Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 27
________________ દ્રવ્યાનુયોગ [૨૭] જાય છે અને એક વખત પ્રાપ્ત થયેલું આ જ્ઞાનનું કદાપિ ચ્યવન થતું નથી કૈવલ્યપ્રાપ્ત તીર્થકર અને સામાન્ય કેવળી બંનેની બાહ્યઋદ્ધિ અથવા અતિશયમાં તફાવત છે; પરંતુ જ્ઞાનપ્રાપ્તિને અંગે બિલકુલ તફાવત રહેલો જ નથી આ પાંચ જ્ઞાનમાં જે જ્ઞાનને આવરણ હોય તે તે જ્ઞાનથી આત્મા દૂર રહે છે. જેમ જેમ આવરણો દૂર થાય છે તેમ તેમ જ્ઞાનાંશુ ફુરે છે. જ્ઞાનના અધ્યાપક, જ્ઞાનના સાધનો અને જ્ઞાની મનુષ્યની અવગણના, આશાતના અને તિરસ્કાર કરવાથી જ્ઞાનાવરણીય કર્મબંધ પ્રાણીઓને થાય છે, એમ સિદ્ધાંતો સ્પષ્ટ રીતે કહે છે. દર્શનાવરણીય કર્મ:–તે નવ પ્રકારે છે. ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિ. જન્મતાં જ અથવા પાછળથી નિમિત્ત કારણવડે આંખથી અંધત્વ પ્રાપ્ત થવું તે ચક્ષુ દર્શનાવરણીય. જન્મથી અથવા અન્ય નિમિત્તે કારણથી આંખ સિવાય અન્ય ઈદ્રિયેનું બહેર મારી જવું તે અચક્ષુદર્શનવરણીય. ચક્ષુથી અગોચર રહેલા રૂપી પદાર્થો દેખી શકવામાં નિર્બળતા હોવી તે અવધિદર્શનાવરણીય, રૂપ અને અરૂપી બંને પદાર્થોને આત્મબળથી સામાન્યપણે જાણવાના સામર્થ્યને અભાવ તે કેવલદર્શનાવરણીય કહેવાય છે. વળી સહેલાઈથી જાણી શકાય તે નિદ્રા, કષ્ટવડે જાગી શકાય તે નિદ્રા નિદ્રા, બેઠાં બેઠાં અથવા ઉભા રહેતાં નિદ્રાને ઉદય થાય તે પ્રચલા અને ચાલતાં નિદ્રાનો ઉદય થાય તે પ્રચલા પ્રચલા, પ્રમત્ત અવસ્થામાં અર્ધચક્રી સમાન બળની પ્રાપ્તિ થાય તે થી/દ્ધિ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પૂર્વોક્ત બંને કર્મની પરિસ્થિતિ વધારેમાં વધારે ત્રીશ ક્રેડક્રોડ સાગરોપમની છે. આ કર્મને બંધ આંધળાં બહેરા વિગેરે અપંગ મનુષ્યોને તિરસ્કાર કરવાથી સહજ પ્રાપ્ત થાય છે અને વિશેષ કરીને તે બંને કર્મોનું ઉપાર્જન નીચેની ગાથાથી ગ્રાહ્ય થશે. पडिणियत्तण निन्हव उवघायपउस अंतरायेण । अचासायणयाए आवरण दुगंजिउज्जयइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91