Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 61
________________ અન્ય દર્શને સાથે સરખામણું જ [૬૧] પાર્થિવ પદાર્થો પણ બે પ્રકારના છે. અગ્નિસંગ વિનાશી પણ છે અને અગ્નિસંગ અવિનાશી પણ છે. વૈશેષિકે મનને નિત્ય માને છે જ્યારે જૈન દર્શન મનને અનિય માને છે. તેઓએ મનને સુખ દુઃખાદિ ઉપલબ્ધિનું સાધન ઈદ્રિયરૂપ જ્યારે માનેલું છે ત્યારે જૈન દર્શન તેથી આગળ વધીને કહે છે કે પદ્ગલિક સુખ અને દુઃખ પામવાથી મન કે જે તેનું સંક૯પ વિકલ્પ યુક્ત સાધન છે તેની જરૂર રહેતી નથી અને તેમ થવાથી તેને લય થાય છે, પરંતુ જેઓએ સુખ અને દુઃખ શાશ્વત માનેલા છે, અર્થાત તેથી રહિત થવાનું નથી તેવી માન્યતા જે હોય તો તેમને મનની નિત્યપણે અસ્તિત્વની જરૂર માનવી જ પડે. આ કારણથી તેમણે આવી માન્યતા સ્વીકારેલી છે. તેઓ સર્વ વ્યવહાર હેતુના જ્ઞાનરૂપ “બુધિ” કહે છે; જૈન દર્શન કહે છે કે મતિજ્ઞાન ક્રિયાનિંદ્રા નિમિત્તે-પાંચ ઇંદ્રિય અને મનથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન આ પ્રસંગે સર્વ વ્યવહારના હેતુરૂપ જ્ઞાન હોવાને લીધે જો કે ઘણે અંશે આપણે માન્યતા સાથે મળતાપણું છે, પરંતુ આ મતિજ્ઞાન થવાને માટે મુખ્ય સાધન ઈદ્રિય અને મન છે અને તેથી તે બહુ જ નાના વર્તુળ(Circle)માં છે. કેમકે જૈન દર્શને તેથી આગળ વધીને (Upon the vast circle ) ઈદ્રિયોની અપેક્ષા વગરનું જ્ઞાન કહેલું છે, “તેથી સર્વ વ્યવહાર હેતુ –એ શબ્દમાં વ્યભિચાર દેષ આવી શકે છે. વૈશેષિકે ઈદ્રિયના વિષયવડે પ્રત્યક્ષ થતા જ્ઞાનને પ્રત્યક્ષ માને છેઆટલે ટુંકેથી જ તેઓ પતાવે છે. જ્યારે જૈન દર્શન ઇંદ્રિયોના તથા મનના વિષયવડે થતા જ્ઞાનને તે હજુ પક્ષ કહે છે. ઇંદ્રિય પ્રત્યક્ષ પરંતુ આમ પરેલ આવી રીતે માને છે. ઇંદ્રિય વડે થતું જ્ઞાન તદ્દન નિર્મળ અને વિશુધ્ધ નથી હોતું, કેમકે આત્મપ્રત્યક્ષ થતું જ્ઞાન નિષ્કલંક હોય છે અને તે જ વાસ્તવિક રીતે પ્રત્યક્ષ છે. આ રીતે ઇંદ્રિયગોચર જ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91