Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 29
________________ પરિપાલન દ્રવ્યાનુયોગ [૨૯] અગ્નિથી બળતું હોય છે, અને જે તેનામાં કાંઈક સત્વ હોય છે તે તે અંદરથી ધગધગી રહેલું છે જ પરંતુ તે ઉભરાઓ બહાર કાઢે છે અને અન્યને તેમાં ગરકાવ કરી તેના હૃદયપુળા ઉપર દિવાસળી મૂકે છે. જે વખતે તે ક્રોધાધીન હોય છે તે વખતે તેને કઈ હિતસ્વી ગમ ખાઈ જવા શીખામણ આપવા લાગે છે તે તે મનુષ્યની ઉપર કાં તો ક્રોધને ઉતારે છે અથવા તે મનુષ્યની સામે ન થઈ શકાય તેવી સ્થિતિ હોય તો તે ક્રોધી મનુષ્યની નજરમાં નિર્માલ્ય અને બેવકૂફ લાગે છે. આ સ્થિતિ હોવાથી ક્રોધ એ અગ્નિ સમાન છે અને ક્ષમાપી શાંતિ જળના અભાવે “ઉત્કર્ષ'ના સાયન્સના નિયમ પ્રમાણે વૃદ્ધિગત થયેલ નજરે પડે છે. શ્રીમદ્ ઉદયરત્નજી કહે છે કે, ક્રોડ પૂર્વ સુધી પરિપાલન કરેલું સંયમ, ક્રોધરૂપ અગ્નિવડે ક્ષણવારમાં ભસ્મીભૂત થઈ જાય છે. ક્રોધ એ એક જાતને આવેશ છે જે વડે પ્રાણુ આત્મઘાત કરવા તત્પર થાય છે, એટલું જ નહિ પરંતુ તેના સંસ્કારની દઢ છાપ અનેક જન્મ સુધી મુદ્રિત રહી બીજે જેમ વૃક્ષને ઉત્પન્ન કરે છે તેમ ભવ સ્થિતિની વૃદ્ધિ કરે છે. દષ્ટાંત તરીકે સમરાદિત્ય કેવળીના પૂર્વ ભવમાં ગુણસેન અને અગ્નિશર્માના સંબંધમાં અગ્નિશર્માને ગુણસેન પ્રતિ-નવ જન્મો પર્યત વૈરની ચીનગારી બળતી રહી હતી. આ રીતે ક્રોધરૂપી પિશાચ, આભાને પિતાની સ્થિતિમાંથી યુત કરી એકાંત અહિત કરી મૂકે છે. અનંતાનુબંધિ ક્રોધ અનંત સંસાર ભ્રમણ વધારે છે, તે ક્રોધને ક્ષયોપશમ વગર આત્મા સમ્યક્ત્વ પામી શકતું નથી. આ કેધ ઉત્પષ્ટપણે જિંદગી સુધી રહે છે. ક્રોધના અન્ય ત્રણ પ્રકારે. અનુક્રમે એક વર્ષ, ચાતુર્માસ અને પક્ષ પર્યત વધારેમાં વધારે સ્થિતિવાળા છે. આ પ્રસંગે ફેટન કરવાની જરૂર જણાય છે કે, કેટલાએક મી. એમર્સનના મત પ્રમાણે કહે છે કે પ્રામાણિક અને સત્ય આચરણવાળા મનુષ્ય હંમેશાં ક્રોધી સ્વભાવવાળા હોય છે. તેઓ જરા પણ અપ્રમણિકપણું સહન નહીં કરી શકવાથી ક્રોધી બની જાય છે. આ હકીકતને સર થાય છે, અને આવેશમાં ભસ્મીભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91