Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 26
________________ [ ૨૬ ] જૈન દર્શન મીમાંસા પદાર્થોના જાણપણાને અંગે અસંખ્ય પ્રકારનું છે, અને પિતાની સ્થિતિની અપેક્ષાએ અનુગામિન, વર્ધમાન, પ્રતિપાતિ, અનનુગામિન , હીયમાન, અપ્રતિપાતિ-એ રીતે છ પ્રકારનું છે. અરૂપી પદાર્થને વિષય અવધિજ્ઞાનની મર્યાદામાં નથી. અવધિજ્ઞાન જુદે જુદે પ્રકારે કોઈને અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને અસંખ્ય પેજ સુધી, આવલિના અસંખ્ય ભાગથી માંડીને અસંખ્ય વપર્યત, પિતપોતાના ક્ષે પશમ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાળની અપેક્ષાએ ઈદ્રિયાતીતપણે પ્રકટે છે; દેવગતિમાં આ જ્ઞાન, ભવપ્રત્યયિક હોય છે. અને મનુષ્યગતિમાં ગુણ પ્રયયિક હોય છે. સંખ્યત્વ સહિત વર્તતો જીવ જ્યાં તે વર્તતે હોય તે ગતિમાં જે તેને પૂર્વોક્ત અર્થવાળું જ્ઞાન પ્રકટે તે અવધિજ્ઞાન કહેવાય છે. અને મિયા ગ્રસ્ત કોઇપણ પ્રાણીને પ્રકટેલું જ્ઞાન તે વિભંગજ્ઞાનના નામથી ઓળખાય છે. અવધિજ્ઞાન મનુષ્ય ગતિમાં તપશ્ચરણ અને શુભતર ક્રિયાઓ વડે ઉત્પન્ન થાય છે, જે માટે કથાનુગમાં પ્રસિદ્ધ થયેલા શ્રમણ પાસક મહાત્મા “આનંદ” નું દષ્ટાંત સ્મરણીય છે. મન:પર્યવજ્ઞાન:-ઇંદ્રિયની સહાયતા વગર અઢીદીપરૂપ મનુષ્યલેકમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીઓના મનોભાવને જે જ્ઞાનથી જાણી શકે તે મન:પર્યવજ્ઞાન. તે બે પ્રકારનું છે. જુમતિ અને વિપુલમતિ મનેબલ પ્રાપ્ત અમુક પ્રાણીએ ઘટ પદાર્થની ચિંતવના કરી તે જાણવું, તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન અને અમુક પ્રાણીઓ ઘટના ગુણું પર્યાય વિગેરે વડે ઘટ પર વિસ્તારથી ચિંતવન કર્યું તે જાણવું, તે વિપુલ મતિ મન પર્યવજ્ઞાન કહેવાય છે. સર્વવિરતિપણાનો ગુણ આત્મામાં પ્રકટ થયા પછી આ જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. કેવળજ્ઞાન :–જગત માત્રમાં રહેલા રૂપી અને અરૂપી ય પદાર્થોનું એક સમયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. મામૈવજ્ઞાન-એ સ્થિતિ આ જ્ઞાન પ્રાપ્ત થવા પછી પરિપૂર્ણતાએ પહોંચે છે, આ જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય મુક્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91