Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 32
________________ [૩૨] જૈન દર્શન મીમાંસા જાતિ, લાભ, કુલ ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને મૃત–આ સર્વમાં પ્રાણી જેનો જેને મદ કરે છે તે તે વસ્તુઓની પ્રાપ્તિ ભવિષ્યમાં અલ્પ પ્રમાણવાળી અથવા અધમ સ્થિતિવાળી બને છે. આવી રીતે મદ પ્રાણુઓને, તપશ્ચરણનું ફળ બેસવા દેતું નથી, અને અજીર્ણ કરાવે છે. માયાકષાય-કહ્યું છે કે, એક પણ માખીની પાંખ દુભાવા જેટલી પણ હિંસા ન કરી હોય અને શાસ્ત્રોક્ત રીતિએ ચારિત્રનું પાલન કર્યું હોય છતાં તે સર્વ કપટવૃત્તિવડે બીજાને ઠગવાના કારણથી જ હોય તો માત્ર કાયકલેશ સિવાય બીજું કાંઈ નથી. માયાવી પ્રાણીઓ પિતાનું અને પરનું બંનેનું બગાડે છે. અનેક મુગ્ધ મનુષ્ય માયાવી પ્રાણીની દંભવૃત્તિમાં ઠગાય છે. દંભી પ્રાણીઓનું વર્તન અંદર અને બહાર જુદું જ હોય છે. એક મનુષ્ય સાથે વૈર હોય છતાં સ્વાર્થની સાધના માટે સુંદર વચનો વડે તે મનુષ્યનું આકર્ષણ કરી સાધ્યને સાધિત કરનારા અનેક મનુષ્યો જગતમાં દષ્ટિગોચર થાય છે. દંભવૃત્તિવાળા મનુષ્યના હૃદયમાં અન્યને માટે હિતબુદ્ધિ ટકી શકતી નથી. અન્યાયપાર્જિત ધન, પરસ્ત્રીની સાથે કામવાસનાની તૃપ્તિ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાતવડે સ્વાર્થસિદ્ધતા-આ સર્વનું કારણ માયા-દંભવૃત્તિ છે. સિંદૂરપ્રકરણમાં કહેલું છે કે, विधाय मायां विविधैरुपायैः परस्ययेवंचनमा चरंति । ते वंचयंति त्रिदिवापवर्ग सुखान्महामोहसरवास्वमेवा ॥ વિવિધ ઉપાય વડે માયા કરીને જ પરને ઠગે છે તેઓ વાસ્તવિક રીતે પિતાને ભવિષ્યમાં પ્રાપ્ત થતા સ્વર્ગ અને મેક્ષના સુખને ઠગે છે. ભકષાય—મી. એટલે કહે છે કે, . Ambition is a lust that is never quenched; grows more inflamed and madder if enjoyed. લોભ કદી તૃપ્ત થતી નથી, તેને પ્રસાર આપવાથી તે વધારે પ્રબળ અને ઉન્મત્ત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91