Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 41
________________ દ્રવ્યાનુગ [ ૪૧ ] પ્રમાણમાં દશ પંદર દિવસે અથવા એક માસ પછી સ્નિગ્ધતા રહિત થાય છે. તેમ કઈ પ્રકૃતિ યાજજીવ સુધી, કોઈ એક માસ, ચાર ભાસ, વર્ષ સુધી રહી ભેગવાશે તે સ્થિતિબંધ. કેઈ લાડુ અંદર ધૃતની દષ્ટિએ જેમ એક મણિક, અર્ધ મણિક અથવા દશ શેરી હોય છે તેમ પ્રકૃતિઓમાં કોઈ પ્રદેશ ઉદયથી ભગવાય છે અને કોઈ વિપાક ઉદયથી ભગવાય છે. કેઈમાં ઘણી તીવ્રતા હોય છે અને કેાઈમાં ઘણી મૃદુતા પણ હેાય છે, તે રસબંધ. જેમ મમરા ગોળના લાડુમાં એક મમરા કપીએ અને દાળીયાના લાડુમાં એંશી દાળીયા કલ્પીએ તેમ કર્મ પ્રકૃતિના પરમાણુઓ લાખોની સંખ્યાવાળા, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા હોય છે. આ પ્રદેશબંધ કહેવાય છે. પ્રસ્તુત દષ્ટાંત અને દાસ્કૃતિક ભથે લાડુ અને આત્મા એ રીતે વિચારવાનું છે. આ પ્રકારે ચાર પ્રકારને કર્મબંધ પડે છે. અને કર્મ પરમાણુઓના રસની તીવ્રતા–મંદતા પ્રમાણે તે ઉદયમાં આવેથી તેને અવશ્ય ભોગવટો થાય છે. પ્રથમ આત્માના અશુભ અધ્યવસાય થાય છે, પછી આશ્રવનું સેવન કરે છે કે તરત જ કર્મપ્રકૃતિઓને યોગ્યતા પ્રમાણે બંધ પડે છે અને પછી તે પોતપોતાનો અબાધાકાળ પૂર્ણ થયે ઉદયમાં આવે છે. તે પ્રમાણે પ્રાણુ ભગવે છે, અને પુનઃ આશ્રોનું સેવન કરવાથી નવાં નવાં કર્મોન બંધ પડતો જાય છે. આ ક્રમથી સંસારચક્ર અનાદિકાળથી ગતિમાન થઈ રહેલું છે. આત્માને વિકાસક્રમ દર્શાવનાર ગુણસ્થાનકે : જૈન દર્શન આત્માના અધ્યવસાયના વિકાસક્રમના ચોદ વિભાગ પાડી ચતુર્દશ ગુણસ્થાનક એવા નામથી અંકિત થયેલું છે. જેમ જેમ પ્રાણું ઉચ્ચ ગુણસ્થાનકે ચડતો જાય છે તેમ તેમ આત્મ પરિણામ નિર્મલ થતા જાય છે. ચૌદમી ભૂમિકાને સ્પર્યા પછી સર્વ કર્મ પ્રકૃતિના બંધ, ઉદય અને ઉદીરણાને સત્તા સાથે ક્ષય થાય છે અને તત્વાર્થમાં કહ્યું છે તેમ વાક્ષારો' કર્મ માત્રને ક્ષય થયેલ હોવાથી સ્પષ્ટ છે કે આત્મા નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે એ આત્માના ગુણની ઉત્તરેત્તર વૃદ્ધિ છે. ગુણસ્થાનકથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91