________________
*
*
* *
*,
[ ૮૬]
જૈન દર્શન મીમાંસા ચુત દેખાઈ આવે છે, તે તેમના શાસ્ત્રીય બાહ્ય સિદ્ધાંતમાંથી પુરવાર થાય છે.
લાફિંસા પરમો ધર્મ-સૂત્રાનુયાયી જૈન દર્શન ઉપર આક્ષેપ કરતાં મીસીસ એનીબીસેંટ કહે છે કે “જેને પાણીને અશાસ્ત્રીય રીતે ઊકાળે છે”—પરંતુ લૌકિક નીતિરીતિના સંસ્કારવાળી તે સ્ત્રીને લેકેત્તર સંજ્ઞા કેમ ગ્રાહ્ય થઈ શકે ? જૈન દર્શન તેને નીચે પ્રમાણે ઉત્તર આપે છે.
મારા અનુયાયીઓને સંયમનું પાલન કરવાને માટે ઈદ્રિયનિગ્રહની સૌથી પહેલી જરૂર છે. લગામ છોડી દેવાથી ઉન્મત્ત થયેલા ઇદિયરૂપ અને વિકારગ ઓછો કરવાને માટે ઉષ્ણ પાણી એ પ્રબળ સાધન છે. આ બાહ્ય સાધનથી ધ્યાન અને પ્રાણાયામાજિક આંતર સાધન ઘણી જ સરળતાથી આત્માને લભ્ય થાય છે. [ શરીર સુધારકે (ડેકટર) પણ વૈિજ્ઞાનિક-કેમીકલી-રીતે પૃથકકરણ કરતાં ગરમ કરેલું પાણી પ્રાણીને સાત્ત્વિક પ્રકૃતિવાન બનાવે છે તેમ કહે છે] મેલેરીઆ, ટાઈફોઈડ વગેરે તાવની હવા ફેલાય છે ત્યારે નિર્દોષ ઉકાળેલું પાણી વાપરવાની ભલામણ કરે છે. આ હકીકત પ્રાસ ગિક છે આથી આમજ્ય પ્રાપ્ત કરાવનાર અને પૌલિક વાસનાઓનું દમન કરનાર તરીકે ગરમ કરેલું પાણી પ્રબળ કારણ છે. તે સાથે અમારી સૂક્ષ્મ સૃષ્ટિમાં સજીત થયેલી હકીક્ત એ છે કે જળમાં એકે દ્રિય જીવોના જન્મ મરણને વ્યાપાર સમયે સમયે થયા જ કરે છે. તે પ્રાકૃત પ્રાણીઓથી અદશ્ય છે. તે વ્યાપાર પાણીને ઉકાળીને પીવાથી અટકી જાય છે. અને બહોળા પ્રમાણમાં થતી ઉત્પત્તિ અને વિનાશરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિને માર્ગ બંધ પડે છે. સ્વાદુવાદય મારૂં સ્વરૂપ હોઈનફ તેટાના સરવૈયા સાથે આ હકીકત ન્યાય અને યુક્તિ પુર:સર છે એમ કહેવું બીલકુલ વાંધા વગરનું છે.”
જૈન દર્શનનું અંતરંગ સ્વરૂપ કે જે તેનું તત્ત્વ સ્વરૂપ છે તેને ચાલુ જમાનાની વૈજ્ઞાનિક (Scientific) શોધ પ્રમાણે તપાસ કરવામાં આવે તો જનસમૂહને ઘણી જ સરળતાથી ગ્રાહ્યમાં આવી શકે તેમ છે. જેમ કે એકસીજન અને હાઈડ્રોજનના સંયોગથી પાણી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org