Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 66
________________ જૈન દર્શન મીમાંસા દીધેલું છે, તે સ્થિતિ જ્યારે જીવાજીવની કેટિની સરખામણું કરીએ છીએ ત્યારે સ્પષ્ટ છે તેમ જણાય છે. એક જ નયને ગ્રહણ કરી અન્ય નયને અન્યાય આપવાથી આ સ્થિતિ બનેલી છે. શ્રીમદ્ આનંદઘનજીના વિચારે-પૂર્વોક્ત પ્રકારે જિનેશ્વર પ્રભુના અંગોપાંગ તરીકે પડદર્શને કેવી રીતે છે તે શ્રીમદ્ આનંદઘનજીના વચનેમાં નીચે પ્રમાણે દર્શાવી પદર્શનની સંક્ષિપ્ત પર્યાલચના સમાપ્ત કરશું. જિન સુરપાઇપ પાય વખાણું, સાંખ્ય યોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. (૧) ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. (૨) કાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે. (૩) જિનવરમાં સઘળા દર્શન છે, દર્શન જિનવર ભજન રે, સાગરમાં સઘળી તટની સહી, તટિનીમાં સાગર ભજના રે. (૪) છ દર્શને જિનેશ્વર પ્રભુરૂપ પુરૂષના અંગે પાંગ છે. તેમાં મસ્તકને સ્થાને જૈન દર્શન છે. સાંખ્ય અને પેગ એ બે પગ છે, બૌદ્ધ અને મીમાંસક (વેદાંત) એ બે હાથ છે. અને કાયતિક એ પેટ છે. શરીરને અન્ય અવયવ એક ઓછો હોય તે ચાલી શકે, પણ મસ્તક છે તે આખા શરીરને આધાર છે. વિચારશક્તિ મસ્તકમાં રહેલી છે. મસ્તકથી ઉત્પન્ન થયેલા વિચારે શરીરના અન્ય અંગેના નિયામક છે. મસ્તકથી શુભ વિચાર દ્વારા મુકતપણું પમાય છે. અન્ય દર્શને જેઓ હાથ પગ વગેરે છે તે અમુક અંશને ગ્રહણ કરવાથી અમુક અંશે જિનેશ્વરનું એક અંગ છે, અર્થાત એક અંગપણું હોવાથી પૂર્ણ શક્તિની ખામીવાળું છે. જિનેશ્વર રૂપ સમુદ્રમાં સર્વ દર્શને રૂ૫ નદીઓ સમાય છે અને અમુક અમુક દર્શનમાં જિનેશ્વરની શૈલી કઈ કઈ બાબતમાં સચવાય છે ને કે ઈમેઈમાં સચવાતી નથી. માટે જેમ નદી સમુદ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91