------------------------------------------------------- ________________ કથાનુગ [ ૭૩ ] અને કદાચ હશે તો તે માત્ર દતિક અર્થને ભાવાર્થ ઉત્પન્ન કરવાને માટે જ. પરંતુ પ્રસ્તુત કથાનુગમાં ન્યૂનતા ભાસતી હોય તે તે એ છે કે જે મહાન આચાર્ય અને ઉપાધ્યાયોની ગ્રંથ સમૃદ્ધિ વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે, તેમના જીવનચરિત્રો સંપૂર્ણ પણે સાચવી શકાયું નથી. જેટલા મળી શકે છે તેટલા તદ્દન અપૂર્ણ સ્થિતિમાં છે. આ દેષ ગ્રંથ સમૃદ્ધિ સાચવવામાં બેદરકાર રહેલા પૂર્વકાલીન જૈનેને શિર સર્જીત થયેલ છે. વ્રતનું યથાર્થ પાલન કરનાર અથવા વ્રત વિરાધક કથાનાયકના બોધદાયક ચરિત્રો વાંચકોના હૃદયમાં સજડ છાપ પાડી શકે છે. તેના દ્રષ્ટાંતો પાંચ વ્રત ઉપર અનુક્રમે હરિબલ, વસુરાજા, રૌહિણેય, સુદર્શન અને નંદ આદિ પ્રસિદ્ધ નરેના છે. અનેક રંગી દ્રષ્ટાંતોથી ભરપૂર કથાનુગ છે. તે શાસ્ત્રાવલેકનથી માલૂમ પડી આવે તેમ છે. જેમકે ગિરિશુક અને પુષ્પશુકના દ્રષ્ટાંતમાંથી સદસત્ સંગતિના લાભાલાભને પરિણામે સાર મળી શકે છે. પ્રસ્તુત અનુયોગ સંક્ષિપ્તપણે પૂર્ણ કરી નિમ્નલિખિત બ્લેકના અલંકાર સાથે કથાનુગને ઉપસંહાર કરવામાં આવે છે. इहामुत्र च जंतूनां सर्वेषाममृतोपमाम् । शुध्धां धर्मकथां धन्याः कुर्वति हितकाम्यया ।। Page #76 -------------------------------------------------------------------------- ________________ * * * * * પ મ ર પ ક [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા ચરણકરણાનુયોગ : જૈન દર્શનનું તૃતીય રત્ન જેને “ચારિત્ર” શબ્દથી ઓળખાવવામાં આવે છે તે પ્રસ્તુત ચરણકરણાનુગ છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક જેને-જ્ઞાનચક્ર વિરતિ રૂપે સૂત્રમાં ગુંથે છે, નીતિકાર જેને નૈ તકબળ અથવા વિચારેવડે ઉત્પન્ન થયેલું સદ્વર્તન તરીકે જાહેર કરે છે, માનસશાસ્ત્રીઓ જેને પુરૂષના હૃદય તરીકે ગણના કરે છે, શાસ્ત્રોપદેશકે જેને દર્શનમેહનીયના વિનાશથી સમ્યજ્ઞાન ઉત્પન્ન થયેલું છે, એવા પુરૂષો દ્વારા આલંબનીય માને છે અને અધ્યાત્મજ્ઞાનીઓ જેને જ્ઞાન દર્શનની રમણતા રૂપે સ્થાપન કરે છે–તે આ જે દર્શનનો ચતુર્થ અનુયોગ છે. એક મહાપુરૂષ બુદ્ધિ અને હૃદયની સત્તાનું પૃથક્કરણ કરતાં કહે છે કે–બુધ્ધિબળ કરતાં હૃદયબળ હજારગણે દરજજે ઉચ્ચતા ધરાવે છે. બુદ્ધિબળના સાયુજ્યને પામેલે પણ હૃદયસત્તાથી શૂન્ય પ્રાણી ગાંડા માણસના હાથમાં આપેલી તરવારની પેઠે અવ્યવસ્થિત છે. જેવા વિચાર તેવા આચાર એ સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા સમક્યારિત્રની પરિપલન કરવારૂપે વાસ્તવિકતા પ્રકટ કરે છે, આ ઉપરથી સ્વતઃસિધ થઈ શકે છે કે ચરણકરણાનુગ એ સમચારિત્ર હોઈ અખિલ જેના દર્શનનું હૃદય છે. હૃદયબળ પ્રાપ્ત કર્યા સિવાય પુરુષ મહાપુરુષ થઈ શકતો નથી. દ્રવ્યાનુયોગનું માત્ર અવલંબન કરનારા જેને ચરણકરણનુગ એ ક્રિયાકાંડ હોઈ શુષ્ક લાગે છે અને કષ્ટસાધ્ય કાર્ય તરીકે ગણી પ્રવૃત્તિમાં પોતાની અશક્તિ જાહેર કરે છે; તેવા શુષ્ક જ્ઞાનીઓએ સમજવું જોઈએ કે આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી રૂપ જેને ચારિત્ર એ આત્માની અત્યંત નિર્મળ વિશુદ્ધિ કરનાર છે. દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ આત્યંતિક વિશુધિને સજાવનાર અનંતર સાધન છે. પરંતુ સાધ્યની પ્રાપ્તિ સાધના Practical ઉપયોગ વગર નિરર્થક અને નિષ્ફળ છે. પ્રસ્તુત ચારિત્ર બે પ્રકારનું છે, (૧) દેશ વિરતિ (૨) સર્વ વિરતિ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાનુયાગ [ ૭૭ ] સ ગૃહસ્થ દેશવિરતિના અધિકારી છે. અને નિરારભી મુનિ વિરતિના અધિકારી છે. દેશ વિરતિધર શ્રાવકાને બારવ્રત ગ્રહણ કરવાના હોય છે. સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમનવિરમણ, પરિગ્રહ-દિગ્ પરિમાણુ, ભોગપભાગ–અન દ વિરમણુ, સામાયિક, પૌષધ, અને અતિથિ સંવિભાગ. * વીવિશ્વા ધ્યાનું પાલન સાધુઓને માટે ગણતાં ગૃહસ્થના અધિકારમાં એછામાં આછી સવાવિધા દયા આવી શકે છે. તે યાનું પાલન કે જે વડે નિરપરાધી, સ્થૂલ પ્રાણીઓની, નિરપેક્ષવૃત્તિથી અને સંકલ્પથી હિંસા નહીં કરું, એવું વ્રત લેવાથી થઈ શકે છે. હિંસા