________________
(૧૦૭)
સિદ્ધપુરના સધે કરેલા પ્રશ્ના તથા તેના ઉત્તરા
પ્રશ્ન ૧-પ્રતિવાસુદેવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તે ની માતા કેટલા સ્વપ્ન દેખે ?
ઉત્તર ૧—સાપ્તિત શત સ્થાન—શાંતિ ચરિત્ર વિગેરેને અનુસારે ત્રણ સ્વપ્ના દેખે એમ જણાય છે.
પ્રશ્ન ૨—તેજ દીવસમાં તળેલુ પકવાન કડાયાની વિગઈ ના પચ્ચખાણ વાળાને ખપે કે નહી?
ઉત્તર ૨—તેજ દીવસે તળેલું પકવાન કટાહ વિકૃતિ ( કડાયાની વિગ ) ના પચ્ચખાણ વાળાને પચ્ચખાણ લેતી વખતે જો છુટી રાખી હોય તા ક૨ે અન્યથા નહીં.
પ્રશ્ન ૩—ચામાસાને વિષે અડીગાઉ પ્રમાણ નદીને ઉતરીને જેવી રીતે ભિક્ષાને ગ્રહણ કરવા માટે જઈ શકાય તેવી રીતે વંદન કરવા માટે અથવા ક્ષામણાને માટે જઈ શકાય કે નહીં?
ઉત્તર ૩-ચતુર્માંસને વિષે અઢી ગાઉ પ્રમાણુ નદી ઉતરીને જેમ ભિક્ષાને માટે જઈ શકાય તેમ વંદન કરવા માટે અથવા ક્ષામણાને માટે જયણા પુર્વક જાય તે તેને માટે શાસ્રાનુસારે એકાંત નિષેધ જાણ્યું નથી પરંતુ હાલમાં પ્રવૃત્તિ દેખાતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com