________________
(૫૭) પુન: પંડિત નગર્ષિગણિત પ્રશ્નોતથા તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧–એક બાદર પર્યાપ્ત જીવ જ્યાં હોય ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા જીવ હેય આવી રીતે કહ્યું છે તેમાં આજ્ઞાજ પ્રમાણ છે કે કાંઈ યુક્તિ છે?
ઉત્તર –આજ્ઞાજ પ્રમાણ છે. યુક્તિ જોવામાં આવતી નથી.
પ્રશ્ન ૨-સંપુર્ણ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય કે સ્કંધ કહેવાય ?
ઉત્તર ૨-દ્રવ્ય કહેવાય. કેઈ ઠેકાણે ઉપચારથી સ્કંધ પણ કહેવાય છે. પણ તેમાં કોઈ બાધક જણાતું નથી.
પ્રશ્ન ૩––પરમાણુંના વર્ણાદિ બદલાય કે નહીં? ઉત્તર ૩–બદલાય.
પ્રશ્ન –ૌતમસ્વામી ગોચરીને માટે એકલા જતા હતા, કે બીજા મુનિને સાથે રાખતા હતા?
ઉત્તર ૪-પ્રાયઃ એકલા જતા હતા. એવું ભગવતી વિ ગેરે સુત્રોમાં વાંચવામાં આવે છે. પરંતુ તેઓ આગમ વિહારી હોવાથી તેના ઉચિત અનુચિતને વિચાર કર એગ્ય નથી.
પ્રશ્ન ૫ ગ્રેવેયકાદિમાં પાણી નહિ હેવાથી ત્યાં રહેલા દેવતાઓ જીનપુજા શી રીતે કરતા હશે? .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com