Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 56
________________ [૫૬] જૈન દર્શન મીમાંસા શરીરે ભિન્ન દેખાય છે. તેઓએ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણે માનેલા છે. તેઓ વળી આગળ વધીને કહે છે કે “સર્વજ્ઞાદિ વિશેષણ,વાળ કઈ દેવ નથી કે જેનું વચન પ્રમાણભૂત હોઈ શકે. માટે વેદ વચને પુરુષ વગર ઉત્પન્ન થયેલા હોવાથી પ્રમાણભૂત છે તેથી પુરુષથી ઉત્પન્ન થયેલું શાસ્ત્ર અસર્વજ્ઞ જ છે, અર્થાત સદેષ હોય છે. કેમકે સર્વજ્ઞપણું મનુષ્યને હોઈ શકે જ નહીં.” . ચાર્વાક દર્શનઃ-ચાક(નાસ્તિક દર્શનનુયાયિઓ)એ પોતાની માન્યતા નીચે પ્રમાણે સ્વીકારેલી છે. “જીવ નથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી, જન્મ અને મૃત્યુ નથી. પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલા ચૈતન્યને, ભૂતના નાશની સાથે જ નાશ થાય છે, ઇંદ્રિયગોચર છે તેટલું જ જગત છે. અને કેફી પદાર્થો વડે મદશક્તિની ઉત્પત્તિ થાય છે તેમ દેહમાં ચૈતન્ય ઉપજે છે. આ પ્રકારે જેનેતર દર્શનની માન્યતા ટૂંક સ્વરૂપમાં દર્શાવવામાં આવી. હવે તેમાંથી મુખ્ય બાબતોની સરખામણ જૈનદર્શન સાથે કરતાં અન્ય દર્શનેનાં સિદ્ધાંત કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેની પર્યાલેચના કરવી અપ્રસ્તુત નથી. સરખામણ:-પ્રથમ બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે. દ્રષ્ટાંત તરીકે એક આત્માએ પ્રથમ ક્ષણે ઘટ પર વિચાર કર્યો, બીજી જ ક્ષણે પટ પર વિચાર કર્યો તે બૌદ્ધોએ આ બંને જુદા વિચાર કરનાર આત્માઓને જુદા જુદા માનેલા છે. એવી રીતે પ્રથમના આમાઓનો વિનાશ થઈ દ્વિતીય તૃતીય આત્મા ઊપજે છે અને નાશ પામે છે. જેનદન આ આત્માને સ્વદ્રવ્યની અપેક્ષાએ નિત્ય માને છે. અને જ્ઞાનના પર્યાયની અપેક્ષાએ અનિત્ય માને છે. તે સાથે એમ પણ કહે છે કે જે આત્મા એક વખત અમુક વિચાર કરતા હતા તે બીજી વખતે જે તેનો વિનાશ થયો હોય તો વિચાર સંકલન અથવા જ્ઞાન પરંપરાની વ્યવસ્થા કેમ સચવાઈ શકે ? એક જ આત્મામાં ભૂતકાળનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91