પણ એ પ્રકારની છે. દ્રષ્ય અને ભાવ. રાગદ્વેષના પરિણામવડે ભાવહિંસા અને તજન્ય પ્રાણિવધાદિ વડે દ્રવ્યહિંસા ગણાય છે તેના હેતુ, સ્વરૂપ, અનુભધાદિ અનેક ભાંગાએ છે. ત્યારપછી મન, વચન, કાયા વડે, સ્થૂલતાથી જૂ ું ખેલવું નહીં અથવા જૂઠું કાર્ય કરવું નહી, અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહી, પરસ્ત્રી ગમનથી દૂર રહી સ્વદારાસતોષ ધારણ કરવે, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનુ માપ કરી સતેાષત્તિ રાખવી, દિશાએમાં જવાને અમુક હદ સુધીના નિયમ કરવા, અભક્ષ્ય તથા અનતકાયાદિ વગેરેથી તથા અપેય પનથી અને કર્માદાન વ્યાપારથી દૂર રહેવું, વકથા વગેરેથી થતા અનદ ંડથી વિરમવું, સામાયિક, પેાષધ, અને અતિથિ સંવિભાગ, સાધર્મિવાત્સલ્ય વગેરે શુભ અનુબ્રાતેમાં આદર કરવા; આ સર્વ બારવ્રત્તો અનુક્રમે ગૃહસ્થને યાગ્ય છે. આ ખાર ત્રતાના વિસ્તાર ઘણું જ છે. દરેક વ્રતને માટે ભગાભ ગરૂપ અતિચારા છે. જે દર્શાવતાં વિષય વિસ્તૃત થાય તેમ છે. સાધુજનેાની ગણનાના મુકાબલામાં ગૃહસ્થના અધિકાર ઘણા અલ્પ હોવાથી તેને પતિ જતાએ ‘ મિલનાર ભી’ કહેલાં છે. સાધુજને કે જેમણે આરંભ માત્રને ત્યજી દીધેલા છે તે ‘નિરારભા’તરીકે મશહૂર થયેલા છે. સાધુજનોને અધિકાર રૂપે પરિપાલનને માટે ચરણસિત્તરી અને કરસિત્તરી નીચેની ગાથાએ વડે પ્રદર્શિત થયેલા છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] જૈન દર્શન મીમાંસા वय समणधम्म संजम वेयावच्चेच बंभगुत्तिसु । नाणाइतियं तवकाह निग्गहाइइ चरणमेयं ।। पिंड विसोही समिइ भावण पडिमाय इंदियनिरोहो । पडिलहेणगुत्ति अभिग्गहंचेव कहणंतु ।। ૫ મહાવ્રત, ૧૦ શ્રમણ ધર્મ, ૧૭ સંયમ પ્રકારે, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય, ૩ જ્ઞાનાદિત્રિક, ૧૨ તપ અને ધાદિ ૪ કપાયને નિગ્રહ તથા, ૪ પિંડ વિશુધ્ધિ, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઈદ્રિય નિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ. આ રીતે અનુક્રમે સીત્તેર સીર પ્રકારે છે. આ સર્વને વિસ્તાર અસંખ્ય પ્રકારે શાસ્ત્રોમાં વર્ણન કરાયેલે છે. કાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં ચરણકરણાનુ રૂપ સંયમના સ્થાનકે છે. આત્માના અધ્યવસાયને આશ્રીને તરતમતાએ આ અસંખ્ય ભેદો હોઈ શકે છે. એક જૈન ગૃહસ્થ જે તે પિતાના અધિકારને આશ્રીને ગ્રહણ કરેલા દ્વાદશત્રતનું પાલન કરતો હોય છે, તે દુરાચરણથી ભય પામતા હોવાને લીધે તેમ જ સદાચારમાં ક્ષણમાત્ર પણ અપ્રમાદી હોવાને અંગે તે કદી કોઈના ગુનાહમાં આવી શકતો નથી, તે પંચમહાવ્રતને ધારણ કરનાર સગુરૂઓની તે તેવી સ્થિતિ કયાંથી હોય? જૈન દર્શનના ચારિત્રનું બંધારણ એવું સુદ્રઢ અને બળવત્તર છે કે ચિરસંસ્કારી પ્રાણીઓ જ તેમાં રહી શકે. સાધુજનને પ્રાણાતિપાતાદિ પંચ અવ્રતોથી સર્વ પ્રકારે વિરમવાનું છે. વ્રત લીધા વગર અજ્ઞાનપણે પ્રાણુઓને તે તે પ્રકારના પાપમાર્ગો ખુલ્લા ઠારવાળા હોવાથી કર્મ પ્રવાહના પ્રવાહો આવતા અટકી શકતા નથી. તેથી શ્રીમદ્દ યશોવિજયજીએ કહ્યું છે કે – અવિરતિ લગે એકૅક્રિયા રે, પાપ સ્થાન અઢાર; લાગે પાંચેહી ક્રિયારે, પંચમ અંગે વિચારે છે. (૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - ચરણકરણનુગ [ ૭૯ ] “ભગવતીસૂત્રમાં કહ્યું છે કે એકૅકિયે અવિરતિ હોવાથી તેમને પાંચ ક્રિયાઓ અને અઢાર પાપસ્થાનકેથી ઉત્પન્ન થતો ક્ષણેક્ષણે કર્મબંધ પડે છે.” સાધુજીવન ઘણું જ કઠિન છે. તલવારની ધાર ઉપર નાચતા બાજીગરે તથા લેઢાના ચણાને ચાવી જનાર અવધૂતોનાં કરતાં સાધુ જીવનની કઠિનતા દુર્ભેદ્ય છે. આત્મબળના સામર્થ્ય વડે કર્મબળને તોડી પાડવાની શક્તિવાળા પ્રાણુઓ યથાર્થ ચરણકરણની સાધના કરી મુક્તિ પામી શકે છે. ચારિત્રની પરિપાલનના વડે આત્મા કર્મનો આશ્રવ દૂર કરી સંવરપણું પ્રાપ્ત કરે છે. સંવરપણું પ્રાપ્ત થવાથી નવા કર્મનું આગમન રોકાઈ જવાથી પૂર્વ કર્મની નિર્જરા (દેશ થકી ક્ષય) થતાં સર્વ કર્મની નિજ થવાને સંભવ છે. ચરણ ક્રિયાનું પાલન કરતા સાધુ જનેને દશ પ્રકારે યતિધર્મ સેવન કરવો પડે છે. તે નીચે પ્રમાણે છે. શાંતિ, આર્જવ, માર્દવ, સંતોષ, તપ, ઈદ્રિયસંયમ, સત્ય, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્ય. આમાં