Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 23
________________ દ્રવ્યાનુગ [૨૩] કર્મ આત્માની ભાવ ચક્ષુને પડદા તુલ્ય છે. આ મલિન પડદો જેમ જેમ ખસતો જાય છે તેમ તેમ જ્ઞાનની શુદ્ધતા થવાને અંગે વસ્તુ સ્થિતિનું રહસ્ય જાણી શકાય છે. સાડાત્રણ હાથના અવકાશમાં રહેલે એક મનુષ્ય મુંબઈ અને કલકત્તાના, લંડન અને પેરીસના તેમજ ભૂત અને વર્તમાન સમયના જે જે અનુભવો ખડા કરી શકે છે, તે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનને આભારી છે. જ્ઞાનવડે અધ્યાત્મીઓનું અધ્યાત્મ, માયાવીઓની મલિનતા, ભદ્રકજનનું આર્જવ, ભક્તજનોનો ભક્તિરસ, વૈરાગીઓને વૈરાગ્ય, લેજિનેની તૃષ્ણ અને વ્યભિચારીઓનું લાંપથ્ય વિગેરે સર્વ અનુભવ ગમ્ય થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી આવરણનું પડ ગાઢ હોય ત્યાંસુધી વસ્તુસ્થિતિ અંધારામાં રહે છે. હેય, ય, ઉપાદેયનું સ્વરૂપ સમજી શકાતું નથી. હેય પદાર્થો હોય તે ઉપાદેય બને છે, અને ઉપાદેય તે હેય બને છે. ભક્ષ્યાભર્યા અને પયારેય વસ્તુને વિધિનિષેધમાં નિયમ રહેતો નથી. અવ્યવસ્થિતપણું આ રીતે પ્રાપ્ત થવાથી અધઃસ્થિત અનેક અનાચારાનું પાત્ર આત્મા બને છે. પૂર્વોક્ત જ્ઞાન કે જેને આવરણ પ્રાપ્ત થાય છે તે જુદી જુદી અવસ્થાને આશ્રીને પાંચ પ્રકારે છે. ૧ મતિજ્ઞાન, ૨ મુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. અતિજ્ઞાન :-પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવામાં આવેલું છે. આ જ્ઞાન છે વધતે અંશે સર્વ પ્રાણીઓમાં હોય છે. સમ્યક્ત્વ કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેથી રહિત પ્રાણીઓને ઈન્દ્રિયાદિદ્વારા જે જ્ઞાન થાય છે તે મતિઅજ્ઞાન તેમ જ સમ્યફ વધારી પ્રાણીઓને ઉપકરણ દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય છે. એક બાળક કે જેને રજજુ અને સર્પ અથવા રજત અને છાપના ભેદની ખબર નથી તે મતિ જ્ઞાનાવરણીયને લીધે છે, મિથ્યાત્વસ્થિત મનુષ્ય ગમે તેવા ઉચ્ચ તર્કનું ફેટન કરનાર હોય છતાં તે મતિઅજ્ઞાની કહેવાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત મનુષ્ય જેને જેટલે અંશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91