________________
દ્રવ્યાનુગ
[૪૯]
સ્થાત્ અસ્તિ અવક્તવ્ય:-આ ભંગમાં મુખ્ય પણે અસ્તિધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત ઘટ છે પણ અવક્તવ્ય છે.
સ્યાત નાસ્તિ અવક્તવ્ય:-અનંત નાસ્તિ ધર્મો પણ એક સમયમાં અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્ય પણે નાસ્તિ ધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત્ ઘટ નથી, પણ અવક્તવ્ય છે.
અસ્તિનાસ્તિ અવક્તવ્ય:-અત્રે ઉભય ધર્મ સમેત અવક્તવ્યની પ્રતીતિ થાય છે. જેમકે કથંચિત ઘટ છે, કથંચિત ઘટ નથી, તે રૂપ અવક્તવ્ય છે. સપ્તભંગીનું આ સ્વરૂપ તે એક બિંદુ માત્ર છે. તત્ત્વજ્ઞાનીઓ અનુભવ વડે આ અંગેની ગહનતામાં પ્રવેશ કરી શકે તેવું છે. હજુ પણ આવી તલસ્પર્શી ગહનતાને સમજાવનાર જૈનદર્શનમાં
સ્યાદ્વાદમંજરી અને સપ્તભંગી તરંગિણું જેવા અમૂલ્ય ગ્રંથ વિદ્યમાન છે, એ જિજ્ઞાસુઓનું અહોભાગ્ય છે. એવી રીતે અનેક ધર્મોને એક જ વસ્તુમાં સમાવેશ કરવો તે “સ્યાદ્વાદકહેવાય છે. જેમ એક જ પુરુષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત્વ, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, જીવત્વ, મનુષ્યત્વ અને વાગ્યવાદિ અનેક ધર્મોને સમાવેશ થઈ શકે છે તેમ પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં બે પ્રમાણુ, સાતનય અને સપ્તભંગીને સમાવેશ થઈ શકે છે. આવા પ્રકારની સિદ્ધિવડે સાધિત થયેલું દર્શન–તે વાસ્તવિક દર્શન કહી શકાશે. .
ચાર નિક્ષેપ-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપવડે પદાર્થનું યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સગુણ અથવા નિર્ગુણ વસ્તુનું ગમે તે પ્રકારનું નામ રાખવામાં આવે તે નામ નિક્ષેપ, જેમકે છોટાલાલ ગિરધર વગેરે; કઈ પણ વસ્તુનું લખેલું, ઓળખેલું કે કલ્પના કરેલું વિશેષ સ્વરૂપ તે સ્થાપના. તે બે પ્રકારે છે–સદ્ભુત અને અસભૂત. ભાવના નિમિત્તરૂપ તે દ્રવ્યનિક્ષેપ અને અમુક વસ્તુના સભૂત ગુણયુક્ત ભાવ તે ભાવનિક્ષેપ કહેવાય છે. દરેક વસ્તુ ઉપર આ ચારે નિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org