Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 35
________________ દ્રવ્યાનુગ [૩૫] પ્રકૃતિને ક્ષય કરે તો ક્ષાયિક. અંતમુહૂર્ત જેટલા કાળમાં તેમાંથી થોડીક ક્ષય કરે અને બાકીની પ્રકૃતિને અનુદયપણે રાખે તે ક્ષપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયું કહેવાય છે. અંતર્મુહૂર્ત માત્ર સમ્યકત્વ ગુણ જે આત્માને ફરસેલે છે, તે અર્ધપુલપરાવતે જે જૈન પરિભાષાનો કાળ છે તેટલા વખતની વધારેમાં વધારે મર્યાદામાં અવશ્ય મુક્તિ પામે છે. અર્થાત મિથ્યાવરૂપ કૃષ્ણ પક્ષ દૂર થવાથી અને સમ્યફવરૂપ શુકલપક્ષને ઉદય થવાથી અનુક્રમે મોક્ષરૂપ પૂર્ણ ચંદ્રની કલા પ્રકાશે છે. સમ્યકત્વને કમ આ પ્રકારે છે. મેહનીય કર્મની વધારેમાં વધારે સીતેર કોડાઢોડિ સાગરોપમની સ્થિતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ત્રીશ કોડાકોડી છે. નામ અને ગોત્રની વીશ કોડાકોડી છે, અને આયુષ્યની તેત્રીશ સાગરોપમની છે. આ સર્વ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી દરેકની માત્ર એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રહે અને બાકીની સ્થિતિને ક્ષય થયેલે હેય—એવા પરિણામ વડે આત્માએ યથાપ્રવૃત્તિકરણ ય્ કહેવાય છે. ત્યાર પછી આત્મવીર્યને અધિક ઉલ્લાસ થવાથી તે ગ્રંથીને ભેદ કરવાની શરૂઆત કરે છે. તે વખતે આત્માના જે પરિણામ થાય છે, તે જૈન પરિભાષાએ અપૂર્વકરણ કહેવાય છે. ગ્રંથીને ભેદ કરતાં છેલ્લે અનિવૃત્તિકરણ કરે છે. તે વખતે સમ્યકત્વરૂપ આત્માના નિર્મળ પરિણામને આત્મા પિતાની સન્મુખ હાજર થયેલે જુએ છે. અનિવૃત્તિકરણ કર્યા પછી અંતકરણ કરે છે. તે વખતે મેહનીય કર્મના ત્રણ પુંજ કરે છે તન અશુદ્ધ, અર્ધશુદ્ધ અને શુદ્ધ. મિથાવજનિત આ પુદ્ગલોને જે તે વખતે ક્ષય કરે છે તે ક્ષાયિક અને ક્ષયોપશમ કરે છે તે ક્ષાપથમિક અને માત્ર ઉપશમ કરે તો ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ ક્ષીણ થયેલું ન હોય ત્યાં સુધી જ નિશ્ચયપણે ત્રણ પુંજવાળા હોય છે, મિથ્યાત્વને ક્ષય થતાં બે પુજવાળા હોય છે, મિશ્રને ક્ષય થતાં એક પુંજવાળા હોય છે અને સમ્યકત્વ મેહનીય ક્ષય થતાં ક્ષાયિક સમ્યક વધારી થાય છે. અશુદ્ધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91