________________
----
------* * ------
અન્ય દર્શનેનું અવતરણ જ
| ૫૫ ] સાંખ્યદર્શન-સાંખે મુખ્ય બે તો માને છે. પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિમાંથી મહાન ઉત્પન્ન થાય છે. તેમાંથી બુદ્ધિ ઉપજે છે. તેમાંથી અહંકાર પ્રકટે છે. અને તેમાંથી પાંચ બુદ્ધીદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયનો આવિર્ભાવ થાય છે. વળી અહંકારથી પાંચ તત્પાત્ર (સ્પર્શ, રસ, રૂપ, બધ અને શબ્દ) ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રકટે છે. આ રીતે પ્રકૃતિજન્ય ચેવિશ પ્રકારે અને પુરૂષ (આત્મા)ને એક પ્રકાર મળી પચીસ તને માને છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણે માને છે.
તૈયાયિક દર્શન –નૈયાયિકે સોળ તો માને છે. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેવાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન–એ રીતે છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણો માને છે.
વૈશેષિક દર્શન:-વૈશેષિકે, દ્રવ્ય, કર્મ, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવરૂપ સાત પદાર્થો માને છે. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ દ્રવ્યો માને છે. અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, વત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ ચોવીશ ગુણોની માન્યતા સ્વીકારેલી છે અને પ્રત્યક્ષ, ઉપમાન, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણે માને છે. મીમાંસકોએ નીચે પ્રમાણે સ્વીકારેલું છે -
एक एव हि भूतात्मा सर्वभूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् ॥ મીમાંસક દર્શન(દાંત)–એક જ આત્મા છે, તે પ્રાણી માત્રમાં વ્યવસ્થિત થયેલ છે. જેમ ચંદ્રમાં એક છતાં પણ હજારે ઘડાઓમાં જુદા જુદા હજારે દેખાય છે તેમ આત્મા એક છતાં પણ પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org