________________
( ૯ ) નામે? તે સર્વ ગામના સંઘની રાશી તે એકજ આવે ત્યાર પછી જુદી જુદી પ્રતિમાઓને ખપજ ન પડે આ બાબતમાં જે યુક્ત લાગે તે જણાવશે? *
ઉત્તર ૨૫–સાધારણ પ્રાસાદમાં ગામને નામે પ્રતિમા જોઈએ એ વાત યુક્ત જણાય છે.
પ્રશ્ન ૨૬--પ્રતિદિવસ છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂ૫ દિગગમવિરતિ કરવામાં આવે છે તેને દેશાવકાશિક નામના દશમ ત્રતમાં છે અને ચાદ નિયમ તે સાતમાં વ્રતમાં છે. તે દેશાવકાશ કનું પચ્ચખાણ કરવાથી તે કેમ ઉચ્ચરાય?
ઉત્તર ર૬--દેશાવકાશિક બે પ્રકારે છે એક છઠા વ્રતના સંક્ષેપ રૂપ પ્રતિદિન કરવાની દિગ વિરતી રૂપ છે અને બીજું સર્વ વ્રતના સંક્ષેપ રૂપ કરાય છે તેથી તેમાં કાંઈ વિપ્રતિ પત્તિ નથી.
પ્રશ્ન ૨૭–ઉપધાન વાયના નમસ્કાર પુર્વક દેવી કે નમસ્કાર વિના?
ઉત્તર ર૭–શ્રી વિજયદાન સુરિ ઉપધાન વાચના નમસ્કાર વિના દેતા હતા અને તેજ પ્રમાણે અમે પણ દઈએ છીયે.
પ્રશ્ન ૨૮-ઉપધાન વાચના પારણને દીવસે દેવી કે તપસ્યાને દીવસે ? તથા ઉપધાન વાયના પ્રાતઃકાલે દેવી કે સંધ્યાકાલે પણ દેવાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com