પ્રથમ ચાર કેધ, માયા, માન અને લેભની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલા ગુણો છે. ચાર કષાનું સ્વરૂપ દ્રવ્યાનુયેગના વિષયમાં ઠીક રીતે આવી ગયેલું છે. તપ બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર અનશન, ઊનેદરીવ્રત, આજીવિકા સંક્ષેપ, રસ ત્યાગ, કાયાકલેશ, અને સંલીનતા -આ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને ધ્યાન એ અંતરંગ તપ છે. નમુક્કારસહિથી માંડીને ઉપવાસ પર્યત વ્રત લઈ એટલે જેટલે અંશે આહાર ન કરે તે અનશન. આ અનશન અને ઔનેદ વિગેરે-ઈદ્રિય સંયમરૂપ યતિધર્મને પાલન કરાવવાનું પ્રબળ સાધન છે. બાહ્ય તપ વડે ઈકિય રૂ૫ ઘેડાને વિકારગ કુંઠિત થઈ જાય છે. પૌગલિક ભેગન ખાવા પીવાના તથા ભોગવવાના આત્માના અનાદિ. બધ સંસ્કારને તોડી પાડવાને પ્રબળ કુહાડા સમાન જે કઈ પણ હોય તો તે અનશનાદિ બાહ્ય તપ છે. સ્મૃતિભંગથી પાપાચરણ થયેલું હોય તેને દંડ ગુજન અથવા વડીલદ્વારા વહેરી લે તે પ્રાયશ્ચિત્ત. પૂજ્ય પ્રતિ ભક્તિભાવનું દર્શન તે Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ]. જૈન દર્શન મીમાંસા વિનય. ગ્લાન પ્રાણીઓની સારવાર કરવી તે વૈયાવચ્ચ, અને જ્ઞાનનું શ્રવણ મનન, અને નિદિધ્યાસન એ સ્વાધ્યાય. આર્ત અને રૌદ્ર ધ્યાનથી રહિત થઈ ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનમાં રમણતા કરવી તે ધ્યાન તપ કહેવાય છે. ધ્યાનને ચાર પ્રકારે આ રીતે છે. આ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન. આ ધ્યાનના ચાર પ્રકાર (1) ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ, રોગ ચિંતા, અને અશોચ (ભાવિભવમાં મને અમુક ઈષ્ટ વસ્તુ મળો એવુ નિયાણું કરવું તે) રોક ધ્યાનના ચાર પ્રકાર (૧) હિસાનુબંધિ (૨) મૃષાનુબંધિ (૩) તેયાનુબંધિ અને (૪) સંરક્ષણનુબંધિ (માલમિલકત સ્ત્રી પુત્રાદિના સંરક્ષણ સંબંધી). ધર્મ ધ્યાન ચાર પ્રકારે (૧) આજ્ઞા વિચય (જિનાજ્ઞાના સ્વરૂપનું ચિંતવન) (૨) અપાય વિચય (કર્મો વડે પ્રાણીઓને થતી પીડાનું ચિતન) (૩) વિપાક વિચય (સુખ દુઃખાદિને કર્મફળ જાણી શક નહીં કરવા સંબંધી વિચારણા) અને (૪) સંસ્થાન વિચય (ચૌદ રાજલે ના સ્વરૂપનું મનન). શુકલ ધ્યાન ચાર પ્રકારે (૧) પૃથર્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ (૪) વ્યસન્નક્રિયા અનિવૃત્તિ. પહેલા બે ભેદ ઉચ્ચ ભૂમિકા ઉપર ચડતા પ્રાણીને આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. તેમાં જગતમાં રહેલા પદાર્થોને ગુણ પર્યા. યનું ચિંતવન છે. બારમે ગુણસ્થાને પ્રસ્તુત ધ્યાનને બીજે ભેદ પૂર્ણ થાય છે. તે પૂર્ણ થયા પછી ધ્યાતા વિશ્રાંતિ પામે છે. ત્યાર પછી તુરત જ અખિલ પ્રાણી પદાર્થોને હસ્તામલકત જણાવનાર કેવળજ્ઞાન થાય છે. અહીંથી ત્રીજે પ્રકાર શરૂ થાય છે. અને આયુષ્યમર્યાદાપૂર્ણ થવાની તૈયારી વખતે સૂમ મન, વચન, અને કાયવ્યાપારને રેપ કરતી વેળાએ ત્રીજો પ્રકાર પૂર્ણ થઈ ચતુર્થ પ્રકાર શરૂ થાય છે. પૂર્ણ કર્યા પછી રૂટુ–પંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલા સમયમાં નિર્વાણપદ પામે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાનુયોગ [ ૮૧ ] આ ધ્યાન ચર્મ કેવલી થયા પછી વિચ્છેદ ગયેલુ છે. આ ધ્યાનના વજી ઋષભનારાચ સંધયણવાળા માત્ર અધિકારીઓ છે. કહ્યું છે કેઃ इदमादिम संहनना एवालं पूर्ववेदिनः कर्तुं । स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानां ॥ ર પ્રાકૃત પ્રાણીઓનું ચિત્ત આ ધ્યાનતે માટે લાયક નથી; કેમકે ચિત્ત થૈય` તેમને હાતુ નથી. માટે પ્રથમ સ ંઘયણવાળા પૂર્વધરા વગેરે આ ધ્યાનના અધિકારીએ હાઇ શકે છે. "" આ ઉપરાંત ર્યાદિ પાંચ સમિતિએ, મન આદિ ત્રણ ગુપ્તિ, ક્ષુધા આદિ બાવીશ પરિસહ, અનિત્યાદિ બાર ભાવના, સામાયિકાદિ પાંચ ચારિત્રો, મૈત્રી આદિ ચાર મહાભાવનાઓમાં સાધુજનોને નિર ંતર રમણ કરવાનુ છે. ચારિત્રના આ સર્વ અંગેાના વિસ્તાર શાસ્ત્રોમાં ત્રણેાજ છે, ચારિત્રની વ્યાખ્યા કરતાં કહેવામાં આવે છે કે पंच महाव्रतमूलं समितिप्रसरं नितांतमनवद्यम् । गुप्तिफलभारनत्रं सम्मतिना कीर्तितं वृत्तं ॥ << ચારિત્રરૂપ વૃક્ષની જડ પાંચ મહાવ્રત છે, શાખા પાંચ સમિતિ છે, અને ફળ ત્રણ ગુપ્તિ છે ’’ ચરણકરણાનુયોગની આ ક્રિયાએના સંસ્કાર દ્રઢ થવાથી મનેબલ ઘણુ ંજ ઉચ્ચ અને વિશાળ પ્રદેશાવગાહી બને છે. સંયમની આ સર્વ શુભ ક્રિયા શુદ્ધ અને ઉત્પાદક શક્તિથી ભરપૂર હાવાથી જ્ઞાન દર્શનની રમણતારૂપ ચારિત્રના આત્મા અધિકારી બને છે. મુક્તિ કે જેને અનેક દર્શનેએ જુદા જુદા કારણા માનીને કારૂપે એક માનેલી છે, તે જૈન દર્શનની અપેક્ષાએ અનંતકાળ આત્માની જ્ઞાન દર્શનમાં રમણતા અને આત્માના સંસારીપણાના આત્યંતિક ક્ષયરૂપે છે. આ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. શાસ્ત્રકાર તેથી જ કહે છે કે अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * = = * * * * * * * * * [ ૮૨ ] જૈન દર્શન મીમાંસા કષાય અને ઈદ્રિયથી જીતાયેલે આત્મા તે જ સંસાર છે અને તેમને આત્મા છે ત્યારે પંડિતે તેને મેક્ષ કહે છે.” અત્ર એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સિદ્ધના જીવોને, આ સંસારમાં સુંદર સ્ત્રીઓ સાથે રમણ કરવાથી ઉત્પન્ન થતો આનંદ તેમ જ સ્વાદિષ્ટ અને ઉત્તમ ભેજન આરોગવાથી ઉદ્ભવતા આનંદ નથી જ; તો મુકિત નિવાસ કરતાં અહિં સુખ લાગે છે. ત્યાં ભોગવટા વગરની શૂન્ય અવસ્થા છે. પરંતુ પુગલાનંદી પ્રાણીઓને આ અજ્ઞાનમૂલક પ્રશ્ન છે– એમ કહેવા સાથે સમાધાન કરવામાં આવે છે કે એક પ્રાણુ કટોરામાં રહેલે દુધપાક ગળા સુધી ખાય છે, હવે શું તે વધારે ખાવાની ઈચ્છા કરે તે ખાઈ શકે ખરે કે ? સ્ત્રી સંગને સુખને અંતે વિષય કેવો કટુ લાગે છે ! આ પ્રકારે આ સંસારી પ્રાણીઓને પૂર્વ સંસ્કાર જાનિત અનેક પ્રકારે ખરજ ઉત્પન્ન થાય છે, અને તેને યોગ્ય વા અગ્ય પ્રકારે દૂર કરવાની કોશીશ કરે છે. જે જે પ્રકારની ખરજ ઉદ્દભવે છે તેની શાંતિ પછી તે ખરજને શાંત કરનારી વસ્તુને વ્યાપાર ઝેર જેવો લાગે છે. શરીર ઉપર ખુજલી થાય છે તે વખતે ખરજ પ્રકટે છે; પછી તે ખરજને શાંત કરવાને ખણવાથી કેલ્લાએ ઉપસે છે જેથી તે ખણવાના સુખ કરતાં અનેકગણું દુઃખ ઉત્પન્ન થાય છે. પુદ્ગલિક પદાર્થોથી થતાં સુખની આ સ્થિતિ છે. જે સુખને પરિણામે દુઃખ રહેલું છે તેને શાસ્ત્રકાર “સુખ જ” કહેતા નથી. સિદ્ધના જીવોને સુધા તથા વિષયાદિ ખરજની ઉત્પત્તિનું બીજ દગ્ધ થયેલ હોવાથી તે ખરજની શાંતિના ઉપાય જવાની તેમને જરૂર હોતી નથી. તેઓ ખરેખર સુખમાં રહેલા છે. જ્ઞાનાનંદમાં મગ્ન થઈ એક સમયમાં જગતના સૈકાલિક ભાવોને સામાન્ય-વિશેષ ઉપયોગ પણે જાણ્યા કરે છે. ઉપાધિ રહિત જીવન હેઈ નિરાબાધપણામાં સ્થિત છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ પદાર્થ સંકલના એમનાથી ગુપ્ત નથી. શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે તેથી ઉલટું આ સિદ્ધ જીવોને પુનઃ અવતાર લેવાને અભાવ સ્થાપિત થયેલ છે. કેમકે શ્રી કૃષ્ણ કહે છે કે – , Page #83 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાનુયાગ * यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहं ॥ ** “ હે અર્જુન ! વૈકુંઠમાં ગયા પછી જ્યારે જ્યારે આ ધર્મની ક્ષતિ જોવાય છે અને અધર્મીની વ્યાપકતા દૃષ્ટિગોચર થાય છે ત્યારે હું પુનઃ અવતાર ધારણ કરૂ છું. ’ 22 પ્રસ્તુત સ્થિતિમાં જૈન દર્શનના સિદ્ધાંતાનુસાર રાગ અને દ્વેષરૂપ ભવબીજોનું દહન થયેલુ હાવાથી બીજના દહન પછી જેમ વૃક્ષના ઉત્પન્ન થવાની આશા વ્ય છે તેમ સિદ્ધ વે સંસારરૂપ દુઃખાગારમાં પુનઃ પ્રવેશ કરે—એ સર્વ પ્રકારે અસંભવિત જ છે. જૈન દર્શનને ચતુ અનુયોગ કે જે નિર્વાણપદના મુને તૃતીય રત્નરૂપે અલકૃત કરે છે, તે જ્ઞાન, વિરતિ અને મુક્તિના સાધ્ય–સાધન અને ઉપાય–ઉપેયના પૂર્વાંત સંબંધ સાથે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. અને શ્રીમદ્ ઉપાધ્યાયજીના વચનેામાં ચારિત્ર શબ્દને વ્યાકરણ દષ્ટિએ પદચ્છેદ કરતાં કહેવામાં આવે છે કે, ચય જે આ કતા સ ંચય રિકત કરે જે તેહ, ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યુ તે વર્દુ ગુણ ગે; जिनधर्मविमुक्तोऽपि स्यां चेटोsपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥ चक्रवर्त्यपि । [ ૮૩ ] રે ભવિકા સિદ્ધચક્ર પદ વદે (૧) माभूवं माभूवं “ જિનધથી રહિત ચક્વીપણું મારે જોઈતું નથી, પરંતુ જિન # ધર્માવાળું દાસત્વ મળે