Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 48
________________ [ ૪૮ ] જૈન દન સીમાંસા 6 ગુણ જાણ્યા પછી તે વૃક્ષ જંગલમાં જોવામાં આવે તે વખતે ‘ આ તે જ છે' એવું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વ્યાપ્તિજ્ઞાન તે તર્ક કહેવાય છે. અમુક વસ્તુ વગર અમુક વસ્તુના સ ંભવ નથી તે વ્યાપ્તિ જેમકે ‘ અગ્નિ વગર ધૂમ્ર હાય નહિં ' આત્મા વગર ચેતના હોઈ શકે નહિ' આ રીતે વ્યાપ્તિ જ્ઞાન તે તર્ક કહેવાય છે. ધૂમ્ર ઉપરથી અગ્નિનું અનુમાન કરવુ તે અનુમાન પ્રમાણ અને આપ્ત વચનેવડે પદાર્થાને નિશ્ચય કરવા તે આગમ પ્રમાણ. પ્રથમના ચાર મતિ જ્ઞાન વિષયાત્મક છે અને છેલ્લું શ્રુતજ્ઞાનજન્ય છે. આ બંને પ્રમાણા દ્વારા જે જે પદાર્થા ગ્રહણ કરાય તેમને એક ધર્મની મુખ્યતાવડે જે અનુભવ કરાય તે નય કહેવાય છે. પ્રમાણુ અને નયને પરસ્પર સંબંધપણુ ઉપરાક્ત રીતિએ છે. સપ્તભંગી : * જૈન દર્શનમાં વસ્તુસિદ્ધિ સંપાદન કરવાને માટે સાત ભગા દર્શાવેલા છે. તેનાં નામ આ પ્રમાણે છે. સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિનાસ્તિ અવક્તવ્ય. સ્યાત્ અસ્તિ-અસ્તિત્વની મુખ્યતા કરી નાસ્તિત્વની ગૌણુતાનુ સ્થાપન કરવું. જેમકે શરીરમાં આત્મા છે; તે સ્વારીરની અપેક્ષાએ અસ્તિ છે. સ્યાત્ નાસ્તિ-નાસ્તિત્વની મુખ્યતા કરી અસ્તિત્વની ગૌણુતાનુ સ્થાપન કરવું તે પ્રથમપદથી ઉલટી રીતે સમજવાનુ છે જેમકે અન્યને આત્મા આ શરીરમાં નથી. સ્યાત્ અસ્તિ નાસ્તિ-પૂર્વોક્ત ઉભય ધર્માનુ એક જ વસ્તુમાં એક સાથે કથન કરવું તરૂપ છે. જેમકે એક ધટ ધટવરૂપે અસ્તિ છે અને પટત્વરૂપે નાસ્તિ છે. સ્યાત્ અવક્તવ્ય-વસ્તુના સંપૂર્ણ ગુણપર્યાય! વચનવડે કહેવા અશક્ય છે, જેમકે કથંચિત્ ઘટ અવક્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91