Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 43
________________ દ્રવ્યાનુયોગ [૪૩] દષ્ટિ અવિરત ગુણસ્થાનકને વિષે વર્તતા પ્રાણીને હોય છે. જેને જૈન દર્શનમાં રત્નત્રય કહેવામાં આવેલ છે. તેમાંનું એક (સમ્યનું દર્શન) આત્માને, આ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકમાં વર્તતા પ્રાણીએ પ્રથમ આયુષ્યને બંધ ન પાડેલ હોય અને મૃત્યુ પામે છે તે વૈમાનિક દેવની ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે પંચમ ગુણસ્થાનકે આત્મા સ્વગુણરૂપ વાડીને વ્રતરૂપ વાડથી રક્ષણ કરે છે. કોઈ પણ જાતનું સદાચરણ આત્મસંયમન પછી તે ઈદ્રિયના નિગ્રહની અપેક્ષાવાળું હોય, કષાયને કાબૂમાં લાવવાની સ્થિતિવાળું હોય, અથવા નવકારસીથી લઈને ઉપવાસ પર્યત તપશ્ચરણ કરાવનારૂં હોય તે અત્ર પ્રકટે છે. જે જે વ્રતો ભાવપુર:સર આત્મા અંગીકાર કરે છે અને તેનું યથાર્થ પાલન કરે છે, તે પંચમ દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. દેવોમાં વ્રત પાલન યોગ્ય શક્તિનો અભાવ હોવાથી ગમે તેવી ઉચ્ચ સ્થિતિવાળા હોવા છતાં વધારેમાં વધારે ચતુર્થ ગુણસ્થાનક ઉપર રહેલા હોય છે. આમ હેવાથી દેશવિરતિધર શ્રાવકે દેવોને પણ વંદનીય છે. અહીં ધર્મધ્યાન શરૂ થાય છે. સર્વવિરતિ પ્રમત ગુણસ્થાનક ભાવસાધુને હોય છે. સાધુના વેશ માત્રથી તે ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ સર્વ આરંભથી નિવૃત્તિ થવાના આત્મપરિણામ પ્રકટ થાય તે જ પ્રાપ્ત થઈ શકે છે. મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ છે. તેમાં જે અંતમુહૂર્તથી વધારે વાર રહે તે છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે ઊતરે છે, નહિ તે સાતમા ગુણસ્થાનકમાં પ્રાણી ખૂલ્યા કરે છે. આ ગુણસ્થાનકની સ્થિતિ વધારેમાં વધારે દેશઊણ પૂર્વકેટી વર્ષની છે આઠમું, નવમું, દશમું અને અગ્યારમું એ ચાર ગુણસ્થાનકે અંતર મુહૂર્તની સ્થિતિવાળા છે. અત્ર આઠમેથી પ્રાણી આભાના અધ્યવસાય રૂપ બે પ્રકારની શ્રેણિ ભાડે છે. ઉપશમ અને ક્ષપક. જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તે. ક્ષપકશ્રેણિ અને અગ્યારમે ગુણસ્થાનકેથી પતિત પરિણમી થવાને હેય ઉપશમ શ્રેણિની શરૂઆત કરે છે. અહીં આઠમેથી શુકલ ધ્યાનની શરૂઆત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91