તેા પણ સતેષ માનીશ. ’ યોગશાસ્ત્ર-શ્રીમદ્ હેમચંદ્રાચાય જી Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] ઉપસ’હાર જૈન દન મીમાંસા પ્રિય વાચકગણ ! જૈન દર્શનના ચારે અનુયોગેાનું સ્વરૂપ સક્ષિપ્તપણે પૂર્ણ કરવામાં આવેલું છે. અવાંતર જૈનેતર દર્શીનેાના સિધ્ધાંતાની સરખામણી ક્રમશઃ થયેલી છે. જૈન દર્શન કે જેમાં અનંત પ્રાણી પદાર્થાનું જ્ઞાન સમાયેલુ છે, તેને ટુંકમાં કહી બતાવવું એ માત્ર મહાસાગરમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂકવા બરાબર છે. સંક્ષિપ્તપણે દર્શાવતાં અનેક પ્રકારે વસ્તુસંકલના અપૂર્ણ રહેલી હશે, એટલું જ નહીં પરંતુ સ્થૂલ સમ રહસ્યાનું આવાહન પણ નહી થયું હોય; તેમ જ વસ્તુતત્ત્વની પ્રરૂપણા ઉલટી રીતે બનેલી હોય ! આ સર્વને માટે મિથ્યાદુષ્કૃત દઇ ઉપસંહાર કરતાં જૈન દર્શનને અંગે તેની જનસમૂહમાં સર્વ સામાન્ય પરિસ્થિતિ પરત્વે એ મેલ લખવામાં આવે છે તે અપ્રાસંગિક નહીં જ ગણાય. જૈન દર્શનના ખાદ્ય અને અંતરગ સ્વરૂપના વિવેક કરતાં તેનુ અખિલ અંગ અખંડ અને છે. બાહ્ય સ્વરૂપ કે જેને પ્રાકૃત પ્રાણી તત્કાળ ગ્રહણ કરી શકે છે, તે પણ એવી સુંદર મર્યાદામાં સંકલિત થયેલું છે કે, તે અન્ય દાના બાહ્ય સ્વરૂપને લૌકિક ક્રાટિમાં મૂકી, તેનાથી અતીત થઇ-લેાકેાત્તર કાટિમાં સ્વયમેવ પ્રવેશ કરે છે. છાંત તરીકે શ્રાવક અને મુનિએને આચાર કે જે જૈન દર્શનનું બહિરંગ સ્વરૂપ છે, તેનુ પૃથક્કરણ કરીએ ત્યારે એક શ્રાવકના આખા દિવસ કેવી સુંદર ભાવનામાં વ્યતીત થવા જોઇએ અને મુનિને આખો દિવસ કેવી સુંદર ક્રિયાઓમાં પ્રવૃત્તિ પામી નિવૃત્ત થવા જોઇએ, તે ગ્રંથામાં વિસ્તાર પુરઃસર દર્શાવાયેલુ છે. એક શ્રાવક તરીકે હિંસાથી સ્થૂળ પ્રમાણમાં નિવૃત્ત થવું, અસત્ય તજી વાસ્તવિક સત્યને અંગીકાર કરવા, રાત્રિ ભોજનથી વિરમવુ, મધ અને માખણ આદિ અભક્ષ્યથી દૂર રહેવું-વગેરે શ્રાવકની પ્રવૃત્તિએ તપાસતાં અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપથી પણ અનેક દરજ્જ ઉત્કૃષ્ટપણે વર્તે છે. અધિક માસની અંદર અમુક દર્શનના અનુયાયીઓ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૮૫] સવારમાં ઘણું વહેલાં નદી કે સમુદ્રતીરે સ્નાન કરવા જતા–ભક્તિ ભાર્ગાવલંબી પુરૂષ અને સ્ત્રીઓના બાહ્ય સ્વરૂપની બારીકીઓ તપાસતાં અતિ તુચ્છ અને સામાન્યથી પણ સામાન્ય પ્રક્રિયા અનુભવવામાં આવશે. વળી તેવા જ ઇતર દર્શનના ભક્તો, લીલાનું અનુકરણ કરતાં કેવી શોચનીય સ્થિતિમાં આવી પડેલા છે અને પડે છે તે જરા વધારે ઊંડુ નિરીક્ષણ કરતાં ખબર પડશે. કહેવાતા સાધુઓ કે જેઓ કાંચન અને કામિનીના સંગથી જુદા નથી, તે કઈ રીતે ભક્તજનોને નિઃસ્પૃહી બનાવી શકે ? વળી કઇ અમુક દર્શનીઓના સાધુઓ એવા છે કે જેઓ પરિગ્રહરહિતપણે વિચરે છે, છતાં તેઓનું અંતરંગ સ્વરૂપ હિંસાદિવાળું હોવાથી હિંસાનું વાસ્તવિક સ્વરૂપ સ્વાનુભવગમ્ય નહીં હોવાથી, હાથી વગેરેના માંસથી પિોતાની જીવનવૃત્તિને સદોષ બનાવે છે. અને એ રીતે બહિરંગ સ્વરૂપ શુદ્ધ અને સાત્વિક હાય નહિ તેમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. જે જે દર્શનના નેતાઓ જેટલા પ્રમાણમાં શુદ્ધ આચરણવાળા, સત્ય માર્ગને અનુસરનારા, વાસ્તવિક સાધ્યનું અવલંબન કરનારા હોય છે તેટલા પ્રમાણમાં તેમના અનુયાયી વર્ગ સત્યમાર્ગમાં ટકી રહેલું હોય છે. જેના દર્શનમાં મહાત્માની પ્રતિમા કે જેના ઉપર ધર્મનું જ મોટે ભાગે અવલંબન રહેલું છે તે કેવી સૌમ્ય આકૃતિવાળી અને નિરીક્ષકના હૃદયને ઉલ્લભાયમાન કરનારી છે ! જ્યારે અન્ય દર્શનેમાં કહેવાતા મહાત્માઓની પ્રતિમાઓ ઈતર આકૃતિવાળી દેખાય છે, કે જે વડે તેનું સેવન કરનારા હૃદયમાં તેવા જ ઈતર ભાવને મુદ્રિત કરાવે છે કે જે ન્યાયની કેટિમાં આવી શકતા નથી. દેવ, ગુરુ અને ધર્મ એ મુક્તિનાં બાહ્ય અંગરૂપ હોવાથી તે બાહ્ય અંગ ન્યાય કષ્ટયા તદ્દન શુદ્ધ અને નિર્મળ હોવાં જોઈએ. જૈન દર્શન નના આ બાહ્ય અંગમાં કોઈપણ જાતિના દૂષણનો આક્ષેપ આવી શકતા નથી એ તત્રકથિત સ્વરૂપથી અનેક પ્રકારે દષ્ટિગોચર થાય છે. અન્ય દર્શનેના આ ત્રણ બહિરંગોમાં આકૃતિ, રવભાવ, ગુણદોષ, પરીક્ષા, પરિસ્થિતિ, રહેણું કરણી વગેરે તપાસ કરતાં સદોષ અને સત્ય માર્ગથી Page #86 -------------------------------------------------------------------------- ________________ * * * * *, [ ૮૬] જૈન દર્શન મીમાંસા ચુત દેખાઈ આવે છે, તે તેમના શાસ્ત્રીય બાહ્ય સિદ્ધાંતમાંથી પુરવાર થાય છે. લાફિંસા પરમો ધર્મ-સૂત્રાનુયાયી જૈન દર્શન ઉપર આક્ષેપ કરતાં મીસીસ એનીબીસેંટ કહે છે કે “જેને પાણીને અશાસ્ત્રીય રીતે ઊકાળે છે”—પરંતુ લૌકિક નીતિરીતિના સંસ્કારવાળી તે સ્ત્રીને લેકેત્તર સંજ્ઞા કેમ ગ્રાહ્ય થઈ શકે ? જૈન દર્શન તેને નીચે પ્રમાણે ઉત્તર આપે છે. મારા અનુયાયીઓને સંયમનું પાલન કરવાને માટે ઈદ્રિયનિગ્રહની સૌથી પહેલી જરૂર છે. લગામ છોડી દેવાથી ઉન્મત્ત થયેલા ઇદિયરૂપ અને વિકારગ ઓછો કરવાને માટે ઉષ્ણ પાણી એ પ્રબળ સાધન છે. આ બાહ્ય સાધનથી ધ્યાન અને પ્રાણાયામાજિક આંતર સાધન ઘણી જ સરળતાથી આત્માને લભ્ય થાય છે. [ શરીર સુધારકે (ડેકટર) પણ વૈિજ્ઞાનિક-કેમીકલી-રીતે પૃથકકરણ કરતાં ગરમ કરેલું પાણી પ્રાણીને સાત્ત્વિક પ્રકૃતિવાન બનાવે છે તેમ કહે છે] મેલેરીઆ, ટાઈફોઈડ વગેરે તાવની હવા ફેલાય છે ત્યારે નિર્દોષ ઉકાળેલું પાણી વાપરવાની ભલામણ કરે છે. આ હકીકત પ્રાસ ગિક છે આથી આમજ્ય પ્રાપ્ત કરાવનાર અને પૌલિક વાસનાઓનું દમન કરનાર તરીકે ગરમ કરેલું પાણી પ્રબળ કારણ છે. તે સાથે અમારી સૂક્ષ્મ સૃષ્ટિમાં સજીત થયેલી હકીક્ત એ છે કે જળમાં એકે દ્રિય જીવોના જન્મ મરણને વ્યાપાર સમયે સમયે થયા જ કરે છે. તે પ્રાકૃત પ્રાણીઓથી અદશ્ય છે. તે વ્યાપાર પાણીને ઉકાળીને પીવાથી અટકી જાય છે. અને બહોળા પ્રમાણમાં થતી ઉત્પત્તિ અને વિનાશરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિને માર્ગ બંધ પડે છે. સ્વાદુવાદય મારૂં સ્વરૂપ હોઈનફ તેટાના સરવૈયા સાથે આ હકીકત ન્યાય અને યુક્તિ પુર:સર છે એમ કહેવું બીલકુલ વાંધા વગરનું છે.” જૈન દર્શનનું અંતરંગ સ્વરૂપ કે જે તેનું તત્ત્વ સ્વરૂપ છે તેને ચાલુ જમાનાની વૈજ્ઞાનિક (Scientific) શોધ પ્રમાણે તપાસ કરવામાં આવે તો જનસમૂહને ઘણી જ સરળતાથી ગ્રાહ્યમાં આવી શકે તેમ છે. જેમ કે એકસીજન અને હાઈડ્રોજનના સંયોગથી પાણી ઉત્પન્ન Page #87 -------------------------------------------------------------------------- ________________ * : - ------- - ઉપસંહાર [ ૮૭] થાય છે તેમ આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર માને છે. અને તે પ્રત્યક્ષપણે બતાવે છે. જૈન દર્શન કે જેના પ્રણેતા સર્વજ્ઞ છે, તે પણ કહે છે કે “વાયુયોનિરાપદ-પાણી એ પવનમાંથી ઉત્પન્ન થાય છે” આ રીતે અનેક બારીક હકીકત જે પ્રત્યક્ષ પ્રકટ થઈ અત્યારે જનસમૂહને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે, તેની ઘણા વર્ષો પહેલાં સર્વ વડે જૈન દર્શનમાં સંકલન થયેલી છે–એમ ખાત્રીબંધ પુરવાર કરનારા જૈન વિદ્વાને નીકળી આવવાની જરૂર છે. આ કાર્ય ગ્રેજ્યુએટની પદવી પ્રાપ્ત કરનારા જૈન બંધુઓએ શાસ્ત્રાભ્યાસ દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ, પરંતુ અફસ છે કે ગ્રેજ્યુએટ થનાર વર્ગ હરેક કઈ પ્રકારે આજીવિકા પ્રાપ્ત કરવામાં મશગુલ હોવાથી ધાર્મિક તોની જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદી અને સુસ્ત રહે છે અથવા તપ્રતિ અભાવ બુધિવાળા હોય છે. જૈન દર્શનાનુયાયી ગૃહસ્થાને માટે ઉત્તમ પ્રકારના આચારે શાસ્ત્રમાં નિરૂપણ થયેલા છે, પરંતુ અત્યારે આ ગૃહસ્થો મેટા વિભાગમાં તદનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી એ જોઈ બુદ્ધિમાન મનુષ્યનું હૃદય ખિન્ન થયા વગર રહેતું નથી. ગૃહસ્થના સ્વામીવલ, જ્ઞાતિ ભોજન, વરા આદિ પ્રસંગમાં તેમની ભજન કરવાની રીતભાત તેમના પાત્રોની શુદ્ધાશુદ્ધતા, તેમની ઉચ્છિષ્ટ મૂકવાની ટેવો અને ઉચ્છિષ્ટ ભજન અને પાણીની સાંગિક સ્થિતિ–આ સર્વ તપાસતાં શુદ્ધ આચારહીનપણું દેખાય આવે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં પણ કપટવૃત્તિ અને કીર્તિની લાલસા, તેમ જ વ્યાપારધારા અર્થ સાધનમાં બેહદ અપ્રમાણિકપણું, નેકરીના પ્રસંગમાં ચેરી, ન્યાયાધીશપણુમાં પ્રમાણિકતારહિતપણું, વકીલાતના પ્રસંગમાં અસત્ય મુકરદમાનું સમર્થન વગેરે અનેક પ્રમાણમાં એક શ્રાવકને ગ્ય આચાર ભૂલી જવામાં આવે છે અને શ્રીમદ્ હરિભદ્રસૂરિના કહેલાં વચને “ચાયતifકત વિત્ત મય હતાતત્ –માત્ર પુસ્તકમાં જ રાખવામાં આવેલા છે. આ પ્રકારે જે શાસ્ત્રનું અંતરંગ સ્વરૂપ ઉચ્ચતર છે તેના અનુયા. Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] જૈન દર્શન સીમાંસા સીએનું હિરંગ સ્વરૂપ તપાસતાં મે.ટે ભાગે નિરાશાજનક લાગે છે. જો કે હજી લૌકિક શાસ્ત્રોના બહિરંગ સ્વરૂપ કરતાં કહેવાતી સારી સ્થિતિ છે. પરંતુ તેવા જ અથવા તેથી અધમ સ્થિતિ ધીમે ધીમે કૅમ ન થઈ જાય એવી ભીતિ સુજ્ઞજને તરફથી રાખવામાં આવે છે—એ સવેળાની ચેતવણી છે. આમ હોવાથી દરેક શ્રાવક પેાતાના બાહ્યાચાર અથવા વનમાં શાસ્ત્રાનુકૂળપણે શુદ્ધ હવા જ જોઇએ. * કુસંપની વૃદ્ધિ એ પણ બાહ્યાચારની ચ્યુતાવસ્થા છે. જૈન કોન્ફરન્સ કે જે ભવિષ્યમાં હિતકર્તા નીવડશે એવી આશા જ હતી તે અટકી જવાનું કારણ હાલમાં કુસંપ સિવાય અન્ય નથી. કલેશ અને વાવવામાં સમય ગાળી અનેક મનુષ્યા આ ટૂંકું આયુષ્ય પુરૂ' કરી ચાલતા થયા છે અને થાય છે. આમ હાવાથી જેટલે સમય કલેશમાં પસાર થાય છે તેટલે અન્ય શુભ કાર્યોની પ્રવૃત્તિએમાં ઉપયેગ કરવામાં આવે તે પેાતાનું એકાંત હિત જ થાય છે અને બીજાના હિતની આશા અધાય છે. *સપમાંથી પ્રકટેલા કલેશથી આવા ઉત્તમાત્તમ જૈન દર્શનના પણ વિભાગેા પડી ગયેલા છે. દિગંબર, શ્વેતાંબર, અને સ્થાનકવાસી એ ત્રણ વિભાગ છે. આ ત્રણેમાં બાહ્યાચારની માન્યતામાં ઘણા તફાવત પડી ગયેલે છે. તેમ જ તત્ત્વમાં પણ ભિન્નતા અમુક અમુક અંશે છે. દિગંબર વિભાગની અમુક હકીકત અત્યારના જમાનાને માટે તદન પ્રતિકૂળ છે. નગ્નપણે વિહાર કરી જિન કક્ષીપણું આદરવું–એ અત્યારના પ્રાણીની શક્તિથી અતીત છે. મૂર્તિનિષેધક વર્ગો કે જે સ્થાનકવાસી કહેવાય છે તેઓને મૂર્તિદ્વારા અલક્ષ્ય સ્વરૂપની ઉત્પત્તિ અને તેના લાભની ખબર નથી. પેાતપેાતાના આચાર્યાં વડે થયેલી તāાની ભિન્નતાથી જુદા પડી ગયેલા આ ત્રણ સંપ્રદાયા એક થઇ જાય એ અનવુ અસંભવિત છે. દ્રવ્યાનુયાગને અંગે જૈતામાં અનેક પ્રકારે અપૂર્ણતા પ્રાપ્ત થયેલી છે. આપણી પ્રતિક્રમણ જેવી ઉત્તમ ક્રિયા, પ્રભુપૂજન જેવી ઉત્તમ ભક્તિ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૮૯ ] સુપાત્ર, અનુકંપા, વગેરે દાનમાં પ્રવૃત્તિ–આ સર્વ મુખ્ય ભાગે વસ્તુ - તત્ત્વને યથાર્થ જાણ્યા વગર આદરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયા કરનારા મનુષ્યને માટે ભાગ તેના અર્થ સૂચક પદોથી અજાણ હોય છે, અને માત્ર મુખેથી પઢી જવામાં જ સર્વસ્વ પ્રાપ્ત થયેલું માને છે. અરે ! મુખપાઠ પણ મેટે ભાગે અશુદ્ધ હોય છે. જ્યાં દ્રવ્ય પ્રતિક્રમણની હજુ અપ્રાપ્તિ છે ત્યાં ભાવ પ્રતિક્રમણની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે? પ્રભુપૂજનની ક્રિયામાં દરેક ક્રિયાને અર્થસૂચક ભાવાર્થ સમજવો જોઈએ. જ્ઞાન વગરની ક્રિયા કરનારા પ્રાણીઓ ઘાંચીના બળદની પેઠે માત્ર કષ્ટ કરે છે, અને છે તેવી ને તેવી જ સ્થિતિમાં રહે છે. દ્રવ્યપૂજામાં સંસ્કારી થયેલા પ્રાણીએ ભાવ પૂજામાં આગળ વધવાની જરૂર છે. વાસ્તવિક જ્ઞાન સાથે ધાર્મિક ક્રિયાનું સંમેલન કરી તે તે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આપણી સર્વ ધાર્મિક ક્રિયાઓ અર્થ સૂચક હોવાથી તેમના ભાવાર્થને જાણવાની જરૂર છે. દષ્ટાંત તરીકે એક ચેખાને સાથીઓ પ્રભુ પાસે કરતાં સંસારની ચાર ગતિની ભાવના મનન કરવાની છે. પ્રભુની ત્રણ પ્રદક્ષિણા દેતાં રત્નત્રયીની ભાવના અંગીકાર કરવાની છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે સર્વને અર્થ બરાબર સમજી તદનુકૂળ પ્રવૃત્તિ કરવા વડે સાધ્યની પ્રાપ્તિ થાય છે. આત્માર્થ ભણી લક્ષ રાખી ક્રિયાઓ કરાય તો જ અંતિમ લક્ષ્ય પમાય છે. માટે શૂન્યપણે થતી ક્રિયાઓમાંથી મુક્ત થઈ ક્રિયાઓને દ્રવ્યાનુયોગ રૂપ જ્ઞાનના સંસ્કારમાં વણી દેવી જોઈએ. આમ કરવાથી જ્ઞાનદિયાભ્યામ્ મેક્ષ, -એ સૂત્ર–વાક્યાનુસાર ઈષ્ટ સિદ્ધિ નજીકમાં આવે છે. ગણિતાનુયેગમાં પ્રવૃત્તિ કરનારા ઘણું જ ઓછા મનુષ્યો વર્તમાન સમયમાં દષ્ટિગોચર થાય છે. કેટલાકને તે (પિતાની અનિપુણ બુદ્ધિ હોવાને લીધે) મગજથી કંટાળાભરેલું લાગે છે. અને કેટલાક તે વિષયમાં પ્રવૃત્તિ કરતા જ નથી. આપણામાં અત્યારે