Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 45
________________ દ્વવ્યાનુગ [૪૫] વડે ન્યાયપુર:સર વસ્તુ અને અવસ્તુનું તોલન થઈ શકે છે. શ્રદ્ધાળુ અને ભક્તજેને સિવાયના જેઓ તટસ્થ તરીકે ન્યાયથી દર્શનસિદ્ધિરૂપ કેસને સાબિત કરનારા છે, તેઓને નય ભંગાદિ મુખ્ય મુદ્દાઓ (Points) સિદ્ધિસાધક છે. पुराणं मानवो धर्मः मांगो वेदश्चिकित्सितं । आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ।। એ ઉક્તિ જૈન દર્શનને પિતાની સિદ્ધિને માટે માન્ય નથી. એટલું જ નહીં પરંતુ જૈન દર્શનમાં જે જે તવોનું પ્રતિપાદન થયેલું છે તે સર્વ યુક્તિહીન અને ન્યાયવડે શૂન્ય નથી. સાત નયનાં નામે આ પ્રકારે છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. કહ્યું છે કે જેટલા વચનના માગે છે તેટલા નય આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, એમ કહી શકાય. જેટલા નયને વચન છે તેટલા એકાંત માનવાથી અન્ય મતે અપૂર્ણપણે ઉત્પન્ન થયેલા છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રમાણ દ્વારા એક ધર્મની મુખ્યતાથી જે અનુભવ કરાય તે નય કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યની મુખ્યતાવડે પદાર્થને અનુભવ કરાવે તે કવ્યાર્થિક. તેના ત્રણ ભેદ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ રીતે છે. સંકલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણું કરવું તે નૈગમ નય કહેવાય છે. જેમ કેઈ મનુષ્યની પાસે છુટાં છુટાં પુસ્તકનાં પાનાં પડેલાં છે તેને પુછવામાં આવે કે આ શું છે ? તે તે કહે કે એ ધર્મબિંદુ નામનું પુસ્તક છે. આ નય વડે છુટક પાનાંઓ વડે પુસ્તક તૈયાર થશે એવા પ્રકારની માન્યતા તે નૈગમનય છે. સામાન્યરૂપવડે પદાર્થનું ગ્રહણ તે સંગ્રહનય કહેવાય છે જેમકે વડુ લેસ્યાના સમુહરડે લેસ્થાનું ગ્રહણ થાય છે અને વડ દ્રવ્યના સમૂહવડે - ‘દ્રવ્ય” એવા નામથી ઓળખાય છે. સામાન્યરૂપવડે ગ્રહણ કરાયેલા વિષયને વિશેષરૂપપણે પ્રતિપાદન કરે તે વ્યવહારનય કહેવાય છે. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા અથવા લેશ્યા વિગેરે સામાન્ય વસ્તુઓના પ્રકારે કરી બતાવવા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91