________________
[૧૪]
જન દર્શન મીમાંસા આપણે ચર્મચક્ષુવડે બંધ દેશ રૂપે જોઈ શકીએ છીએ. અનંત પરમાણુઓ અસંખ્ય આકાશ પ્રદેશ ઉપર સમૂહરૂપે રહેલા હોય ત્યારે આપણી ચર્મચક્ષુથી દેખી શકાય છે. અનંત પરમાણુઓથી ઓછા પરમાણુઓને બનેલે કંધ માત્ર અવધિજ્ઞાનીઓ અને કેવલજ્ઞાનીઓ દેખી શકે છે. પુદ્ગલેને અને છેવોને ધર્માસ્તિકાયને ગુણ ગતિ સહાયક, અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ સહાયક, આકાશાસ્તિકાયને ગુણ અવકાશદાયકપણે હોવાથી–આ રીતે ગુણેનું આશ્રયસ્થાન હોવાથી તેમનું “દ્રવ્ય” નામ યથાર્થ છે. પુલાસ્તિકાયને ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે છે. જીવાસ્તિકાયનો ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે છે. આવાસ્તિકાય એટલે અસંખ્ય પ્રદેશવાળો આત્મા જે ચૈતન્ય લક્ષણ છે, તે અરૂપી છે.
પ્રત્યેક પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે દરેક પ્રાણીએ તે પ્રત્યેક પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કરવું જોઈએ. કોઈ પણ પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કર્યા પછી તે પદાર્થ સર્જાશે જાણી શકાય છે. આમ હોવાથી તે પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન ટિમાં છે તેમ સમજી શકાય છે. આવા જ આશયથી શાસ્ત્રમાં કહેવું છે કે – एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा: एको भावः सर्वथा तेन दृष्टः ।।
એક જ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાને માટે તેનાથી અન્ય વિધી પદાર્થોની ઓળખાણ કરવાની જરૂર ઉભી થાય છે અને તે ઓળખાણ થયા પછી મૂળ પદાર્થનું સ્વરૂપ સર્વીશે સમજી શકાય છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી અજીવના સ્વરૂપને બરાબર જાણ્યા વગર જીવ શું વસ્તુ છે તે ખબર પડી શકતી નથી અને જ્યારે અજીવ પદાર્થને બરાબર ઓળખી ન શકીએ તો જીવને અજીવ અને અજીવને જીવ કહી દેવાના ભુલાવામાં પડીએ. જેને અજીવ માની લેવાથી જીવોની હિસાઓ થાય, જીવોને દુઃખ થાય તેનું ભાન રહે નહિ; તેથી જીવાસ્તિકાય શું છે તે સમજવાની જરૂર સૌથી પ્રથમ ઉભી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org