Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 16
________________ - -- - - -- -- - [૧૬] જૈન દર્શન મીમાંસા આવરણોથી વીંટળાયેલું હોવાથી કર્મોના સ્વભાવની વિચિત્રતાને તાબે થવું પડે છે. તે કર્મો જેવાં કાર્યો તેની પાસે કરાવવા ઈચ્છે છે તેવાં જ કાર્યો આત્માને તત્કાળ કરવાં પડે છે. એક નાટકનું પાત્ર વ્યક્તિરૂપે એક જ હોવા છતાં અમુક મર્યાદાવાળા સમય સુધી રાજારૂપમાં, ગીરૂપમાં, ભિક્ષુકરૂપમાં, વેશ્યારૂપમાં અને દાસીરૂપમાં વગેરે ભિન્નભિલ્લ રૂપમાં જુદા જુદા વેશો તેને મેનેજરની મરજી મુજબ ભજવવા પડે છે; તેમ આમા કર્મને આધીન થયેલે થવાથી એકેંદ્રિયથી માંડીને પંચૅટ્રિયના ભવો સુધીમાં જુદા જુદા આકારોથી વેશ ભજવી બતાવે છે. આ સ્થિતિનું દિગદર્શન ઉપમિતિ ભવપ્રપંચા થામાં કર્મ પરિણામ રાજાની પત્ની કાલપરિણતિથી થતા હુકમોને પ્રાણીઓ કેવી વરાથી આધીન થઈ આજ્ઞાપાલક બને છે તે કાલપરિણતિના મુખના ઉદ્દગારો દ્વારા કથાકારે નાટકવડે રૂપક આપેલા પુરૂષ અને સ્ત્રી પાત્રોમાં નીચે મુજબ દષ્ટિગોચર થાય છે. કાલ પરિણતિના હુકમ : કાકાશદરા નામની રંગભૂમિકા ઉપર રહેલા હે સર્વ જીવ પાત્રો ! તમારે નાટક કરવાની શરૂઆત થઈ ગઈ છે. રાગાભિલાષ નામના નાંદીએ પ્રથમ ભગળાચરણ કર્યું છે. મહામહ નામે સૂત્રધારે પિતાનું કાર્ય બજાવી ભવનાટકની યોગ્યતા સિદ્ધ કરી અનુસંધાન કરેલું છે. માટે હવે તમે મનુષ્યનિરૂપ ડ્રોપસીનની પાછળ રહેલા પાત્રો ! હું હુકમ કરું છું કે હવે તમે બહાર પ્રેક્ષકોની નજર આગળ આવો. આવીને તુરત જ આન કરવું ચાલુ રાખે, ત્યાર પછી અનુક્રમે માતૃસ્તનને આહારની અભિલાષાથી ગ્રહણ કરે, ગોઠણભેર ભાંખડીઓ ચાલે, મૂત્ર અને મળથી પગલે પગલે શરીરને રગદોળો, આટલે વેશ ભજવ્યા પછી હવે બાળભાવ તજીને કુમાર બને, અનુક્રમે નિશાળે જાઓ, કલાઓને અભ્યાસ કરે અને સુંદર રાગથી કવિતાઓના આલાપ કરે, હવે પછી તરુણ થાઓ, અનુક્રમે સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના ચેષ્ટિતોથી ક્રીડા કરે, રતિસુખ અનુભ, સ્ત્રીલુબ્ધ થવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91