________________
(૧૫)
માયિક અથવા પસહને પારવાની વિધિ કરે અને જે પારવાના સમય પર્યન્ત સાવધાન ન થયું હોય તે તેની સમિપમાં રહેવા વાળા શ્રાધેએ પારવાનો સમય થયે છતે પારવાની વિધિ સંભળાવવી, જ્યાં સુધિ પારવાનિ વિધિ ન સંભળાવી હોય ત્યાં સુધિ મોટી વિરાધના કરવા માટે પાસેના માણસેએ નહીં દેવી જોઈએ તથા પ્રકારની સંભાવના છે.
ડુંગરપુરના સંઘે કરેલા પ્રશ્નો તથા તેઓના ઉત્તરો.
––(૦) – પ્રશ્ન ૧-સત્તરદિ પૂજાને વિષે અષ્ટમંગલથી સ્થાળ પુયે છતે પ્રજા સંપુર્ણ ભણાઈ રહ્યા પછી અષ્ટમંગલની મધ્યે આવેલા મલ્યયુગલના આકારને ભાંગવાથી પાપ લાગે કે નહિં?
ઉત્તર ૧–અષ્ટમંગલની મધ્યમાં મલ્યના આકારને બનાવવું શાસ્ત્રાનુસારે યુક્ત જ છે. અને પૂજા થઈ રહ્યા પછી તેને હઠાવવું તે પણ યુક્તજ પ્રતિભાસે છે તેને વિષે દેષ લાગવાને સંભવ નથી કારણ કે ઈન્દ્ર મહારાજ જ્યારે જીનેશ્વર ભગવાનને જન્મત્સવ કરવાને માટે આવે છે તથા ભગવાનના જન્મગ્રહને વિષે આવી માતાના પડખામાંથી પ્રભુને ગ્રહણ કરી પ્રભુનું કૃત્રિમ પ્રતિબિંબ માતાના પડખામાં મુકી મેરૂ પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com