Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 24
________________ [ ૨૪] જૈન દર્શન મીમાંસા તર્ક સમાધાનની શક્તિ પ્રાપ્ત થયેલી છે તેને તેટલે અંશે મતિજ્ઞાન વર્તતું છે. આ મતિજ્ઞાન પાંચ પ્રકારે દર્શાવાયેલું છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણું. મન અને નેત્રને વિષય ગ્રહણ કરવાની ક્રિયા અર્થાવગ્રહથી શરૂ થાય છે. જ્યારે અન્ય ચાર ઇન્દ્રિયને વિષે ગ્રહણ કરવાની ક્રિયા વ્યંજનાવગ્રહથી શરૂ થાય છે. એક સ્પર્શનેંદ્રિય અને બેંદ્રિયનું દષ્ટાંત લઈ મતિજ્ઞાનનું સ્વરૂપ સંક્ષિપ્ત કરીએ. એક મનુષ્ય નિદ્રામાં વર્તે છે, તે વખતે અન્ય મનુષ્ય તેના શરીર ઉપર અત્યંત ઉષ્ણ જળ રેડવા માંડે છે. તેના રેડવાને પહેલે જ સમયે નિદ્રાધીન મનુષ્યને “કાંઈક ” મારા ઉપર પડ્યું એવું જે ભાન તે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન. ઉષ્ણ પદાર્થ કાંઈક પડ્યો એવું બીજી ક્ષણે થયેલું જે જ્ઞાન તે અર્થાવગ્રહ. ત્રીજી ક્ષણે ગરમ પાણી હશે કે બીજી કોઈ વસ્તુને સ્પર્શ થયો હશે તેની શંકા ઉભવવી તે ઈહિ, ગરમ પાણી જ છે એવો નિશ્ચય થવો તે અપાય, ગરમ પાણી મારા ઉપર પડ્યું એવી સ્મરણ શક્તિ રહેવી, તે ધારણ મતિજ્ઞાન કહેવાય છે નેત્રે દિયને પ્રથમ સમયે જ પદાર્થ ગ્રાહ્ય થઈ જવાથી વ્યંજનાવગ્રહ હોઈ શકતો નથી. એક મનુષ્યને દૂર રહેલા એક ઝાડના હુંઠાને જોતાં આ કાંઇક વસ્તુ છે, એવું ભાન થવું તે અર્થાવગ્રહ(નેત્રંદ્રિય) મતિજ્ઞાન કહેવાય છે. ઠુંઠું હશે કે ચાડીઓ એવી શંકા થવી તે ઈહિ, બહુ નજીક આવ્યા પછી આ ઠુંઠું જ છે, એવું નિર્ણચવાળું ભાન તે અપાય, અને તે નિર્ણયને સ્મરણ પથમાં રાખો તે ધારણ કહેવાય છે. સર્વ મળી મતિજ્ઞાનના અઠાવીશ ભેદ છે. બહુ અબહુ ક્ષિપ્રાદિ અનેક ભેદે વિસ્તાર વડે થતાં ત્રણસે ચાલીશ થાય છે, જે કર્મગ્રંથ અને સિદ્ધાંતમાં નિરૂપણ કરેલા છે. શ્રુતજ્ઞાન: સ્વતઃ પુસ્તક વગેરે વાંચવાથી થતું જ્ઞાન અથવા ઉપદેશ શ્રવણથી થતું જ્ઞાન. કાંચન અને કલશના સંયોગની પેઠે મતિજ્ઞાન સાધન છે, અને શ્રુતજ્ઞાન સાધ્ય છે. પુસ્તક વાંચતી વખતે ચક્ષને વાંચવાની જરૂર પડે છે, તેમ જ ઉપદેશ સાંભળતી વખતે કર્ણપ્રિયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91