તિર્વિદ્યાની જે ખામી, જણાય છે તે આ અનુગ ભણું ઓછી પ્રીતિ હોવાને અંગે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] જૈન દર્શન સીમાંસા કથાનુયાગ વાંચવા અને સાંભળવામાં જૈનને મેટ ભાગ ઉદ્યમી રહેલે છે. કથાએ એ ઘણી જ સરળતાથી ગ્રાહ્ય હાવાથી અને શ્રેતાએના હૃદયમાં રસપૂર્ણ ચિત્રો આલેખન કરતી હોવાથી પ્રાકૃતજને ધણા જ રસથી વાંચે છે. પરંતુ આ કથાઓ વડે ઉત્તમ ચારિત્ર બંધાય છે—એ ઘણા જ થાડા વિરલ મનુષ્યો સમજે છે. કથામાં આનંદ માની તે સાંભળી બેસી રહેવાનું નથી, પરંતુ તેના ગુણદોષની પરીક્ષા કરી આત્માની સાથે તેાલન કરવાની આવશ્યકતા છે * ચકરણાનુયાગ એ પૂર્વના ત્રણ અનુયાગેનું રહસ્ય છે. ત્રણ અનુયોગરૂપ ત્રિપુટીમાંથી આને જન્મ થાય છે—અર્થાત્ દ્રવ્યાનુયોગ વગેરેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન ત્યારે જ સાર્થક છે કે જ્યારે પ્રાણીને તે ચરણકરણાનુયોગમાં પ્રવૃત્તિશીલ કરે. કેટલાક કહેવાતા અધ્યાત્મી ગૃહસ્થલિંગમાં આરંભ સમારભમાં પ્રવૃત્ત હાવા છતાં પેાતાને જ્ઞાનગરિષ્ટ માની ગૃહસ્થને ચાગ્ય આચારથી પણ શિથિલ થઈ અલક્ષ્ય ભક્ષણ કરતાં અચકાતા નથી, તેમ જ નિશ્ચય નય ૫ શાસ્ત્રવચાને પેાતાની માન્યતા મુજબ એકાંતપણે અંગીકાર કરી જનસમૂહમાં પેાતાને સમાન્ય કહેવરાવે છે. અન્ય દર્શનસ્થિત મનુષ્યો જેમ એકાંતવાદી હોવાથી શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, તેમ જૈન દર્શનસ્થિત આ મનુષ્યો પણ એકાંતગ્રાહી હોવાથી શુદ્ધ સ્વરૂપથી વેગળા જ છે—એમ શાસ્ત્ર પુરવાર કરી આપે છે. ચરણકરણાનુયોગના વિષયને અંગે કહેવામાં આવેલુ છે કે આ અનુયોગ એ જૈન દર્શનનું હૃદય છે. આ હૃદય વગર પુરૂષાર્થહીન જીવનની પેઠે, દ્રવ્યાનુયોગ કે જેમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનને ખજાને છે તે વન્ધ્યા સુત શેખર તુલ્ય છે. કાઈપણ સંપ્રદાયની નિંદા કરવી એ પેાતાના આત્માને કમ્ભાર વડે ભરવા તુલ્ય છે, પરંતુ પેાતાનાથી બને તેટલી શક્તિ વડે અન્ય સિદ્ધાંતાની તુલના જૈન સિદ્ધાંતા સાથે કરી ગુણદોષરૂપ ત્રાજવા વડે તાળી ઉપાદેય વૃત્તિ પ્રાપ્ત કરવી જોઇએ; જેથી સ્વસ્થિતિથી ચુત નહીં થતાં પરને માટે આશાજનક ઉપકાર ઉદ્ભવે છે. મતહિષ્ણુતા આ જમાનામાં રાખવાની અનિવાર્ય આવ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [1] શ્યતા છે; તે જ સિદ્ધિ પર્ય ત–પરિણામવાળી થઈ શકે છે. અત્ર પ્રસ્તુત લેખ ઉપસંહરવામાં આવે છે અને પુરૂષાર્થસિદ્ધયુપાય ગ્રંથમાંથી આ ઉત્તમ દર્શનની પ્રશંસા સૂચક શ્લોક ટાંકી પૂર્ણ કરવામાં આવે છે. एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुत्त्ववमितरेण / अन्तेन जयति जैनी नीति मैथाननेत्रमिव गोपी / / “વલેણાની વવનારી ગોવાલણીની પેઠે જૈન દર્શનની સ્યાદ્વાદનીતિ (નિશ્ચયવ્યવહાર રૂ૫), સમ્યગદર્શનથી પિતાની તરફ ખેંચે છે, બીજી તરફ સમ્યજ્ઞાનથી ગ્રહણ કરે છે અને સભ્ય ચારિત્રથી સિદ્ધિરૂપ-માખણ-કાર્ય ઉત્પન્ન કરે છે. [સંપૂર્ણ ] આ. પ્ર. વિ. સં. 1967 નોંધઃ-પ્રસ્તુત લેખ વિ. સં. ૧૯૬૭માં લખાયેલો છે. શ્રી ભગવતી સૂત્રના કથન પ્રમાણે રાજદ્ર વગઢ:-શબ્દ એ પુગલ-પરમાણુઓ છે તે સિદ્ધ થયું છે અને તે ગ્રામોફોન, રેડીઓ, ટેલીવીઝન વિગેરેથી પ્રત્યક્ષ છે. Ether તથા ગુરુત્વાકર્ષણ શક્તિ વિગેરે અનેક ગતિમાન શક્તિઓથી “ધર્માસ્તિકાય”નું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વનસ્પતિમાં જીવની શોધ પ્રો. જગદીશચંદ્ર બોઝ યાંત્રિક શોધવડે સિદ્ધ કરેલી છે, જે જૈનદર્શન અનાદિ કાળથી માનતું આવ્યું છે છે વેશ્યાઓ એ માનસિક રૂપી” વિચારો છે અને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જૈનદર્શને સ્વી કારેલાં છે, એટલું જ નહિં પરંતુ ભાષા વર્ગણાના પુદ્ગલો-શબ્દોમાં પણ વર્ણ, ગંધ, રસ સ્પર્શ શ્રી ભગવતી સૂત્રમાં નિવેદન કરેલાં છે. ગણિતાનુયોગની દષ્ટિએ જૈનદર્શન પ્રમાણે આ પૃથ્વી અસંખ્ય દ્વીપ-સમુદ્રવાળી વિશાળ છે. પૃથ્વી ફરે છે, તેમ જૈનદર્શન માનતું નથી. તે સંબંધમાં વિશ્વરચના પ્રબંધમાં પૂ. મુ. દશનવિજયજી ત્રિપુટીએ તથા શ્રી નગરાજજી કૃત “વિજ્ઞાન દષ્ટિએ જૈન ધર્મમાં અનેક દષ્ટાંતો વડે સિદ્ધ કરેલું છે. યુપીય વિદ્વાનોમાં પણ તે સંબંધમાં વિચાર ભેદો છે. (. 2.)