Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 36
________________ જેના દર્શન મીમાંસા અર્ધશુદ્ધ અને શુદ્ધ એ ત્રણ પુજે મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મેહનીયરૂપે કહેવામાં આવેલા છે. ગ્રંથી એ મેહનીયકર્મના તીવ્ર પરમાણુઓને સંચય છે. અને પૂર્વોક્ત કારણે એ આત્માના ભિન્ન ભિન્ન અવસ્થાના પરિણમે છે. સમ્યકત્વના ઉત્પત્તિક્રમના ભેદમાં આચાર્યોના મત ભિન્નભિન્ન રીતે વર્તે છે. ક્ષાયિક સમ્યકત્વ કર્મને ક્ષયથી, ઉત્પન્ન થયેલું હોવાથી પ્રાપ્ત સમ્યકત્વને અભાવ થતો જ નથી. ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરેલ પ્રાણી પ્રમાદવશ બને છે, તો તેથી ચુત થાય છે, અને કર્મની મેટી સ્થિતિના વમળમાં પડે છે. સમ્યકત્વના અનેક પ્રકારે છે. પુગલિક અને અપુલિકા મિથ્યાત્વ સ્વભાવ ગયેલ હોય અને સમ્યકત્વ મેહનીય પુંજમાં રહેલા પુલને વેદવારૂપ ક્ષય પશમ પ્રાપ્ત થાય તે પૌલિક સમ્યકત્ર કહેવાય છે અને સર્વથા મિથ્યાત્વ મિશ્ર તથા સમ્યકત્વ મોહનીય પુજના પુદ્ગલેને ક્ષય થવાથી ક્ષાયિક તથા ઉપશમથી ઉત્પન્ન થયેલ જે માત્ર જીવ પરિણામરૂપ–પરામિક સમ્યકત્વ તે અપુદ્ગલિક કહેવાય છે અર્થાત પુદ્ગલેનું વદન સ્વરૂપ તે પુગલિક સમ્યકત્વ, અને જે જીવના પરિણામ તે અપુૌલિક સમ્યકત્વ કહેવાય છે. સાસ્વાદન અને ઉપશમિક સમ્યકત્વ ભવસ્થિતિ પર્યત આત્માને વધારેમાં વધારે પાંચ વખત થાય છે. વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વખત હોય છે અને ક્ષાયોપથમિક સમ્યકૃત્વ અસંખ્ય વાર હોય છે. આ સમ્યકત્વના આઠ અંગ છે. જેમ આઠ સ્તંભવાળા પ્રાસાદમાં ટકી શકવાની સ્થિતિ રહેલી છે તેમ અષ્ટાંગવડે સમ્યકત્વ ટકી રહે છે, તેના નામ નીચે પ્રમાણે ( નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. સર્વજ્ઞકથિત અનેકાંત સ્વભાવરૂપ તો સત્ય છે કે અસત્ય છે તેવી શંકા નહીં કરવી તે નિઃશંકિત નામે પ્રથમ અંગ છે. સમ્યકત્વધારી જીવે ઈહલોક અથવા પરલેક સંબંધી પુણ્યના ફલેની આકાંક્ષાથી રહિત રહેવું તે નિઃકાંક્ષિત નામે દ્વિતીય અંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91